હેવાનિયત: ચોરીની શંકામાં 2 બાળકોને પેશાબ પીવા મજબુર કરાયા, પ્રાઇવેટ પાર્ટમાં...

ઉત્તર પ્રદેશમાં જંગાલિયતની પરાકાષ્ઠા કહી શકાય તેવો એક વીડિયો સામે આવ્યો છે.હેવાનિયતને પણ શરમાવે તેવી ઘટનાની વિગત એવી છે કે 2 બાળકોને ચોરીની શંકાએ લોકોએ પહેલા તો બાળકોને ફટકાર્યા, એ પછી દોરડાથી હાથ બાંધીને પેશાબ પીવા માટે મજબુર કર્યા, તેમને તીખા મરચા ખવડાવ્યા. આ હેવાનો આટલેથી અટક્યા નહોતા. બાળકોના પેન્ટ ઉતારીને ઇંજેકશન પણ આપવામાં આવ્યા હતા. બાળકો ચિલ્લાતા રહ્યા હતા, પરંતુ આ જગંલીઓને કોઇ દયા આવી નહોતી. હવે પોલીસ સુધી આ વીડિયો પહોંચ્યો છે અને તપાસ શરૂ થઇ છે.
ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરમાં 2 બાળકોને ચોરીની શંકાએ પકડીને માર મારવામાં આવ્યો હતો. એક બાળક 10 વર્ષનો છે અને બીજો 15 વર્ષનો. બાળકોને ફટકારનાર હેવાનોએ બંને બાળકોના હાથ બાંધી હતા અને એટલી હદે જંગાલિયત કરી હતી કે અહીં લખી શકાય તેમ પણ નથી.
મીડિયા રિપોર્ટસમાં જણાવ્યા મુજબ આ ઘટના 4 ઓગસ્ટની છે અને સિદ્ધાર્થનગરના કોનકટી ચાર રસ્તા પાસે આ ઘટના બનેલી છે.સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં બંને બાળકો લીલા મરચા ખાતા અને બોટલમાં ભરેલો પેશાબ પીતા નજરે પડે છે. બાળકો પર અત્યાચાર ગુજારનારાઓના અવાજ પણ આવી રહ્યા છે. પેશાબ ન પીવા પર એ લોકો બાળકોને ધમકી પણ આપી રહ્યા છે. બાળકો ડરના માર્યા બધું કરી રહ્યા છે. બાળકોને ઇંજેકશન પણ આપવામાં આવી રહ્યું છે. એ પછી બાળકોના પ્રાઇવેટ પાર્ટ પર મરચુ રગડવામાં આવ્યું ત્યારે બાળકો રીતસરના રડી રહ્યા હતા, પરંતુ આ રાક્ષસોને કોઇ દયા ન આવી.
બાળકો એટલા ડરી ગયા હતા કે આ ઘટનાની પરિવારજનોને પણ જાણ નહોતી કરી. આ તો વીડિયો વાયરલ થયો પછી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ત્યારે પરિવારજનોને જાણ થઇ. બાળકોના પરિવારજનોએ 8 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
थाना पथरा बाजार क्षेत्रान्तर्गत दो बच्चों के साथ हुई अनैतिक घटना से सम्बन्धित अभियोग में 06 अभियुक्तगण को हिरासत मे लिए जाने के संबंध में अपर पुलिस अधीक्षक सिद्धार्थनगर का वीडियो बाइट।@Uppolice @AdgGkr @digbasti pic.twitter.com/ZflgIzbywq
— Siddharthnagar Police (@siddharthnagpol) August 5, 2023
પોલીસે જણાવ્યું હતું કે તેઓએ બે બાળકો સામે વાંધાજનક કૃત્ય ના વિડિયોને તરત જ ધ્યાન પર લીધો હતો, જે સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, કાયદાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સિદ્ધાર્થ નગરના એડિશનલ સુપ્રીન્ટેડન્ટ ઓફ પોલીસ સિદ્ધાર્થે જણાવ્યું કે આ કેસમાં સામેલ લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. છ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp