લગભગ વિરાન થઈ ગયું આ ગામ, રહે છે માત્ર એક પરિવાર, આખરે શું છે કારણ

PC: livehindustan.com

આસામના નલબાડી જિલ્લાના બરધનારા ગામ લગભગ વેરાન થઈ ગયું છે, જ્યાં હવે માત્ર એક પરિવાર જ રહે છે. થોડા વર્ષ અગાઉ રાજ્યના એક પૂર્વ મુખ્યમંત્રીએ ગામ તરફ જતા રસ્તાનું ઉદ્વઘાટન કર્યું હતું. ગત શતાબ્દીમાં આ એક સમૃદ્ધ ગામ કહેવાતું હતું, પરંતુ વર્ષ 2011ની વસ્તી ગણતરીમાં અહીં માત્ર 16 લોકો જ બચ્યા હતા. ઉચિત રોડની અછતના કારણે નંબર-2 બરધનારા ગામમાં હવે માત્ર 5 સભ્યોવાળો એક જ પરિવાર બચ્યો છે.

વિમલ ડેકા, તેની પત્ની અનિમા અને તેમના 3 બાળકો, નરેન, દીપાલી અને સેઉતી મુખ્યાલય શહેર નલબાદીથી લગભગ 12 કિલોમીટર દૂર ઘોગરાપારા ક્ષેત્રના આ ગામના એકમાત્ર રહેવાસી છે. દીપાલીએ કહ્યું સ્કૂલ અને કોલેજ જવાના કારણે અમને મુખ્ય રોડ સુધી પહોંચવા માટે પાણી અને કીચડ ભરેલા રસ્તાથી બે કિલોમીટરની યાત્રા કરવી પડે છે. મોનસૂન દરમિયાન અમે હોડીથી યાત્રા કરીએ છીએ. અનિમા પોતાના બાળકોને શાળા-કૉલેજથી લાવવા તથા પહોંચાડવા માટે હોડી ચલાવે છે, પરંતુ મુશ્કેલ પરિસ્થિતિઓ છતા પરિવારે 3 બાળકો માટે ઉચિત શિક્ષણ સુનિશ્ચિત કર્યું છે.

દીપાલી અને નરેન સ્નાતક છે તેમજ સેઉતી ઉચ્ચત્તર માધ્યમિક અભ્યાસ કરી રહી છે. તેમણે જણાવ્યું કે, વીજળી ન હોવાના કારણે બાળકો કેરોસીન લેમ્પના અજવાળે અભ્યાસ કરે છે અને જ્યારે વરસાદ થાય છે ત્યારે પરિવાર માટે હોડી જ પરિવાહનનું એકમાત્ર સાધન બની જાય છે કેમ કે વરસાદના કારણે ગામના બધા રસ્તા જળમગ્ન થઈ જાય છે. આસપાસના લોકોનો દાવો છે કે, 162 હેક્ટરમાં ફેલાયેલા આ ગામની હાલત થોડા દશક અગાઉ સુધી દયનીય નહોતી.

ઉચ્ચ કૃષિ ઉપજ માટે પ્રસિદ્ધ આ ગામ તરફ જતા રસ્તાના ઉદ્વાટન માટે પૂર્વ મુખ્યમંત્રી વિષ્ણુરામ મેઘીએ થોડા દશક અગાઉ અહીંનો પ્રવાસ કર્યો હતો. અનિમાએ જણાવ્યું કે, સ્થાનિક અધિકારીઓની ઉદાસીનતાએ હાલતને વધુ ખરાબ કરી દીધી, જેના કારણે લોકો અહીંથી જતા રહ્યા. તેમણે દાવો કર્યો ‘જિલ્લા પરિષદ, ગામ પંચાયત કે ખંડ વિકાસ કાર્યાલય જેવી સ્થાનિક એજન્સીઓ અહી કામ કરવામાં કોઈ રસ રાખતી નથી. કૃષિ અને પશુપાલન તેમનો મુખ્ય આધાર છે.

હાલમાં જ એક ગેર-સરકારી સંસ્થા ‘ગ્રામ્ય વિકાસ મંચ’એ ગામમાં એક કૃષિ ફાર્મ સ્થાપિત કર્યું છે, જેથી પરિવારને હવે મોટા ભાગે અન્ય લોકો સાથે વાતચીત કરવાનો અવસર મળે છે. ફાર્મના અધ્યક્ષ પૃથ્વી ભૂષણ ડેકાએ કહ્યું કે, ગામ એક સમયે સમૃદ્ધ હતું, પરંતુ વારંવાર આવનારા પૂરે તેને ઉજાડી દીધું છે. જો સરકાર રોડ બનાવે અને પાયાની સુવિધાઓ પ્રદાન કરે તો કૃષિ ક્ષમતાઓને ફરીથી સાકાર કરી શકાય છે અને લોકો ગામમાં પરત ફરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp