કબજો હટાવવા ગયેલા ડેપ્યુટી કલેક્ટરે યુવતીને લાફો ઝીંકી દીધો, જુઓ Video

ઉત્તર પ્રદેશના વારાણસીમાં એક મહિલા અધિકારીએ યુવતીને લાફો મારી દીધો. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયો વારાણસીના કપસેઠી પોલીસ સ્ટેશનની હદમાં આવતા ભીષમપુર ગામનો છે. જ્યાં ગેરકાયદેસર રીતે ગ્રામીણોએ મકાન બનાવી દીધા હતા. આ કબ્જાને દૂર કરવા ડેપ્યુટી કલેક્ટર પ્રાચી કેસરવાની ત્યાં પહોંચ્યા હતા. તે દરમિયાન મહિલા અધિકારી અને એક યુવતીની વચ્ચે બોલવાનું થઇ ગયું. જેને લઇ ડેપ્યુટી કલેક્ટર પ્રાચી કેસરવાનીએ યુવતીને લાફો મારી દીધો.
જાણકારી અનુસાર, ભીષમપુર ગામમાં અમુક ગ્રામીણો ગેરકાયદેસર રીતે મકાન બનાવી રહી રહ્યા હતા. હાઈકોર્ટના આદેશ પર સેવાપુરના ડેપ્યુટી કલેક્ટર રાજાતાલાબ, મિર્ઝામુરાદ અને કપસેઠીમાં પોલીસ ફોર્સ લઇ મંગળવારે જમીનનો કબ્જો દૂર કરવા ત્યાં પહોંચ્યા હતા.
યુવતીએ આદેશની કોપી માગી હતી
આ દરમિયાન ગ્રામીણોએ નાખુશતા વ્યક્ત કરી. ત્યારે જ ભીડમાંથી નીકળીને એક યુવતીએ મહિલા અધિકારી પાસેથી આદેશની કોપી માગી. ત્યાર પછી મહિલા અધિકારી અને યુવતી વચ્ચે શાબ્દિક લડાઈ શરૂ થઇ ગઇ. આ દરમિયાન મહિલા અધિકારી પ્રાચી કેસરવાનીએ ગુસ્સામાં તે યુવતીને તમાચો જડી દીધો.
યુવતીને તમાચો માર્યા પછી ગ્રામીણોએ મહિલા અધિકારીને ઘેરવાનું શરૂ કરી દીધું. સ્થિતિ બગડતા પોલીસ જેમતેમ ત્યાંથી મહિલા અધિકારીને લઇ ગઇ. જમીન પરનો કબ્જો દૂર કરવાની કાર્યવાહી અટકી ગઈ. ગ્રામીણોએ આ મામલાની ફરિયાદ ઉપરી અધિકારીઓને પણ કરી છે અને મહિલા અધિકારી સામે કાર્યવાહીની માગ કરી છે.
#वाराणसी: वाराणसी के कपसेठी थाना क्षेत्र के भीषमपुर गांव में जमीन कब्ज़ा दिलाने पहुंची नायब तहसीलदार प्राची केसरवानी ने एक लड़की को सवाल पूछने पर मारा थप्पड़। वीडियो हो रहा है वायरल। मौके पर पुलिस मौजूद। pic.twitter.com/cYDrLIIRjd
— UttarPradesh.ORG News (@WeUttarPradesh) August 9, 2023
મહિલા અધિકારી શું બોલ્યા
આ મામલામાં સેવાપુરીના ડેપ્યુટી કલેક્ટર પ્રાચી કેસરવાનીએ કહ્યું કે, તે હાઈકોર્ટના આદેશનું પાલન કરવા પહોંચી હતી. પણ ત્યારે એક પક્ષના લોકોએ તેને ધક્કો માર્યો અને હુમલો કરવાની કોશિશ કરી. પછી તેમણે પોતાના બચાવમાં હાથ ઉપાડી દીધો. વાયરલ વીડિયોમાં અડધી વાત જ છે. જ્યારે હકીકત અલગ છે. મારી પર હુમલો કરવા માટે તે યુવતી અને તેના પરિજનો મારી ગાડી પર પણ ચઢી ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp