નકલી નોટ મામલે ચોંકાવનારો ખુલાસો, 500 રૂ.ની 14.6% વધી ગઇ, 10-100-2000ની ઘટી

ભારતીય રિઝર્વ બેંકના વાર્ષિક રિપોર્ટ અનુસાર, ગત વર્ષની સરખામણીમાં 2022-23માં બેંકિંગ પ્રણાલી દ્વારા પકડવામાં આવેલી 500 રૂપિયાની નકલી નોટોની સંખ્યા 14.6 ટકા વધીને 91110 નોટ થઈ ગઈ. મંગળવારે જાહેર રિપોર્ટ અનુસાર, આ અવધિમાં સિસ્ટમ દ્વારા પકડવામાં આવેલી 2000 રૂપિયાના મૂલ્યવર્ગની નકલી નોટોની સંખ્યા 28 ટકા ઘટીને 9806 નોટ રહી ગઈ. જોકે, બેંકિંગ ક્ષેત્રમાં પકડાયેલી નકલી ભારતીય મુદ્રા નોટોની કુલ સંખ્યા ગત નાણાકીય વર્ષમાં 230971 નોટોની સરખામણીમાં 2022-23માં ઘટીને 225769 નોટ રહી ગઈ. ઉલ્લેખનીય છે કે, તે 2021-22માં વધી ગઈ હતી.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના વાર્ષિક રિપોર્ટમાં 20 રૂપિયાના મૂલ્યવર્ગમાં મળી આવેલી નકલી નોટોમાં 8.4 ટકાનો વધારો અને 500 રૂપિયા (નવી ડિઝાઇન) મૂલ્યવર્ગમાં 14.4 ટકાની વૃદ્ધિ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. બીજી તરફ, 10 રૂપિયા, 100 રૂપિયા અને 2000 રૂપિયાની નકલી નોટોમાં ક્રમશઃ 11.6 ટકા, 14.7 ટકા અને 27.9 ટકાનો ઘટાડો આવ્યો છે.

સામાન્ય સરકારી ખાધ અને દેવા જીડીપીના ક્રમશઃ 9.4 ટકા અને 86.5 ટકા પર આવી ગયુ છે, જે 2022-23માં ક્રમશઃ 13.1 ટકા અને 2020-21માં 89.4 ટકાના ચરમ સ્તર પર હતો. આ વાત ભારતીય રિઝર્વ બેંકે 2022-23ના પોતાના વાર્ષિક રિપોર્ટમાં કહી છે. સરકારી નાણા પર ટિપ્પણી કરતા રિપોર્ટે કહ્યું, વિશ્વસનીય રાજકોષીય સમેકન માટે પ્રતિબદ્ધ હોવા દરમિયાન, સરકારે સંવર્ધિત પૂંજીગત વ્યયના માધ્યમથી નિવેશ ચક્રમાં પુનરુદ્ધારનું નેતૃત્વ કર્યું છે, અંગત નિવેશમાં ક્રાઉડિંગ-ઇન દ્વારા તેના ગુણક પ્રભાવોને ઓળખ્યા છે અને અર્થવ્યવસ્થાની વિકાસ ક્ષમતાને વધારી છે.

એ રેખાંકિત કરવામાં આવ્યું છે કે, નીતિગત બફર્સના પુનર્નિમાણ અને દેવા સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે રાજકોષીય સમેકનને બનાવી રાખવાની આવશ્યકતા હશે. રિપોર્ટમાં સલાહ આપવામાં આવી છે કે, ડિજિટલીકરણ પર નિરંતર ભાર અર્થવ્યવસ્થાના વધુ ઔપચારિકકરણમાં સહાયતા કરી શકે છે અને આ રીતે ઉચ્ચ કર આધાર, વિકાસાત્મક વ્યય માટે આવશ્યક સંશાધન પેદા કરી શકે છે.

ભારતીય રિઝર્વ બેંકે હાલમાં 2000 રૂપિયાની નોટોને પાછી લેવાની જાહેરાત કરી છે અને તેને જમા કરાવવા અથવા બદલવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું, માત્રા પ્રમાણે 31 માર્ચ, 2023 સુધી કુલ પ્રચલિત મુદ્રામાં 500 રૂપિયાની નોટોની હિસ્સેદારી 37.9 ટકા છે જે સૌથી વધુ છે. ત્યારબાદ 10 રૂપિયાની નોટનું સ્થાન છે, જેની હિસ્સેદારી 19.2 ટકા છે. માર્ચ 2023ના અંત સુધી 500 રૂપિયાની કુલ 516338 લાખ નોટ ચલણમાં હતી, જેનું કુલ મૂલ્ય 2581690 કરોડ રૂપિયા છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.