10 લાખ રૂપિયા લાંચ લેતા પકડાયો કોન્સ્ટેબલ, જુઓ Video

PC: ndtv.in

ઈંદોરની એક જેલનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક કોન્સ્ટેબલને રૂપિયાની ગણતરી કરતો જોઇ શકાય છે. જાણકારી અનુસાર, સમાધાનના નામે 10 લાખ રૂપિયાની લાંચ આ કોન્સ્ટેબલ દ્વારા લેવામાં આવી હતી. વીડિયો વાયરલ થયા પછી કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

ઈંદોરના મહૂની એક સબજેલમાં ત્યારે હંગામો થયો જ્યારે જેલના એક કોન્સ્ટેબલ દીલિપ જંગલેનો એક વીડિયો વાયરલ થવા લાગ્યો. ત્યાર પછી આ વીડિયો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી ગયો. ત્યાર પછી ઉચ્ચ અધિકારી મહૂની સબજેલ પહોંચ્યા અને આખા મામલાની તપાસ શરૂ કરી.

કહેવામાં આવી રહ્યું છે કે મહૂ સબજેલના સરકારી મકાનની અંદર ગુંડાના ભાઈ પાસેથી 10 લાખ રૂપિયા લેવાનો આ વીડિયો છે. વાયરલ થઇ રહેલો આ વીડિયો જેલના ઓફિસરોની પાસે પહોંચ્યો, ત્યાર પછી જેલના ઉચ્ચ અધિકારીઓએ દીલિપ જંગલે સામે કાર્યવાહી કરી તેને સસ્પેન્ડ કરી દીધો.

મામલો શું છે

જાણકારી અનુસાર, થોડા સમય પહેલા સબજેલ મહૂના કોન્સ્ટેબલ રઘુનાથ સિંહ તોમર પર જીવલેણ હુમલો થયો હતો. પોલીસે હત્યાના પ્રયાસનો કેસ દાખલ કરી દેવેન્દ્ર ઠાકુર, નીલેશ જગદીશ ચૌહાણની ધરપકડ કરી લીધી હતી. કોન્સ્ટેબલ દીલિપ જંગલેએ ગુનેગારોને કહ્યું કે, તે 10 લાખ રૂપિયામાં સમાધાન કરાવી દેશે. દીલિપ જંગલેએ સરકારી ક્વોર્ટરમાં સમાધાન કરાવવા માટે 10 લાખ રૂપિયા લીધા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

લાંચના આવા ઘણાં કિસ્સા

આ પહેલા ઉદયપુરથી એક મામલો સામે આવ્યો હતો. જેમાં હેડ કોન્સ્ટેબલ મોતીલાલ 4 હજાર રૂપિયાની લાંચ લેતા પકડાયા હતા. કોન્સ્ટેબલે આ રકમ ભેંસ ચોરીના કેસમાં સમાધાનના નામે માગી હતી. ત્યારપછી ફરિયાદીની અરજી પછી ઉદયપુર એસીબીની ટીમે આબૂરોડ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલને લાંચ લેતા પકડી લીધો હતો. પોલીસ અનુસાર, ફરિયાદીના પરિવારમાં ભેંસ ચોરી થયા પછી તેની FIR કરાવી હતી. ત્યાર પછી સમાધાનની અવેજમાં હેડ કોન્સ્ટેબલ મોતીલાલે 10 હજાર રૂપિયાની લાંચ માગી. ત્યાર બાદ 8500 રૂપિયામાં સમાધાન નક્કી થયું. તેનો પહેલો હપતો ફરિયાદીએ કોન્સ્ટેબલને 4500 રૂપિયામાં આપ્યો હતો. તેનાથી પણ સંતુષ્ટ ન થતા કોન્સ્ટેબલે વધારે પૈસાની માગણી કરી. ત્યાર બાદ ફરિયાદીએ એસીબીની ટીમને આ બાબતે ફરિયાદ કરી દીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp