હીરોપંતીઃ બીયર પીતા ચલાવતો હતો બાઈક, વીડિયો વાયરલ થતા થયું આટલો દંડ

PC: aajtak.in

ગાઝિયાબાદમાં દિલ્હી-મેરઠ એક્સપ્રેસ-વે પર સ્ટંટબાજીનો એક વીડિયો ઘણો વાયરલ થયો છે. જેમાં બુલેટ બાઈક પર બેઠેલો વ્યક્તિ બીયર પીતા જોવા મળ્યો છે. એક હાથમાં બીયરનું કેન અને બીજા હાથથી બુલેટ ચલાવી રહેલો નજરે ચઢ્યો છે. તેણે હેલમેટ પણ પેહર્યું નથી. બેકગ્રાઉન્ડમાં એક ગીત પણ ચાલી રહ્યું છે. આ વીડિયો એક્સપ્રેસ-વે પર મસૂરી ક્ષેત્રનો હોવાનું કહેવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે એક્સપ્રેસ-વે પર ટુ વ્હીલર વાહનો ચલાવવા પર પ્રતિબંધ છે.

તેવામાં આ વ્યક્તિએ 3 કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. પહેલા નો એન્ટ્રીમાં વાહન, બીજું હેલ્મેટ નહીં પહેરવાનું અને ત્રીજું બીયર પીતા વાહન ચલાવવું. વીડિયો વાયરલ થતા જ ગાઝિયાબાજ ટ્રાફિક પોલીસ હરકતમાં આવી ગઈ છે અને બુલેટ મોટરસાયકલ સવારને 3 હજાર રૂપિયાનો દંડ કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બુલેટ મોટરસાયકલ ગાઝિયાબાદમાં અસાલતુપર જાટવ વસ્તી નિવાસી અભિષેકના નામ પર રજીસ્ટર છે. પોલીસે ઓનલાઈન ચલણ કાપીને તેને ઘરે મોકલી આપ્યું છે.

ગાઝિયાબાદ કમિશ્નરેટ પોલીસે ટ્વીટ કરીને કહ્યું છે કે આ મામલામાં હજુ આગળની વિધિક કાર્યવાહી થાણા મસૂરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે બાઈક સવાર વ્યક્તિની ટૂંક સમયમાં ધરપકડ પણ થઈ શકે છે. આ પહેલા પણ આવા ઘણા વીડિયો વાયરલ થયા છે, જેમાં યુવાનો બાઈક પર ફુલ સ્પીડે જીવને જોખમમાં મૂકીને સ્ટંટ કરતા જોવા મળ્યા છે. જેના પછી આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ પોતાની કાર્યવાહી કરતા ગુનેગારને પકડીને દંડ અથવા સજા કરતી જોવા મળી છે.

થોડા દિવસો પહેલા જ એક બીજો વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક હોટલમાં કામ કરનારો વ્યક્તિ થૂક લગાવીને રોટલી બનાવતો જોવા મળ્યો હતો. આ મામલામાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. જ્યારે હિંદુ રક્ષા દળનું કહેવું છે કે આ ઘટનામાં હોટલનો માલિક પણ બરાબરનો દોષી છે. પોલીસ આ મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે આરોપી તસિરુદ્દીન તંદુરમાં રોટલી લગાવવા પહેલા તેની પર થૂંક લગાવી રહ્યો છે. જેના કારણે તેની પર ધારા 269, 270 અને 3 મહામારી એક્ટ હેઠળ કેસ કરવામાં આવ્યો હતો.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp