વંદે ભારત એક્સપ્રેસ પર ફરી પથ્થરમારો, બોલપુર સ્ટેશન પર રોકવામાં આવી ટ્રેન

PC: indiatoday.in

પશ્ચિમ બંગાળમાં ફરી એક વખત વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થર ફેકવાની ઘટના સામે આવી છે, જેમાં ટ્રેનના કાંચને થોડું નુકસાન થયું છે. જાણકારી મળતા જ ઘટનાસ્થળ પર પહોંચેલા અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. રિપોર્ટ્સ મુજબ વંદે ભારતના C14 કમ્પાર્ટમેન્ટ પર પથ્થર ફેકવામાં આવ્યા હતા. આ ઘટનાના કારણે ટ્રેનને બોલપુર સ્ટેશન પર ઘણા સમય સુધી રોકવી પડી. જ્યારે અહીં માત્ર 2 મિનિટનું જ સ્ટોપેજ છે. નસીબ રહ્યું કે, આ પથ્થરમારામાં કોઇ મુસાફરને નુકસાન ન થયું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે 30 ડિસેમ્બરના રોજ બંગાળમાં વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દેખાડી હતી. ત્યારબાદ 1 જાન્યુઆરી અને પછી 2 જાન્યુઆરીના રોજ ટ્રેન પર પથ્થર ફેકવાની ઘટના સામે આવી હતી. આ અંગે પૂર્વી રેલવેના CPROએ એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, વીડિયો ફૂટેજ સ્કેન કર્યા બાદ એ જાણવા મળ્યું કે સોમવાર (1 જાન્યુઆરી)ના રોજ થયેલો પથ્થરમારો મલદા જિલ્લામાં થયો હતો. તો મંગળવારે (2 જાન્યુઆરીના રોજ)ની ઘટના બિહારના કિશનકંજની હતી.

તેમની તરફથી ભાર આપીને કહેવામાં આવ્યું કે, આરોપીઓને પકડવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. હવે તપાસ તો ચાલુ જ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી (BJP)એ આ ઘટનામાં NIA તપાસની માગણી ઉઠાવી દીધી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 1 અને 2 જાન્યુઆરીના રોજ થયેલી પથ્થરમારાની ઘટનાની ના પાડી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, વંદે ભારત પર બિહારમાં પથ્થર ફેકવામાં આવ્યા હતા, પશ્ચિમ બંગાળમાં નહીં. જે પણ લોકોએ જુઠ્ઠાણું ફેલાવવાનું કામ કર્યું છે, તેમની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે.

તેમણે આગળ કહ્યું હતું કે, અમારા રાજ્યને બદનામ કરવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. આમ પણ વંદે ભારત કોઇ ટ્રેન નથી. આ તો એક જૂની ટ્રેન છે, જેમાં નવું એન્જિન લગાવી દેવામાં આવ્યું છે. 1 જાન્યુઆરીના રોજ વંદે ભારત પર થયેલા પથ્થરમારા બાદ પશ્ચિમ બંગાળના નેતા પ્રતિપક્ષ અને ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ ઘટનાને લઇને NIA તપાસની માગ કરી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે, આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં ભારતના ગૌરવ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો થયો. શું તે ઉદ્દઘાટનના દિવસે ‘જય શ્રી રામ’ના નારા લગાવવાનો બદલો છે? હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારતીય રેલવેને આ મામલે NIAને તપાસ સોંપવાનો આગ્રહ કરું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp