Vistaraની ફ્લાઇટમાં હોબાળો, મહિલાએ ઉતાર્યા કપડા, કેબિન ક્રૂ સાથે સાથે કરી...

PC: twitter.com/aeroconcepts1

ફ્લાઇટમાં હોબાળાનો ઘટનાક્રમ થોભતો દેખાઇ રહ્યો નથી. હવે Vistaraની ફ્લાઇટમાં હોબાળાની ઘટના સામે આવી છે. અબુ ધાબીથી મુંબઇ આવનારી ફ્લાઇટમાં ઇટાલીની એક મહિલાએ કેબિન ક્રૂ સાથે મારામારી કરી. એટલું જ નહીં તેણે ફ્લાઇટમાં કપડાં પણ ઉતરી દીધા હતા. મુંબઇ પોલીસે મહિલા વિરુદ્ધ કેસ નોંધીને તેને નોટિસ આપી છે. પોલીસે જણાવ્યું કે, મૂળ ઇટાલીની મહિલાનું નામ પાઓલા પેરુશિયા છે. તે કેબિન ક્રૂ સાથે ઇકોનોમિની ટિકિટ હોવા છતા બિઝનેસ ક્લાસમાં બેસવાની જિદ્દ કરી રહી હતી.

કેબિન ક્રૂએ ના પાડતા તે હિંસક થઇ ગઇ અને કેબિન ક્રૂ સાથે મારામારી કરવા લાગી. તેણે પોતાના કેટલાક કપડાં પણ ઉતારી દીધા અને વચ્ચે રસ્તા પર ફરવા લાગી. ઘટના પર Vistaraએ પણ નિવેદન જાહેર કર્યું છે. કંપનીએ કહ્યું કે, ઘટના 30 જાન્યુઆરીના રોજ ફ્લાઇટ નંબર UK 256માં થઇ છે. આ ફ્લાઇટે અબુ ધાબીથી મુંબઇ માટે ઉડાણ ભરી હતી. તેમાં એક મુસાફર અનિયંત્રિત થઇ ગઇ અને હિંસક વ્યવહાર કરતા કેબિન ક્રૂ અને બીજા મુસાફરોને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો.

આ દરમિયાન ફ્લાઇટના કેપ્ટને મહિલાને વોર્નિંગ કાર્ડ જાહેર કર્યો. એક રિપોર્ટ મુજબ, આ મહિલાની ધરપકડ કરી લેવામાં આવી છે. છેલ્લા કેટલાક મહિનાથી એક બાદ એક ફ્લાઇટ્સમાં હોબાળાની ઘટનાઓ સામે આવી રહી છે. એવો જ એક કેસ 23 જાન્યુઆરીના રોજ સામે આવ્યો હતો, જેમાં દિલ્હીથી હૈદરાબાદ જઇ રહેલી સ્પાઇસજેટની ફ્લાઇટમાં કેબિન ક્રૂ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. આરોપ લાગ્યા હતા કે, મુસાફરે કેબિન ક્રૂ સાથે ખરાબ વ્યવહાર કર્યો. હોબાળા બાદ આસપાસ બેઠા લોકોએ મામલો થાળે પાડ્યો હતો.

ત્યારબાદ આરોપી મુસાફર અને તેના સાથીને વિમાનમાંથી ઉતારીને સુરક્ષા દળને સોંપી દેવામાં આવ્યો હતો.સ્પાઇસજેટના પ્રવક્તાએ જણાવ્યું કે, વેટ લિઝ્ડ કોરેન્ડનનો વિમાન (SG 8133) દિલ્હીથી હૈદરાબાદ જઇ રહ્યો હતો. દિલ્હીમાં બોર્ડિંગ દરમિયાન એક મુસાફરે ખરાબ અને અનુચિત રીતે વ્યવહાર કર્યો. મામલામાં ક્રૂ મેમ્બર્સે PIC અને સુરક્ષા કર્મચારીઓને સૂચિત કર્યા. મુસાફર અને તેના સાથીને ઉતારીને સુરક્ષા દળને સોંપી દેવામાં આવ્યા હતા.

આ અગાઉ 9 જાન્યુઆરીના રોજ IndiGoની ફ્લાઇટમાં પણ એવી જ એક ઘટના સામે આવી હતી, જેમાં મુસાફરો પર દારૂના નશામાં હોબાળો કરવાના આરોપ લાગ્યા હતા. ઇન્ડિગોની જે ફ્લાઇટમાં આ ઘટના બની હતી તે દિલ્હીથી પટના જઇ રહી હતી. એરપોર્ટ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી. એરપોર્ટ પર તૈનાત SHOએ મુસાફરો નશામાં હોવાની પુષ્ટિ કરી હતી. બંને IndiGoની ફ્લાઇટ નંબર 6E 6383માં સવાર હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp