મુંબઇ-ગોવા હાઇવે પર ખતરનાક એક્સિડન્ટમાં 9ના મોત

PC: twitter.com/ANI

મહારાષ્ટ્રમાં મુંબઇ-ગોવા હાઇવે પર એક રોડ એક્સિડન્ટ થઇ ગયું છે. એક કાર અને ટ્રક વચ્ચે ટક્કર થવાના કારણે તેમાં સવાર 9 લોકોના ઘટનાસ્થળ પર જ મોત થઇ ગયા છે. મૃતકોમાં 3 મહિલાઓ પણ સામેલ છે. આ અકસ્માત રાયગઢના માનગાંવના રેપોલીમાં થયો છે. રોડ અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ફુરચેફુરચા ઊડી ગયા. ત્રણ અને કારની સામસામે ટક્કર જેવી જ થઇ કાર સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગઇ અને કારમાં સવાર લોકોના મોત થઇ ગયા.

રાયગઢ જિલ્લામાં મુંબઇ-ગોવા હાઇવે પર ગુરુવારે સવારે 4:45 વાગ્યે આ ઘટના બની. પુરપાટ ઝડપે ટ્રકની વેન સાથે ટક્કર થવાથી 9 લોકોના ઘટનાસ્થળ પર જ મોત થઇ ગયા અને એક છોકરી ઇજાગ્રસ્ત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઘટના મુંબઇથી 130 કિલોમીટર દૂર સ્થિત રાયગઢના રેપોલી ગામમાં સવારે થઇ હતી. પોલીસ અધિક્ષક સોમનાથ ધાર્ગેયે કહ્યું કે, બધા પીડિત વેનમાં રત્નાગિરી જિલ્લાના ગુહાગર જઇ રહ્યા હતા. ટ્રક મુંબઇ તરફ જઇ રહ્યો હતો.

અધિકારીએ કહ્યું કે, મૃતકોમાં એક બાળક, 3 મહિલાઓ અને 5 પુરુષ સામેલ છે. જાણકારી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને બચાવ અભિયાન શરૂ કર્યું. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલી 4 વર્ષીય છોકરીને માનગાંવની એક હૉસ્પિટલમાં લઇ જવામાં આવી છે. શબોને પોસ્ટમોર્ટમ માટે સરકાર હૉસ્પિટલ મોકલી આપવામાં આવ્યા છે.

પોલીસે કહ્યું કે, દુર્ઘટનાના કારણ અત્યાર સુધી જાણી શકાયું નથી. પોલીસે જણાવ્યું કે, હાલમાં હાઇવે પર વાહનવ્યવહાર શરૂ થઇ ગયો છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, અકસ્માત બાદ મુંબઇ-ગોવા હાઇવે પર થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાઇ ગયો હતો.

તો મહારાષ્ટ્રમાં વધુ એક અકસ્માત સામે આવ્યો છે. મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં એક બસ પલટી જવાના કારણે 4 લોકોના મોત થઇ ગયા છે. તો ઘણા લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા છે. પોલીસના જણાવ્યા મુજબ આ દુર્ઘટના સવારે લગભગ 5:30 વાગ્યે થઇ. બસ ડ્રાઇવરનું કંકાવલીમાં ગડ નદી પાસે એક વણાંક દરમિયાન નિયંત્રણ છૂટી ગયું હતું. જેના કારણે બસ પલટી ગઇ. પૂર્ણ બસમાં 36 મુસાફર સવાર હતા, તેમાંથી 4 લોકોના મોત થઇ ગયા છે. બધા ઇજાગ્રસ્તોને નજીકના જ કંકાવલી સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp