ઉઝબેકિસ્તાનમાં 18 બાળકોના મોત, મનસુખ માંડવિયાએ ભારતીય કંપનીને તાળા મારી દીધા

PC: facebook.com/mansukhmandviya/photos

ઉઝબેકિસ્તાનમાં ભારતીય કફ સીરપને કારણે બાળકોના મોતનો દાવો કરવામાં આવી રહ્યો છે. ભારતીય કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ એની સામે કડક એકશન લીધા છે.તેમણે કહ્યું કે, ખાંસીની દવા ડોક-1 મેક્સમાં અયોગ્યતાના અહેવાલને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની ટીમે 29 ડિસેમ્બરની રાતથી મેરિયન બાયોટેકની તમામ દવાઓનું ઉત્પાદન બંધ કરી દીધું છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. માંડવિયાએ ટ્વીટ કરીને માહિતી આપી છે.

ઉઝબેકિસ્તાનમાં 18 બાળકોના કથિત ખાંસીની દવાને કારણે મોત બાદ ભારતના નોઇડામાં આવેલી મેરિયન બાયોટેક સવાલોના ઘેરામાં આવી ગઇ છે. ઉઝબેકિસ્તાનના આ દાવા પછી ભારત સરકાર એલર્ટ થઇ ગઇ છે. કેન્દ્ર સરકારે ઉઝબેકિસ્તાનમાં બાળકોના મોતને ભારતીય કફ સિરપ સાથે જોડ્યા બાદ બાળકોના મોત અંગેનો રિપોર્ટ માંગ્યો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય આ ઘટનામાં કોઇ પણ પ્રકારની લાપરવાહી કરવા માંગતું નથી. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આખી ઘટના પર જાતે નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે કંપનીની તપાસના આધારે આગળનું પગલું લેવાશે.

ઉઝબેકિસ્તાનના આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે બાળકોના મોત ડોક-1 મેક્સ દવા પીવાને કારણે થયા છે. ઉત્તર પ્રદેશ સરકારના એક અધિકારીએ કહ્યુ કે મેરિયન બાયોટક કંપની ખાંસીની દવાનું ભારતમાં વેચાણ કરતી નથી.  આ દવાની માત્ર ઉઝબેકિસ્તાનમાં જ નિકાસ કરવામાં આવે છે.

માંડવિયાએ કહ્યુ કે નોઇડામાં આવેલી મેરિયન બાયોટેક કંપનીમાંથી ખાંસીની દવાના નમૂના લેવામાં આવ્યા છે અને ચંદીગઢમાં આવેલી રિજનલ ડ્રગ ટેસ્ટિંગ લેબોરેટરીને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ઉપરાંત ખાંસીની દવા ડોક-1 મેક્સમાં અયોગ્યતાના અહેવાલને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની ટીમે 29 ડિસેમ્બરની રાતથી મેરિયન બાયોટેકની તમામ દવાઓનું ઉત્પાદન બંધ કરી દીધું છે.

ઉઝબેકિસ્તાનના આરોગ્ય મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે મોતને ભેટનારા 18 બાળકોના મોત ડોક-1 મેક્સ સિરપ લેવાને કારણે થયા છે. જેનું ઉત્પાદન નોઇડામાં આવેલી મેરિયન બાયોટેક કંપનીએ કરેલું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે તપાસમાં એવું જાણવા મળ્યું છે કે હોસ્પિટલમાં દાખલ થયા તે પહેલાં બાળકોએ 2થી 7 દિવસમાં 3-4 વખત આ ખાંસીની દવા લીધી હતી. જેને કારણે તેમના મોત થયા છે. હવે ઉઝબેકિસ્તાન સરકારે ભારત સરકારને આ મામલે તપાસ કરીને આરોપી કંપની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp