હિંમત છે તો ‘મણિપુર ફાઈલ્સ’ બનાવો, વિવેક અગ્નિહોત્રીએ આવો જવાબ આપી હાથ ખંખેર્યા

ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સને નવુ રૂપ આપી OTT પર રીલિઝ કરવાની તૈયારીમાં છે. પણ આ ફિલ્મ વેબ સીરિઝના રૂપમાં રીલિઝ કરશે. જેનું નામ ધ કશ્મીર ફાઈલ્સ અનરિપોર્ટેડ છે. શુક્રવારે તેનું ટ્રેલર પણ રીલિઝ કરવામાં આવ્યું છે. તેની વચ્ચે લોકો ફિલ્મ નિર્માતાને મણિપુર પર પણ ફિલ્મ બનાવવા કહી રહ્યા છે.
ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટર પર એક યૂઝરને જવાબ આપ્યો. જેમાં તેણે ડિરેક્ટરને ધ કશ્મીર ફાઈલ્સ અને ધ તાશકંદ ફાઇલ્સની સફળતા પછી ધ મણિપુર ફાઇલ્સ બનાવવા કહી રહ્યા હતા. વિવેક અગ્નિહોત્રીએ કાશ્મીરમાં થયેલી હિંસાને લઇ પોસ્ટ કર્યું હતું. ત્યારે એક યૂઝરે મણિપુર ફાઈલ્સ બનાવવાની વાત કહી દીધી.
ધ કાશ્મીર ફાઈલ્સ અનરિપોર્ટેડની વાત કરતા નિર્માતાએ એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તે કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારો વિશે વાત કરે છે. વિવેકે ટ્વીટ કરી, ભારતીય ન્યાયપાલિકા કાશ્મીરી હિંદુ નરસંહારની અદેખાઈ કરી રહી છે. હજુ પણ આપણા બંધારણમાં કરવામાં આવેલી જોગવાઈએ અનુસાર કાશ્મીરી હિંદુઓના અધિકાર અને તેમની રક્ષા કરવામાં અસફળ સાબિત થયા છે.
યૂઝરે મણિપુર ફાઈલ્સ બનાવવાની વાત કરી
આ પોસ્ટ પર એક યૂઝરે રિએક્શન આપ્યું છે. તેમણે લખ્યું, સમય વ્યર્થ ન કરો, જાઓ અને એક ફિલ્મ મણિપુર ફાઈલ્સ પર બનાવો. જો ખરેખર તારી અંદર ખેરખર કશુ કરવાની તાકાત છે. આ ટ્વીટનો જવાબ આપતા વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે, શું બધા વિષયો પર તે જ ફિલ્મ બનાવશે, તો ઈન્ડસ્ટ્રીના બાકીના ફિલ્મ નિર્માતાઓ શું કરશે. આભાર તમારો કે તમે મારા પર વિશ્વાસ દેખાડ્યો. પણ બધી ફિલ્મો મારી પાસેથી જ બનાવડાવશો કે શું. તારી ઈન્ડિયા ટીમમાં કોઈ ફિલ્મમેકર નથી કે શું.
Thanks for having so much faith in me. Par saari films mujhse hi banwaoge kya yaar? Tumhari ‘Team India’ mein koi ‘man enough’ filmmaker nahin hai kya? https://t.co/35U9FMf32G
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) July 21, 2023
શું થયું મણિપુરમાં
પાછલા બે મહિનાથી મણિપુરમાં હિંસા ચાલી રહી છે. રાજ્યમાં 3 મેના રોજ કુકી સમુદાય અને મેતઈ સમુદાયની વચ્ચે જાતિના આરક્ષણને લઇ વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અત્યાર સુધીમાં 150થી વધારે લોકોએ આ વિવાદને લીધે જીવ ગુમાવ્યો છે તો 50 હજારથી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp