શિકાર માટે વાઘે લગાવી દોડ તો સામે ઊભું થયું રીંછ, જુઓ વીડિયો

PC: tosshub.com

સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેને જોઈને સૌ કોઈ ચોંકી જશે. ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર વાઘ અને રીંછનો વીડિયો સૌથી વધુ ટ્રેન્ડી રહ્યો છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયો રાજસ્થાનના રણથંભોર નેશનલ પાર્કનો છે. 1 મિનિટ અને 21 સેંકડની એક ક્લિપમાં વાઘ સુસ્ત રીંછ પર હાવી થવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. થોડા સમય બાદ પરેશાન થઈને રીંછ તેની સામે લડવા માટે તૈયાર થઈ જાય છે.

 

રીંછનું રૂપ જોઈને વાઘ ત્યાંથી ચાલતી પકડે છે. ત્યારે રીંછ તેનો પીછો કરે છે. વાઘે વિચાર્યું પણ નહીં હોય કે, રિંછ બચવાનો પ્રયત્ન કરવાને બદલે ગુસ્સે થઈને હુમલો કરવા માટે પાછળ દોડશે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ આ વીડિયોને શેર કરતા લખ્યું હતું કે, રણથંભોર નેશનલ પાર્કમાં વાઘ અને રીંછ વચ્ચેની લડાઈ. વાઘે હુમલો કર્યો ત્યારે રીંછે વળતો જવાબ આપ્યો. વન્યજીવન આ જ રીતે આશ્ચર્ય અને સરપ્રાઈઝથી ભર્યું છે.

 

આ વીડિયો અત્યાર સુધીમાં 3 હજારથી વધારે વખત જોવાય ચૂક્યો છે. સાથે જ 3000 લાઈક્સ અને 80થી પણ વધારે રિ-ટ્વિટ થયા છે. એક યુઝરે એવું પણ લખ્યું કે, બંને તરફ ગુસ્સો જોઈને કોઈ લડાઈ થઈ નથી. ક્યા બાત.. ક્યા બાત...અન્ય એક યુઝરે લખ્યું હતું કે,એવું લાગે છે કે, વાઘના બચ્ચા શિકાર કરતા શીખી રહ્યા છે. પણ આ વખતે રીંછે પરાક્રમ દેખાડી દીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp