9 દિવસથી ટનલમાં ફસાયેલા કામદારોને જાણો કંઈ રીતે અને શું ખાવાનું અપાય છે

PC: hindi.news24online.com

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સુરંગ તૂટી પડવાને કારણે ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે ચાલી રહેલા બચાવ અભિયાનનો આ 9મો દિવસ છે. બચાવ કામગીરીની જવાબદારી 5 એજન્સીઓ પાસે છે. આ એજન્સીઓએ કામદારોને બહાર કાઢવા માટે 5 યોજનાઓ બનાવી છે. બીજી તરફ, કેન્દ્ર સરકારે તમામ એજન્સીઓ પાસેથી અત્યાર સુધીમાં લીધેલા પગલાં વિશે માહિતી માંગી છે.

કામદારોને ખાદ્ય સામગ્રી સતત સપ્લાય કરવામાં આવી રહી છે. આ કામદારોને ડ્રાય ફ્રૂટ્સ અને ક્રિપ્સ સાથે મલ્ટિવિટામિન્સ, એન્ટી-ડિપ્રેસન્ટ્સ મોકલવામાં આવી રહ્યા છે. જેથી આ કામદારો સુરંગમાં સુરક્ષિત રહે. આ બધું કામદારોને ચાર ઇંચની પાઇપ દ્વારા મોકલવામાં આવી રહ્યું છે. આ સિવાય ટનલમાં વીજળી ચાલુ છે, તેથી સદ્ભાગ્યની વાત છે કે ટનલમાં જ્યાં કામદારો ફસાયા છે ત્યાં લાઈટ છે. આ ઉપરાંત એક પાઈપલાઈન પણ છે, જેના દ્વારા કામદારોને પાણી પણ મળી રહ્યું છે.

હકીકતમાં, ઉત્તરકાશી જિલ્લા મુખ્યાલયથી લગભગ 30 કિલોમીટરના અંતરે આવેલી સિલ્ક્યારા ટનલ કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી ચારધામ 'ઓલ વેધર રોડ' (દરેક સીઝનમાં આવા ગમન માટે ખુલી રહેનારી ટનલ) પ્રોજેક્ટનો એક ભાગ છે. બ્રહ્મખાલ-યમુનોત્રી નેશનલ હાઈવે પર બનાવવામાં આવી રહેલી આ ટનલ 4.5 કિલોમીટર લાંબી છે. 12 નવેમ્બરે ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો. જેના કારણે કામદારો ટનલની અંદર ફસાઈ ગયા હતા. તેમને મુક્ત કરવા માટે 9 દિવસથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. પરંતુ હજુ સુધી કોઈ ખાસ સફળતા મળી નથી.

રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવે સેક્રેટરી અનુરાગ જૈને જણાવ્યું હતું કે, મલ્ટિવિટામિન્સ, એન્ટી-ડિપ્રેસન્ટ દવાઓ અને ડ્રાય ફ્રૂટ્સ પહેલા દિવસથી જ કામદારોને મોકલવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, ટનલની અંદર બે કિલોમીટરમાં પાણી અને વીજળી છે. આ અગાઉ, કેન્દ્ર સરકારે શનિવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જેમાં વિવિધ એજન્સીઓ સાથે કામદારોને બચાવવા માટેના પાંચ વિકલ્પો પર ચર્ચા કરવામાં આવી હતી. NHIDCL (નેશનલ હાઈવે એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ), ONGC (ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન), SJVNL (સતલજ જલ વિદ્યુત નિગમ લિમિટેડ), THDC અને RVNLને આ બચાવ કામગીરીની જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય BRO અને ભારતીય સેનાની બાંધકામ શાખા પણ બચાવ કાર્યમાં મદદ કરી રહી છે.

ઈન્ટરનેશનલ ટનલીંગ અંડરગ્રાઉન્ડ સ્પેસના પ્રમુખ પ્રોફેસર આર્નોલ્ડ ડિક્સ સિલ્ક્યારા ટનલ પહોંચ્યા. તેમણે સુરંગના મુખ્ય પ્રવેશદ્વાર પર બનેલા મંદિરમાં પૂજા પણ કરી હતી. આર્નોલ્ડ ડિક્સે કહ્યું, 'ગઈકાલથી ઘણું કામ થઈ ગયું છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે, આપણે તેમને (કામદારોને) બચાવીએ. અમે તે લોકોને બહાર નીકાળવા જઈ રહ્યા છીએ. હમણાં સુધી ઘણું કામ થઇ રહ્યું છે. અમારી આખી ટીમ અહીં છે અને અમે તેનો ઉકેલ શોધીશું અને તેમને બહાર નીકાળીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp