દેશ ઉદ્યોગપતિઓ બનાવે છે, રાજનેતા લીડ કરે છે: વેદાંતા ગ્રુપના ચેરમેન

અબજોપતિ કારોબારી અને વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જે ધીમે ધીમે લોકોનું ધ્યાન આકર્ષી રહી છે. અનિલ અગ્રવાલ સોશિયલ મીડિયા પર પોતાના જીવનથી જોડાયેલ કિસ્સાઓ શેર કરતા રહે છે. જોકે હાલમાં શેર કરેલી પોસ્ટમાં તેમણે એક રાષ્ટ્રના નિર્માણમાં ઉદ્યોગપતિઓની ભૂમિકા પર પ્રકાશ નાખ્યો છે. તેમણે ઉદ્યમીઓની અગત્યતાને શેર કરતા પોતાની પોસ્ટમાં લખ્યું કે, રાજનેતા દેશનું નેતૃત્વ કરે છે પણ ઉદ્યમી દેશને બનાવે છે.
પોસ્ટમાં શું લખ્યું
અનિલ અગ્રવાલે એક્સ પર પોસ્ટ શેર કરી લખ્યું કે, જ્યારે હું અમેરિકા, બ્રિટન, જાપાન કે પછી અન્ય કોઇ લોકતાંત્રિક દેશને જોઉ છું તો મને એ વાતનો અહેસાસ થાય છે કે જ્યાં રાજનેતા દેશનું નેતૃત્વ અને સશક્તિકરણ કરે છે. તો ઉદ્યમી તેને બનાવે છે. વેદાંતા ચેરમેને પોતાના વિચાર રજૂ કરતા અમેરિકાનું ઉદાહરણ પણ આપ્યું છે.
5 ઉદ્યોગપતિઓએ અમેરિકા બનાવ્યું
સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટમાં અમેરિકાનું ઉદાહરણ આપતા અબજોપતિ બિઝનેસમેન અનિલ અગ્રવાલે કહ્યું કે, અમેરિકાનું નિર્માણ 5 ઉદ્યમીઓએ કર્યું છે. જેમાં રોકફેલર, એન્ડ્રયૂ કાર્નેગી, જેપી મોર્ગન, ફોર્ડ અને વેંડરબિલ્ટ સામેલ છે. આ દરેક ઉદ્યમીઓએ પોતાની મોટાભાગની સંપત્તિ પરોપકારના માધ્યમથી દાન કરી છે. જેનાથી અમેરિકાને બનાવવામાં મદદ મળી છે. અનિલ અગ્રવાલની આ પોસ્ટને ખબર લખવા સુધીમાં 90 હજારથી વધારે વ્યૂ મળી ચૂક્યા હતા.
અમેરિકા, બ્રિટન અને જાપાન જેવા દેશોનું ઉદાહરણ આપતા અનિલ અગ્રવાલે ભારતને લઇ મોટી વાત કહી છે. તેમણે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે, આપણા ભારતમાં ક્યારેક ક્યારેક ઘરેલૂ ઉદ્યમીઓની ભૂમિકાને ઓછી આંકવામાં આવે છે. પણ તેઓ દેશ માટે જે કરી શકે છે અને જે વિચારી શકે છે તે બીજુ કોઇ કરી શકતું નથી. તેઓ વિદેશી ટેક્નોલોજી અને ફંડોની સાથે મજબૂત પાર્ટનરશીપ કરી શકે છે અને સૌ કોઇની સમૃદ્ધિ માટે આવશ્યક ધન પેદા કરવાના મામલામાં આ અમારો સર્વોત્તમ દાંવ હોઇ શકે છે.
ઉદ્યોગપતિઓ પર વિશ્વાસ કરવો જરૂરી
પોસ્ટના અંતમાં તેમણે કહ્યું કે, જો ઘરેલૂ ઉદ્યમીઓની કમાણી થશે, તો તેઓ અમેરિકન બિઝનેસમેનોની જેમ જ પરોપકારના માધ્યમથી કમાણીનો હિસ્સો દાન કરવા માગશે. વેદાંતાના ચેરમેને આગળ લખ્યું કે, સરકારે ઘરેલૂ બિઝનેસમેનોને વધારે સન્માન અને માન્યતા આપવી જોઇએ. જેથી તેમને પ્રોત્સાહન મળશે. મારી ધારણા એ છે કે, તેઓ કેસ, ઓડિટ અને લાંબી સરકારી પ્રક્રિયાઓથી ડરે છે. બિઝનેસમેનો પર વિશ્વાસ કરવો અને લાભ આપવો મહત્વપૂર્ણ છે. પ્રત્યેક લોકતાંત્રિક દેશ જે અમીર બની ગયા છે તેઓ આવું એટલા માટે કરી શક્યા કારણ કે તેમણે ઉદ્યમીઓ પર પોતાનો વિશ્વાસ રાખ્યો છે અને તેમને માન્યતા આપી છે અને પ્રેરિત કર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp