મણિપુરમાં ફરી હિંસા ભડકી, RSSએ નિંદા કરી, કહ્યું- 50000થી વધુ લોકો...

PC: twitter.com

મણિપુરમાં ફરી એકવાર હિંસાની ઘટનાઓ સામે આવી છે. રાજધાની ઇમ્ફાલ અને કાંગપોકપીની સરહદ પાસે બળવાખોરોએ હંગામો મચાવ્યો છે. આ સિવાય હેંગઝાંગમાં પણ ગોળીબારના અહેવાલ મળ્યા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઇમ્ફાલના સેકમાઇ વિસ્તારમાં, કુકી પક્ષના કેટલાક અજાણ્યા બદમાશો દ્વારા કથિત રીતે બે સંસ્થાનોને તોડી પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન, સૂત્રોના જણાવ્યા અનુસાર, કુકી ગામ હેંગઝાંગમાં બીજી બાજુથી ગોળીબારના અહેવાલ પણ મળ્યા છે.

અહીં તમને જણાવી દઈએ કે, મણિપુરમાં એક મહિના કરતા વધુ સમયથી વંશીય હિંસા ચાલી રહી છે. આમાં 100થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અનુસૂચિત જનજાતિ (ST)ના દરજ્જાની મેઇતેઇ સમુદાયની માંગના વિરોધમાં મણિપુરના પહાડી જિલ્લાઓમાં 'આદિવાસી એકતા માર્ચ'નું આયોજન કરવામાં આવ્યા બાદ 3 મેના રોજ પ્રથમ વખત અથડામણો ફાટી નીકળી હતી.

મણિપુરની વસ્તીના લગભગ 53 ટકા મેઇતી છે અને મોટાભાગે ઇમ્ફાલની ખીણમાં રહે છે. આદિવાસીઓ-નાગા અને કુકી-વસ્તીના 40 ટકા છે અને પહાડી જિલ્લાઓમાં રહે છે.

મણિપુરના CM N બિરેન સિંહે આ મુદ્દે મિઝોરમના CM જોરામથાંગા સાથે ફોન પર વાત કરી છે. મિઝોરમના CMએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, મણિપુરના CMએ પાડોશી રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે તેમની મદદ માંગી છે. CMએ કહ્યું હતું કે, ટેલિફોનિક વાતચીત દરમિયાન CM N બિરેન સિંહે પણ તેમને મિઝોરમમાં રહેતા મેઇતી લોકોની સુરક્ષા માટે પગલાં લેવા વિનંતી કરી હતી.

જોરમથાંગાએ ટ્વિટર પર કહ્યું હતું કે, "મણિપુરના CM N બિરેન સિંહે મણિપુરમાં ચાલી રહેલી હિંસા અંગે ફોન પર વાત કરી હતી અને આ મામલાને માત્ર સહકારથી જ ઉકેલી શકાય તેવી આશા સાથે મારી મદદ માંગી હતી.' આ ઉપરાંત, તેમને મિઝોરમ મેઇતીને શાંતિપૂર્ણ રીતે સમાધાન કરવા માટેના ઉપાયો અને પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે. તેમણે મણિપુરના CMને એમ પણ કહ્યું કે, મિઝોરમના લોકો મેઇતીઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે અને સરકાર અને નાગરિક સમાજ સંગઠનોએ શાંતિ અને સુરક્ષા માટે પગલાં લીધાં છે.

આ અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ ટ્વીટ કર્યું હતું. ટ્વીટમાં RSSએ કહ્યું હતું કે, 'મણિપુરમાં છેલ્લા 45 દિવસથી સતત હિંસા ખૂબ જ ચિંતાજનક છે. 03 મે, 2023ના રોજ મણિપુરમાં ચુરાચાંદપુરમાં લાઇ હરાઓબા ઉત્સવ દરમિયાન આયોજિત વિરોધ રેલી બાદ શરૂ થયેલી હિંસા અને અનિશ્ચિતતા ખેદજનક છે.

સદીઓથી પરસ્પર સૌહાર્દ અને સહકારથી શાંતિપૂર્ણ જીવન જીવતા લોકોમાં પાછળથી ફાટી નીકળેલી અશાંતિ અને હિંસા આજે પણ અટકી નથી તે ખૂબ જ કમનસીબીની વાત છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભયંકર દુઃખના આ સમયગાળા દરમિયાન વિસ્થાપિત અને મણિપુર કટોકટીનો ભોગ બનેલા અન્ય પીડિતો સાથે ઉભો છે, જેમની સંખ્યા 50,000થી વધુ છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું માનવું છે કે, લોકશાહી પ્રણાલીમાં હિંસા અને નફરત માટે કોઈ સ્થાન નથી અને એ પણ માને છે કે, શાંતિપૂર્ણ વાતાવરણમાં પરસ્પર સંવાદ અને ભાઈચારાની અભિવ્યક્તિ દ્વારા જ કોઈપણ સમસ્યાનો ઉકેલ શક્ય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp