હોટલમાં તોડફોડ અને સ્ટાફ સાથે મારપીટ, CCTV સામે આવતા IPS અને IAS સસ્પેન્ડ

PC: patrika.com

જયપુર- અજમેર હાઇવે પર આવેલી એક હોટલમાં ફેરવેલ પાર્ટી કરવા ગયેલા એક IPS અધિકારી પર હોટલના સ્ટાફને મારપીટ કરવાનો અને તોડફોડ કરવાનો આરોપ છે. CCTV સામે આવતા રાજસ્થાન સરકારે  આ IPS અધિકારી અને  આ ઘટનામાં સામેલ IAS  અધિકારી બંનેને સસ્પેન્ડ કરી દીધા છે. આ અધિકારીઓને મદદ કરનારા 3 પોલીસ કર્મચારીઓની સામે પણ પગલાં લેવામાં આવ્યા છે. IPS અધિકારીએ હોટલમાં દારૂ પાર્ટી રાખી હતી.

રાજસ્થાનના અજમેરમાં IPS અધિકારી સુશીલ બિશ્નોઇ પર હોટલના કર્મચારીઓ સાથે મારપીટ અને હોટલમાં તોડફોડ કરી હોવાનો આરોપ છે. જ્યારે હોટલના માલિકે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તો IPS સુશીલ બિશ્નોઇ ફરી હોટલમાં ગયા હતા અને સ્ટાફને ફટકાર્યો હતો. આ વખતે તેમની સાથે પોલીસવાળા પણ હતા અને તેમણે હોટલના સ્ટાફને દંડાથી ફટકાર્યો હતો.

ઘટના રવિવાર 11-12 જૂનની રાતની છે. રાત્રે લગભગ 3 વાગ્યે IPS સુશીલ બિશ્નોઇ સાદા કપડામાં તેમના મિત્રો સાથે જયપુર-અજમેર રોડ પર આવેલી મકરાના રાજ હોટલ પહોંચ્યા હતા. ત્યાં તેમણે હોટલના કર્મચારીને વોશરૂમનો રસ્તો પુછ્યો અને અંદર ગયા હતા. વોશરૂમમાં હોટલના કર્મચારીએ સુશીલ બિશ્નોઇને બહાર કાઢી મુક્યા એ વાતથી ગુસ્સે ભરાયેલા IPS સુશીલ બિશ્નોઇએ કર્મચારીઓ સાથે મારપીટ કરી અને હોટલમાં તોડફોડ મચાવી નાંખી હતી.

હોટલના માલિકે ગેગલ પોલીસ ચોકીમાં ફરિયાદ કરી હતી. પોલીસે હોટલ જઇને તપાસ કરી તો ખબર પડી કે આરોપી એક IPS ઓફિસર છે. ફરિયાદની જાણ થતા IPS  ઓફિસર ફરી હોટલ પહોંચ્યા હતા અને હોટલના કર્મચારીઓને માર માર્યો હતો. આ વખતે તેમની સાથે પોલીસવાળા પણ હતા અને તેમણે લાઠીથી સ્ટાફની પિટાઇ કરી હતી.

ફરી પોલીસને જાણ કરવામાં આવી તો પોલીસે અજ્ઞાતની સાથે ગુનો નોંધીને IPSને બચાવવાની કોશિશ કરી હતી. આ ઘટનામાં IAS અધિકારી ગીરધર ચૌધરીની ભૂમિકા પણ સામે આવી હતી. IAS ગિરધર અજમેર ડેવલપમેન્ટ ઓથોરિટી કમિશ્નર તરીકે ફરજ બજાવે છે.

IPS સુશીલ બિશ્નોઇ એડિશનલ સુપ્રિન્ટેડન્ટ ઓફ પોલીસ તરીકે ફરજ બજાવતા હતા અને થોડા દિવસો પહેલાં જ તેમની ટ્રાન્સફર ગંગાપુર સિટી જિલ્લાના પ્રભારી તરીકે થઇ છે. 11 જૂને IPS સુશીલે પોતાની ફેરવેલ પાર્ટી આપી હતી.એ પછી 13 જૂને CCTV સામે આવ્યા જેમાં IPS મારપીટ કરતા દેખાયા એ પછી બંને IPS અને IAS બંને અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.અજમેરના SP ચુનારામ જાટે SI રૂપારામ, કોન્સ્ટેબલ ગૌતન અને મુકેશ યાદવને પણ સસ્પેન્ડ કરી દીધા છે. આ પોલીસ કર્મચારીઓએ IPSને મદદ કરી હતી.

જાણવા મળેલી માહિતી મુજબ મકરાના રાજ હોટલના માલિક રાજપુત સમાજના અગ્રણી છે જેને કારણે રાજપુત સમાજ આ ઘટનાથી ગુસ્સે ભરાયો છે અને બંને અધિકારીઓ સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp