મંત્રીએ પકડવી હતી ટ્રેન, રેલવે સ્ટેશનના એસ્કેલેટર સુધી પહોંચાડી દીધી SUV
ઉત્તર પ્રદેશથી એક હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. અહી પશુધન મંત્રીએ ટ્રેન પકડવા માટે વધારે પગપાળા ન ચાલવું પડે એટલે તેમની SUVને રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ સુધી પહોંચાડી દીધી. અહી પહોંચ્યા બાદ સીધા એસ્કેલેટર પાસે મંત્રીની SUVનો દરવાજો ખૂલ્યો. આ દરમિયાન તેમની ગાડીને દિવ્યાંગ માટે બનેલા રેમ્પમાં ચડાવીને એસ્કેલેટર સુધી પહોંચાડવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે, એસ્કેલેટર સુધી માત્ર પગપાળા જ યાત્રી જાય છે, પરંતુ મંત્રી માટે આ નિયમને નજરઅંદાજ કરવામાં આવ્યો.
આ ઘટના લખનૌના ચારબાગ રેલવે સ્ટેશનની છે. ઉત્તર પ્રદેશના પશુધન મંત્રી ધર્મપાલ સિંહને ટ્રેન નંબર 13005 (હાવડા-અમૃતસર, પંજાબ મેલ)થી લખનૌ-બરેલી જવાનું હતું. ટ્રેન સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-4 પર આવવાની હતી. એવામાં મંત્રી ધર્મપાલ સિંહને મુખ્ય પોર્ટિકો આવીને વધારે પગપાળા ન ચાલવું પડે, તેથી SUVને સીધી પ્લેટફોર્મ નંબર-1 થી નજીક એસ્કેલેટર સુધી લઈ જવામાં આવ્યા. જે દરમિયાન આ બધુ થયું સ્ટેશન પર મોટી સંખ્યામાં યાત્રી ઉપસ્થિત હતા.
अच्छा हुआ ये बुलडोज़र से स्टेशन नहीं गये थे… pic.twitter.com/v7uHWQaNi9
— Akhilesh Yadav (@yadavakhilesh) August 24, 2023
કહેવામાં આવી રહ્યું છે કે, ભારે વરસાદના કારણે મંત્રી પોતાની ગાડીમાંથી ઉતરી શકતા નહોતા એટલે SUVને એસ્કેલેટર સુધી લઈ જવામાં આવી. તેમની SUV દિવ્યાંગ રેમ્પ પર ચડીને પ્લેટફોર્મ નંબર-1થી નજીક એસ્કેલેટર સુધી પહોંચી હતી. ઘટનાસ્થળ પર ઉપસ્થિત લોકોનું કહેવું માનીએ તો જેવી જ ગાડી એસ્કેલેટર સુધી પહોંચી, પાસે ઊભા મુસાફર એ જોઈને ડરી ગયા અને એક પળ માટે હાહાકાર મચી ગયો હતો. નિયમ મુજબ, એસ્કેલેટર સુધી મુસાફર પગપાળા જ જાય છે.
જો કે, મંત્રી તરફથી સફાઇ આપવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, તેમને મોડું થઈ રહ્યું હતું અને વરસાદ તેજ હોવાના કારણે એસ્કેલેટર સુધી લઈ જવામાં આવી. તો CO ચારબાગ સંજીવ સિન્હાના જણાવ્યા મુજબ, મંત્રી ધર્મપાલ સિંહ અંતિમ સમયે સ્ટેશન પહોંચ્યા. ટ્રેન છૂટવાનો સમય થઈ રહ્યો હતો. એટલે તેમના વાહનને રેમ્પથી થઈને એસ્કેલેટર સુધી લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી. આ ઘટના પર સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે ટ્વીટ કરીને કટાક્ષ કરતા કહ્યું કે, ‘સારું થયું તેઓ બુલડોઝરથી સ્ટેશન ગયા નહોતા.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp