2 સગી બહેનો સાથે ગેંગરેપ કરી એક ઝાડ સાથે લટકાવી દેનારા નરાધમોને આ સજા મળી

PC: thelallantop.com

ઉત્તર પ્રદેશાના લખીમપુર ખીરીમાં 25 ઓગસ્ટના રોજ અહીની જિલ્લા કોર્ટે ગેંગરેપના કેસમાં એક સગીરને આજીવન કેદની સજા આપી છે. કોર્ટે સજા આપવાની સાથે જ દોષી સગીર પર આર્થિક દંડ પણ લગાવ્યો છે. રિપોર્ટ અનુસાર, સજા વર્ષ 2022માં થયેલા નિઘાસન ગેંગરેપ અને મર્ડર કેસને લઇ આપવામાં આવી. કોર્ટે સગીર પર ધારા 302/34, 323, 452, 363, 376, 201 અને પોક્સો એક્ટની ધારા 5G/6 હેઠળ દોષી જાહેર કર્યો. આ ઉપરાંત તેના પર 46 હજાર રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. આ કેસની સુનાવણીમાં સજા આપતા સમયે જજ રાહુલ સિંહે કહ્યું કે, આરોપીની ઉંમર નાની છે પણ તેણે જે ગુનો કર્યો છે તે જઘન્ય છે.

નિઘાસન ગેંગરેપ કેસમાં પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી એક આરોપી સગીર હતો. તેની ધરપકડ કર્યા પછી તેને બાળ સુધાર ગ્રૃહમાં મોકલવામાં આવ્યો હતો. આ કેસમાં 4 આરોપીઓ પર પહેલાથી જ દોષ સાબિત થઇ ચૂક્યા છે.

નિઘાસન હત્યાકાંડ

14 સપ્ટેમ્બર 2022ના રોજ લખીમપુરના નિઘાસનમાં બે સગી બહેનોનું શવ એક વૃક્ષ પર લટકેલું મળી આવ્યું હતું. મામલો સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી. પોસ્ટપોર્ટમ રિપોર્ટથી જાણ થઇ કે હત્યા પહેલા બંને કિશોરીઓ સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી બંનેની ગળુ દબાવી હત્યા કરી દેવામાં આવી હતી અને શવને ઝાડ પર લટકાવી દેવામાં આવ્યા.

મીડિયા રિપોર્ટ અનુસાર, આરોપી યુવક બંને બહેનોને તેની માતાની સામે જ ઉઠાવીને લઇ ગયા હતા. ઘટનાની જાણકારી સામે આવ્યાના 24 કલાકની અંદર પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. ત્યાર પછી FIR દાખલ કરી કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં મોકલી દેવામાં આવ્યો. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 5 આરોપીઓને સજા આપી દેવામાં આવી છે. 3ને આજીવન કેદ અને બે આરોપીઓને6-6 વર્ષની સજા આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp