વિશ્વ હિન્દુ પરિષદે અતીક અને અશરફ હત્યાકાંડ પર કહી આ વાત

PC: indiatoday.in

માફિયા ડૉન અતીક અહમદ અને તેના ભાઈ અશરફની શનિવારે રાત્રે ગોળીઓ મારીને હત્યા કરી દેવામાં આવી હતી. અતીકને 8 ગોળીઓ મારવામાં આવી હતી અને અશરફના શરીરમાંથી 5 ગોળીઓ કાઢવામાં આવી હતી. માથા, છાતી, ગાળા પર ગોળીઓ લાગી હતી. જે ત્રણ લોકોએ અતીક અને અશરફની હત્યા કરી હતી, તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. આ હત્યાકાંડને લઈને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ની પ્રતિક્રિયા સામે આવી છે. વિશ્વ હિન્દુ પરિષદે ટ્વીટ કરતા લખ્યું કે, ‘અતીક અહમદની હત્યામાં બજરંગ દળનું નામ લઈને અફવા ઉડાવવામાં આવી રહી છે જે પૂર્ણતઃ ભ્રામક છે, હત્યા કરનારા કોણ છે, તેની તપાસ ઉત્તર પ્રદેશ સરકાર કરાવી રહી છે, સત્ય સામે આવી જ જશે.’

અતીક અને અશરફની હત્યા કારનારાઓમાં સામેલ બંદાનો લવલેશ તિવારી ઘણા વર્ષો અગાઉ બજરંગ દળ સાથે જોડાયો હતો. તેની માતા આશા દેવીએ જણાવ્યું કે, લવલેશ ભગવાનનો ભક્ત હતો. પૂજા-પાઠ કર્યા વિના ખાવાનું પણ ખાતો નહોતો. તેણે જ્યારે ટી.વી. પર એ સમાચાર સાંભળ્યા કે અતીક અને અશરફને ગોળી મારનારા શૂટર્સમાં તેનો દીકરો પણ સામેલ છે તો તેને જરાય વિશ્વાસ ન થયો. ખબર નહીં તે કેવી સંગતમાં ફસાઈ ગયો કે તેણે આ બધુ કરી દીધું.

ઉલ્લેખની છે એક વિશ્વ હિન્દુ પરિષદની યૂથ વિંગને બજરંગ દળ કહેવામાં આવે છે. વિશ્વ હિન્દુ પરિષદની સત્તાવાર વેબસાઇટ મુજબ બજરંગ દળની સ્થાપના 8 ઓક્ટોબર 1984ના રોજ અયોધ્યામાં થઈ હતી. અતીક અને અશરફની હત્યા કરનારો સની સિંહ હમીરપુર જિલ્લાના કુરારા વિસ્તારનો રહેવાસી છે. તે કુરારા પોલીસ સ્ટેશનનો હિસ્ટ્રીશીટર છે. જેનો હિસ્ટ્રીશીટ નંબર 281A છે. તેની વિરુદ્ધ લગભગ 15 કેસ નોંધાયેલા છે. તેના ભાઈ પિન્ટુએ જણાવ્યું કે, તે છેલ્લા 10 વર્ષથી પોતાના ઘરે આવ્યો નથી. સનીના પિતા જગત સિંહ અને માતાનું મોત થઈ ચૂક્યું છે.

અન્ય એક આરોપી અરુણ ઉર્ફ કાલિયા સોરો પોલીસ સ્ટેશન વિસ્તારના બાઘેલા પુખ્તાનો રહેવાસી છે. અરુણના પિતાનું નામ હીરાલાલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તે 6 વર્ષથી બહાર રહેતો હતો. તેના માતા-પિતાનું મોત લગભગ 15 વર્ષ અગાઉ થઈ ચૂક્યુ હતુ. અરુણે GRP પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીની હત્યા કરી દીધી હતી, ત્યારબાદ તે ફરાર છે. અરુણના બે નાના ભાઈ પણ છે જેમના નામ ધર્મેન્દ્ર અને આકાશ ચે જે ફરીદાબાદમાં રહીને ભંગારનું કામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp