24 કલાકમાં બનાવ્યો 500 મીટરનો રસ્તો, ગ્રામીણોએ પૂરી કરી શહીદની ઈચ્છા
હિમાચલ પ્રદેશના શિમલામાં શહીદના સન્માનમાં ગામના લોકોએ એક એવી મિસાલ રજૂ કરી જેની લોકો ચર્ચા કરી રહ્યા છે. ગ્રામીણોએ શહીદના અંતિમ યાત્રા માટે ગામથી શ્મશાન સુધીમાં ન માત્ર રસ્તો બનાવ્યો બલ્કે તેના માટે જમીન પણ દાન કરી. આ રસ્તો બનાવવાનો કામ 24 કલાકની અંદર પૂરો કરી દેવામાં આવ્યો. આ રસ્તાનું નામ શહીદના નામ પર રાખવામાં આવ્યું છે. શહીદની ઈચ્છા હતી કે ગામથી શ્મશાન ઘાટ સુધીના રસ્તાનું નિર્માણ થઇ જાય જેથી શવ યાત્રા દરમિયાન લોકોને તકલીફ ન પડે.
3 દિવસ પહેલા લદ્દાખમાં સેનાનું વાહન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં 9 જવાન શહીદ થયા હતા. આ શહીદોમાં શિમલાના વિજય કુમાર પણ સામેલ હતા. હવલદાર વિજય સાધારણ પરિવારમાંથી આવતા હતા. તેમણે 17 વર્ષ સેનામાં સેવા આપી. જેવી તેમના શહીદ થવાની ખબર ગામ સુધી પહોંચી તો ગામમાં માતમ છવાઈ ગયો. વિજય કુમાર તેમની પાછળ 75 વર્ષીય પિતા, 65 વર્ષીય માતા અને પત્ની નીલમ અને બે સંતાનોને છોડી ગયા છે.
ગ્રામીણોએ શહીદની અંતિમ યાત્રા માટે ગામથી શ્મશાન ઘાટ સુધી ન માત્ર 500 મીટર લાંબો રસ્તો બનાવ્યો બલ્કે તેના માટે પોતાની જમીન પણ દાન આપી. આ રસ્તાને બનાવવાનું કામ અમુક જ કલાકોમાં પૂરુ કરી દેવામાં આવ્યું. રસ્તાનું નામ શહીદ વિજય કુમાર માર્ગ રાખવામાં આવ્યું છે.
શહીદના ભાઈએ જણાવ્યું કે, વિજય કુમારના શહીદ થવાની જાણ ગામના લોકોને થઇ. ત્યાર બાદ બધા ભેગા થયા અને સૌ કોઈએ શ્મસાન ઘાટ સુધી રસ્તો બનાવવાનો નિર્ણય લીધો. તેના માટે ગ્રામીણ ખુશીથી જમીન આપવા તૈયાર થઇ ગયા. લદ્દાખથી શહીદનું પાર્થિવ શરીર ગામ પહોંચવા પહેલા જ ગામના લોકોએ જેસીબી લગાવીને રસ્તો તૈયાર કરી દીધો.
શહીદની ઈચ્છા કરી પૂરી
રાજકુમારે કહ્યું કે શહીદ વિજયકુમારની ઈચ્છા હતી કે તેમના ગામથી શ્મશાન ઘાટ સુધીનો રસ્તો હોવો જોઇએ. જેથી કોઈને પણ અંતિમ સંસ્કાર માટે કષ્ટ ન લાગે. કારણ કે ડિમન ગામથી શ્મશાન ઘાટ સુધીનો રસ્તો કાચો અને અસ્થાઇ હતો.
જીવતા રહેતા તેમની આ ઈચ્છા પૂરી ન થઇ શકી પણ શહાદતના 24 કલાકની અંતર ગ્રામીણોએ 500 મીટરથી પણ વધારે લાંબો રસ્તો બનાવી લીધો. જેથી વિજય કુમારની અંતિમ યાત્રા ગામના કાચા રસ્તાના સ્થાને પાક્કા રસ્તાથી શ્મશાન ઘાટ સુધી પહોંચે. જેમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા. પાછલા દિવસમાં તેમનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp