યહી તો રોના હૈ, મને અંગ્રેજી નથી આવડતું તમને હિંદી, વકીલ છવાઇ ગયા

PC: aajtak.in

સોશિયલ મીડિયા પર એક વકીલ જબરદસ્ત છવાઇ ગયા છે, લોકો તેમના મોં ફાટ વખાણ કરી રહ્યા છે. આ કોર્ટરૂમનું કોઇ ફિલ્મનું દ્રશ્ય કે સંવાદ નથી, પરંતુ વાસ્તવમાં, ન્યાયાધીશ અને વકીલ વચ્ચેની દલીલ છે,જેમાં વકીલ કહી રહ્યા છે કે, હૂજૂર, યહી તો રૌના હૈ, તમને હિંદી નથી આવડતું અને મંને અંગ્રેજી.

કોર્પોરેટ ઓફીસોમાં અંગ્રેજી કલ્ચર એ સામાન્ય બાબત છે, પરંતુ હવે ધીમે ધીમે સરકારી વિભાગોમાં પણ અંગ્રેજી પોતાનું સ્થાન જમાવી રહ્યું છે. એવામાં રાષ્ટ્રીય ભાષા હિંદી બોલનારા લોકોની મુશ્કેલી વધી રહી છે. એક કોર્ટનો વીડિયો સોશિયલ મીડિયામા વાયરલ થઇ રહ્યો છે. એક કોર્ટમાં વકીલે અંગ્રેજીમાં અરજી દાખલ કરવાનો ઇન્કાર કરી દીધો અને એ બાબતે તેમની જજ સાથે દલીલ થઇ ગઇ હતી.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોમાં જજ વકીલને અંગ્રેજીમાં એવું કહી રહ્યા છે કે તમે ફરી અરજી હિંદીમાં દાખલ કરી છે, મને હિંદી સમજમાં આવતી નથી. એના પર વકીલ કહે છે કે, સાહેબ, એ જ વાતનું તો રડવાનું છે કે,મને અંગ્રેજી આવડતી નથી અને તમને હિંદી.

આ વાત પર ગુસ્સે ભરાયેલા જજ કહે છે કે હું તમારી અરજી રદ કરી નાંખીશ. તો વકીલે કહ્યું કે આખી બેંચ હિંદીના પક્ષમાં છે. એની પર ન્યાયાધીશ કહે છે કે તમારો કેસ પુરો થઇ ગયો છે, મેં બીજો કેસ બોલાવી લીધો છે. વકીલ, જજને શાંતિથી જવાબ આપતા કહે  છે કે હૂજૂર,સાંભળીને આગળ વધવાનો નિયમ છે. સાંભળ્યા વિના આગળ વધવાનો કોઈ નિયમ નથી. આજે પણ પટના હાઈકોર્ટમાં તમામ જજ સુનાવણી કરી રહ્યા છે. હવે હુઝૂર અનુવાદ આપવાનું કહી રહ્યા છે. ભાષાંતર વિભાગ આઝાદી પહેલાથી અહીં છે. તેમને મળતા પગારમાં અમારો અને અમારા ક્લાયન્ટનો હિસ્સો છે. તેમની પાસેથી અનુવાદ માંગવામાં  હૂજૂરને શું વાંધો છે? હું  ન્યાય સંગત વાત જ કરી રહ્યો છું. વકીલે કહ્યું કે હું અંગ્રેજી ભાષાંતર જાણતો નથી અને સાહેબ અંગ્રેજીમાં ભાષાંતર માંગી રહ્યા છે. વકીલે કહ્યું કે એડ ડિવિઝન બેંચનો ઓર્ડર પણ હું તમને બતાવી રહ્યો છે. તેને ધ્યાનમાં લઇને આદેશ પાસ કરવામાં આવે.

જજની સામે ગભરાયા વગર દલીલ કરી રહેલા વકીલના લોકો વખાણ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે જ્યારે આપણે ભારતમાં રહીએ છીએ અને હિંદી રાષ્ટ્ર ભાષા છે તો તેની સાથે રહેવામાં શું વાંધો છે? એક યૂઝરે લખ્યું કે વકીલ સાહેબે દીલ જીતું લીધું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp