રામનવમીની શોભાયાત્રા બાદ હિંસા, BJP નેતાના ભાઈની દુકાનમાંથી 3 કરોડના ફોનની લૂંટ

PC: aajtak.in

દેશના ઘણા રાજ્યોમાં રામ નવમી પર ભીષણ હિંસા થઈ હતી. બિહારનું નાલંદા શહેર પણ નફરતની આ આગમાંથી બચી શક્યું નથી. અહીં બિહાર શરીફ વિસ્તારમાં લુખ્ખાઓએ ખુલ્લેઆમ કાયદાને પડકાર્યો હતો. રામનવમીની શોભાયાત્રા દરમિયાન બે સમુદાયો વચ્ચે શરૂ થયેલી અથડામણે થોડી જ વારમાં હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

બદમાશોએ જોરદાર પથ્થરમારો કર્યો હતો. નિર્ભયપણે ગોળીઓ પણ ચલાવી. અનેક મકાનો અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. ડઝનેક દુકાનોમાં ભારે તોડફોડ અને લૂંટફાટ કરવામાં આવી હતી. બદમાશો દ્વારા સ્ટેશનરીની દુકાનમાં રાખેલા લાખોની કિંમતના પુસ્તકોને આગ ચાંપી દેવામાં આવી હતી. તેઓએ ઘણી રિક્ષાઓ, કાર, અને એક ગોડાઉનને પણ આગ ચાંપી દીધી હતી. આ હિંસા ઘણાને ઊંડા ઘા આપી ગઈ હતી, તેમની આજીવિકા અને સંપત્તિનો નાશ કર્યો. જાવેદ આઝમ આવા લોકોમાંથી એક છે.

મુંબઈના રહેવાસી જાવેદે બિહાર શરીફના મુખ્ય બજારમાં ડિજિટલ દુનિયા નામનો સ્ટોર ખોલ્યો છે. તેનો દાવો છે કે, હિંસાના દિવસે બદમાશોએ તેની દુકાનને પણ નિશાન બનાવી હતી. ત્યાં તોડફોડ કરી. ત્યાર બાદ આશરે સાડા ત્રણ કરોડની કિંમતનો ઈલેક્ટ્રોનિક સામાન, મોબાઈલ, લેપટોપ વગેરે લૂંટીને લઇ ગયા હતા. જાવેદના ભાઈ BJP સાથે જોડાયેલા છે. આ સ્ટોરનું ઉદ્ઘાટન BJPના પૂર્વ મંત્રી મંગલ પાંડે અને શાહનવાઝ હુસૈન દ્વારા કરવામાં આવ્યું હતું. જાવેદના બિહારમાં ડિજિટલ દુનિયાના નામથી આઠ સ્ટોર છે. જોકે જાવેદે પોલીસમાં ફરિયાદ કરી છે કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી.

જ્યારે, બિહાર શરીફમાં ભારે તણાવ બાદ કલમ-144 લાગુ કરવામાં આવી છે. જિલ્લા પ્રશાસને કહ્યું કે, જે લોકો તેનું ઉલ્લંઘન કરશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. અહીં પણ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. SP અશોક મિશ્રાએ જણાવ્યું કે, પોલીસ આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે અને એલર્ટ પર છે. હિંસા ભડકાવવા બદલ અત્યાર સુધીમાં 27 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

હિંસામાં આઠ લોકો ઘાયલ થયા છે જ્યારે ત્રણને ગોળીથી ઈજા થઈ છે. તેમણે કહ્યું કે લોકોએ અફવાઓ પર વિશ્વાસ ન કરવો જોઈએ. CM નીતીશ કુમારનો હોમ ડિસ્ટ્રિક્ટ હોવાને કારણે અહીં સુરક્ષા વ્યવસ્થામાં સુધારો થવાની આશા છે, પરંતુ એક દિવસ પહેલા થયેલી હિંસાએ સુરક્ષાના દાવાઓની પર્દાફાશ કરી દીધી. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે, શું આવી ઘટના ગુપ્તચર ખાતાની નિષ્ફળતાનું પરિણામ છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp