
એક વૃદ્ધ પોતાના દીકરાની ફરિયાદ લઇને પોલીસની પાસે પહોંચ્યો. વૃદ્ધનું કહેવુ હતું કે, દારૂના નશામાં તેનો દીકરો તેને અને તેની પત્નીને મારે છે. સમસ્યા સાંભળ્યા બાદ DSP સંતોષ પટેલ વૃદ્ધને પોતાની ગાડીમાં બેસાડીને તેમના ગામ પહોંચી ગયા. પોલીસને જોતા જ દીકરો પોતાના વૃદ્ધ પિતાના પગમાં પડીને તેમની માફી માંગવા માંડ્યો. ઘટનાનો વીડિયો DSPએ પોતે ટ્વીટર પર શેર કર્યો છે. તેને અત્યારસુધીમાં 1 લાખ કરતા વધુવાર જોવાઈ ચુક્યો છે.
DSP સંતોષ પટેલ હાલ મધ્ય પ્રદેશના ગ્વાલિયર જિલ્લામાં પોસ્ટેડ છે. તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ તેમણે એક ફરિયાદીનો વીડિયો શેર કર્યો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. આ વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યું- વૃદ્ધો સામાન્યતઃ ઓફિસની બહાર પગરખાં ઉતારીને આવે છે. કદાચ પોલીસ પ્રત્યે તેમના મનમાં ન્યાય, રાહત, મદદ મળવાની આસ્થા હોય છે. એક વૃદ્ધ જેમનો દારૂડિયો દીકરો મારામારી કરતો હતો. સ્થળ પર ગયો તો દીકરો પિતાના પગમાં દંડવત માફી માંગવા માંડ્યો. લાગ્યું પોલીસની નોકરીમાં જ આ સંભવ છે.
વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે કઇ રીતે દારૂડિયા દીકરાથી હેરાન એક વૃદ્ધ પિતા ફરિયાદ લઈને DSP સંતોષ પાસે પહોંચે છે. તેઓ જોડાં ઉતારીને ઓફિસમાં દાખલ થાય છે અને જમીન પર બેસી જાય છે. આ જોઈને DSP તેમને સન્માન સાથે ખુરશી પર બેસાડે છે. ત્યારબાદ DSP પોતાની ગાડીમાં બેસાડીને વૃદ્ધને તેમના ગામ લઈ જાય છે. પોલીસના ગામ પહોંચતા જ વૃદ્ધનો દીકરો પોતાના પિતાના પગમાં પડીને માફી માંગવા માંડે છે. તેના પર DSP વૃદ્ધને પોતાના દીકરાને માફ કરવા માટે કહે છે અને માથા પર હાથ મુકીને આશીર્વાદ આપવા માટે કહે છે. વૃદ્ધે એવુ જ કર્યું.
बुजुर्ग सामान्यतः कार्यालय के बाहर जूते उतारकर आते हैं शायद पुलिस के प्रति उनके मन में न्याय, राहत, मदद पाने की आस्था होती है। एक बुजुर्ग जिनका शराबी बेटा पत्नी व उनकी मारपीट करता है। मौके पर लड़का पिता के पैरों में दण्डवत माफी मांगने लगा तो लगा पुलिस की नौकरी में ही यह सम्भव है। pic.twitter.com/Mae9ruxCmr
— Santosh Patel DSP (@Santoshpateldsp) April 10, 2023
પોલીસની સામે દીકરો કહે છે- આ મારા પિતા છે. હાથ જોડીને માફી માંગી રહ્યો છું. ત્યારબાદ તે પોતાના પિતાના પગમાં પડીને માફી માંગવા માંડે છે. પિતા પણ માથા પર હાથ મુકીને દીકરાને માફ કરી દે છે.
वाह..क्या खूबसूरत लिखा है..एक दिन वर्षों का संघर्ष, बहुत खूबसूरत तरीके से तुमसे टकरायेगा...#Sigmond #frayad https://t.co/0ht6uo5E6B
— Santosh Patel DSP (@Santoshpateldsp) February 28, 2023
DSP સંતોષ પટેલ એ સમયે સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેઓ ખેતરમાં ઘાસ કાપી રહેલી પોતાની માતાને મળવા પહોંચ્યા હતા. દેસી અંદાજમાં માતા સાથે વાતચીતનો તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. તેમણે જણાવ્યું હતું કે, DSP બનીને પાંચ વર્ષ થઈ ગયા છે. પહેલીવાર માતાની સામે યુનિફોર્મમાં પહોંચ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp