પ્રેમી રાત્રે પ્રેમિકાને મળવા ગયો, પકડાયો, ગામવાળાઓએ બંનેના લગ્ન કરાવી દીધા

PC: aajtak.in

કહેવાય છે ને કે પ્રેમ ગમે ત્યારે, ગમે તેની સાથે થઈ શકે છે, પરંતુ આ પ્રેમ જ્યારે થઈ જાય છે ત્યારે વ્યક્તિ કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર થઈ જતી હોય છે. પોતાના પ્રેમ માટે જીવન કુરબાન કરવા, કોઈનો જીવ લેવામાં પણ તે ખચકાતો નથી. તો પોતાની પ્રિય થઈ પડેલી વ્યક્તિ માટે કોઈ પણ હદ વટાવવા માટે તૈયાર થઈ જાય છે, તે ધર્મ-જાતિની દીવાલ હોય કે પછી અમીરી-ગરીબીની. પરંતુ હાલમાં એક યુવકને પોતાની વહાલી પ્રેમિકાને રાત્રે મળવા જવાનું મોંઘું પડી ગયું.

બિહારના જમુઈમાં એક એવા લગ્ન થયા, જેની બાબતે તમે કદાચ જ સાંભળ્યું હશે. રાત્રે મોબાઇલના પ્રકાશમાં યુવક અને યુવતીના લગ્ન કરાવી દેવામાં આવ્યા. આ દરમિયાન આખું ગામ જાનૈયા બન્યું અને મંદિરમાં ખૂબ ભીડ જમા થઈ ગઈ. આ આખી ઘટના લક્ષ્મીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કકનચોર ગામની છે. પટેશ્વર નાથ મંદિર પરિસરમાં પ્રેમમાં પડેલા એક યુવક-યુવતીના લગ્ન કરાવી દેવામાં આવ્યા. હવે આ લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

યુવક લક્ષ્મીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા એક ગામનો જ રહેવાસી છે. તો કર્રા ગામની રહેવાસી પૂજા કુમારી પોતાના દાદાના ગામ કકનચોર આવી હતી. યુવક રંજન પોતાની પ્રેમિકાને મળ્યા વિના ન રહી શક્યો. તે તેને મળવા રાતના અંધારામાં પહોંચી ગયો. રાત્રે અંધારામાં બંને વચ્ચે વાતચીત અને મિલન પર ગ્રામજનોની નજર પડી ગઈ. પછી શું હતું, જાત-જાતની વાત થવા લાગી. કોઈ બંનેને પોલીસના હવાલે કરવાની વાત કરવા લાગ્યું, તો કોઈ બંનેના લગ્ન કરાવી દેવાનું સૂચન આપવા લાગ્યું.

ગ્રામજનોની સહમતીથી ગામના જ મંદિરમાં મોબાઇલના પ્રકાશ વડે બંનેના લગ્ન કરાવી દેવામાં આવ્યા. આ દરમિયાન મંદિર પરિસરમાં ગામના લોકોની ભારે ભીડ પણ ભેગી થઈ ગઈ, તેમાં મહિલાઓ પણ સામેલ હતી. રિપોર્ટ્સ મુજબ, યુવક રંજન અને છોકરી પૂજા વચ્ચે ઘણા મહિનાઓથી પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. ગુરૂવારની રાત્રે 12 વાગ્યે બંનેને એક સાથે જોઈને ગામના કેટલાક લોકોએ બરાડા પાડવાની શરૂઆત કરી દીધી. આ દરમિયાન યુવકે ભાગવાનો પ્રયાસ કર્યો તો ગ્રામજનોએ તેને પકડી લીધો. ત્યારબાદ સવારે 3 વાગ્યાની આસપાસ બંનેના લગ્ન કરાવી દેવામાં આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp