ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ બોલ્યો-હું ભારતીય નથી, તપાસમાં લાગી એજન્સીઓ

PC: hindustantimes.com

અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલા બાદ ખાલિસ્તાન સમર્થક અને ‘વારિસ પંજાબ દે’ના પ્રમુખ અમૃતપાલ સિંહે હવે એક મોટું આપીને બધાને ચોંકાવી દીધા છે. અમૃતપાલ સિંહનું કહેવું છે કે, તે પોતાને ભારતીય માનતો નથી. એક ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ભારતીય પાસપૉર્ટ એક દસ્તાવેજ છે અને તેનાથી તે ભારતીય બની જતો નથી. આ આખા ઘટનાક્રમ બાદ હવે કેન્દ્રીય એજન્સીઓ તપાસમાં લાગી ગઈ છે.

અમૃતપાલ સિંહે કહ્યું કે, લવપ્રીતની ધરપકડ અને ત્યારબાદ પંજાબ પોલીસ દ્વારા તેને છોડવાની ભવિષ્યની દિશા બદલી દેશે. પોલીસ સતર્ક રહેતી તો આ ઘટના ટાળી શકતી હતી. અમૃતપાલે કહ્યું કે, પોલીસે ખોટા ઇન્ટેલિજેન્સ રિપોર્ટના આધાર પર ઉતાવળમાં કાર્યવાહી કરી. અધિકારીઓએ મારી બાબતે ખોટી જાણકારી આપી કે મારી પાસે સમર્થન નથી. આતંકવાદ કોઈ એવી વસ્તુ નથી, જેને તે શરૂ કરવામાં સક્ષમ છે.

તેણે કહ્યું કે, કોઈ પણ ઉગ્રવાદ શરૂ કે સમાપ્ત નહીં કરી શકે. ઉગ્રવાદને એક પ્રાકૃતિક ઘટના બતાવતા કહ્યું કે, એ ક્યાંય પણ દમનની લાંબી અવધિ બાદ થાય છે. હું કોઈને આતંકવાદ શરૂ કરવાનો આદેશ નહીં આપી શકું. બીજી તરફ અજનાલા ઘટનાક્રમ બાદ કેન્દ્ર સરકાર ‘વેટ એન્ડ વોચ’ની નીતિ અપનાવી રહી છે. એક સત્તાવાર અધિકારીના સંદર્ભે એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પંજાબનો ઇતિહાસ બધાને ભારે પડ્યો છે. અમે રાહ જોઈ રહ્યા છીએ.

કાયદા અને વ્યવસ્થા બનાવી રાખવું અનિવાર્ય રૂપે રાજ્ય સરકારની જવાબદારી છે. એક અન્ય જાણકારના સંદર્ભે ટ્રિબ્યૂનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અમૃતપાલ સિંહને યુરોપના નાના હિસ્સા સિવાય બ્રિટન અને કેનેડામાં ઉપસ્થિત કટ્ટરપંથી તત્વોથી સમર્થન મળ્યું છે. એજન્સીઓ ફેન્ડિંગના રૂટની જાણકારી મેળવી રહી છે. એ જાણકારી મેળવવા માટે તપાસ ચાલી રહી છે કે તેને કોણ અને કેવી રીતે ફંડિંગ કરી રહ્યું છે.

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિન્દર સિંહે કહ્યું કે, પંજાબમાં કાયદા વ્યવસ્થાની હાલત ખૂબ ખરાબ છે. જો પંજાબ સરકાર તેને સંભાળવા સક્ષમ નથી તો ભારત સરકારે કાર્યભાર સંભાળવો પડશે. રોજ ડ્રોન પકડાઈ રહ્યા છે. મને લાગે છે કે કેન્દ્રએ તેને જોવું જોઈએ. કોઈ પણ સરકાર એવી રીતે નહીં ચાલી શકે, જે પ્રકારે આ સરકાર ચાલી રહી છે. જે દિવસે અજનાલા કાંડ થયો, એ દિવસે ભગવંત માન મુંબઇમાં અરવિંદ કેજરીવાલ સાથે બેઠા હતા. પંજાબમાં જે ચાલી રહ્યું છે તેમાં તેમનો કોઈ રસ નથી. તે કોઈ પણ પગલું ઉઠાવતા ડરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp