‘આ જ આંગળીથી BJPની સરકાર બનાવી..’, એમ કહી વ્યક્તિએ આંગળી કાપી અને DyCMને મોકલી

PC: freepressjournal.in

મહારાષ્ટ્રના એક વ્યક્તિએ પોતાની આંગળી કાપી નાખી. કારણ સાંભળીને દરેક હેરાન છે. આ વ્યક્તિના ભાઈ અને ભાભીએ થોડા દિવસ અગાઉ જ આત્મહત્યા કરી લીધી હતી. તેનું કહેવું છે કે, તેના ભાઈ અને ભાભીને કેટલાક લોકોએ આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યા હતા અને પોલીસ તેના પર કાર્યવાહી કરી રહી નથી એટલે તે પોતાની આંગળી કાપી રહ્યો છે, આ વ્યક્તિની આંગળી કાપવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ છે. આ વ્યક્તિનું નામ ધનંજય નનાવરે છે. ધનંજય મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ઉલ્હાસનગર વિસ્તારનો રહેવાસી છે.

વીડિયોમાં ખંજરથી પોતાની આંગળી કાપવા અગાઉ ધનંજય કહે છે કે, ‘આજે આત્મહત્યાની આ ઘટનાના 20 કરતા વધુ દિવસ થઈ ગયા, પરંતુ અત્યાર સુધી કોઇની ધરપકડ ન કરી. આ કેસમાં મારા ભાઈએ મોત અગાઉ ઘણા આરોપીનું નામ લીધું, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી, પરંતુ રાજ્ય સરકારે કાર્યવાહી ન કરી તો હું દર અઠવાડિયે શરીરનું એક અંગ કાપી લઇશ.’ ધનંજય નનાવરેએ વીડિયોમાં એમ પણ કહ્યું કે, તેમણે ભાજપની સરકારને આ જ આંગળીથી વૉટ આપ્યા હતા, હવે એ જ કાપીને સરકારને મોકલી છે.

ધનંજય નનાવરેના જણાવ્યા મુજબ, તેણે ગૃહ મંત્રી દેવેન્દ્ર ફડણવીસને કપાયેલી આંગળી ગિફ્ટ તરીકે મોકલી આપી છે અને જો આગળ પણ કાર્યવાહી ન થઈ તો દર અઠવાડિયે શરીરનો એક હિસ્સો ફડણવીસને મોકલતો રહેશે. આ બાબતે લોકલ પોલીસે જણાવ્યું કે, આંગળી કાપનાર ધનંજય નનાવરેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને ઘટનાની તપાસ ચાલુ છે. મીડિયા રિપોર્ટ મુજબ, ધનંજય નનાવરેનું કહેવું છે કે, છેલ્લા એક અઠવાડિયાથી ઘટનાની તપાસ કરી રહેલા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને મળી રહ્યા છે, પરંતુ પોલીસ તેને યોગ્ય જવાબ આપી રહી નથી. એટલે તેણે પોતાની આંગળી કાપવાનો નિર્ણય લીધો.

ધનંજયના ભાઈ નંદકુમાર નનાવરે અને તેની ભાભી ઉજ્જવલાએ ગયા મહિને ઉલ્હાસનગરમાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. નનાવરે દંપતીએ આત્મહત્યા કરવા અગાઉ પોતાના મોબાઈલ ફોનમાં એક વીડિયો રેકોર્ડ કર્યો હતો. વીડિયોમાં તેમણે કહ્યું હતું કે તેઓ સતારા જિલ્લાના ફલટન તાલુકામાં રહેનારા સંગ્રામ નિકલજે, રંજિત સિંહ નાઇક નિમ્બાલકર, વકીલ જ્ઞાનેશ્વર દેશમુખ અને નીતિન દેશમુખથી પરેશાન થઈને આત્મહત્યા કરી રહ્યા છીએ. પોલીસે જ્યારે નંદકુમાર નનાવરેના શબની તપાસ કરી તો તેને નેકરના ખિસ્સાથી એક ચિઠ્ઠી પણ મળી.

નંદકુમાર નનાવરેના ભાઈ ધનંજય નનાવરેનું કહેવું છે કે વીડિયો અને નોટના આધાર પર કેસ નોંધવા છતા રંજિત સિંહ નિમ્બાલકર, જ્ઞાનેશ્વર દેશમુખ, નીતિશ દેશમુખ વગેરે પર સીધી કાર્યવાહી ન કરવામાં આવી. કેસની તપાસ વિઠ્ઠલવાડી પોલીસથી લઈને ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. નંદકુમાર નનાવરે અગાઉ દિવંગત ધારાસભ્ય જ્યોતિ કાલાનીના અંગત સહાયકના રૂપમાં કામ કરતો હતો. ત્યારબાદ છેલ્લા કેટલાક વર્ષોથી તે અંબરનાથ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય બાલાજી કિનિકરના અંગત સહાયકના રૂપમાં કામ કરી રહ્યો હતો, પરંતુ આ ઘટના બાદ બાલાજી કિનિકરે સોશિયલ મીડિયાના માધ્યમથી સ્પષ્ટ કર્યું છે કે નનાવરે તેમનો અંગત સહાયક નહોતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp