સમીર વાનખેડેએ બોમ્બે હાઇકોર્ટમાં CBI સામે જ સવાલ ઉભો કરી દીધો, મંજૂરી ખોટી છે

PC: livelaw.in

Narcotics Control Bureau (NCB)ના પૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ બુધવારે બોમ્બે હાઈકોર્ટમાં CBI પર આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા ભ્રષ્ટાચારના આરોપમાં તેમની સામે કાર્યવાહી કરવા માટે લેવામાં આવેલી મંજૂરી માન્ય નથી. તેમનું કહેવું છે કે તપાસ એજન્સીઓએ કેન્દ્રીય મંત્રાલય પાસેથી મંજૂરી લીધી હતી.

સમીર વાનખેડેના વકીલ આબાદ પોંડાએ ન્યાયાધીશ એ એસ ગડકરી અને એસજી ડીગેની બેંચ સમક્ષ દલીલ કરી હતી કે વાનખેડેની તપાસની મંજૂરી ગૃહ મંત્રાલય પાસે લેવામાં આવી હતી જે ખોટું છે, કારણકે સમીર વાનખેડે  Indian Revenue Service (IRS)ના અધિકારી હતા.

વકીલ આબાદ પાંડેએ કહ્યું કે, સમીર વાનખેડે નાણાં મંત્રાલયને આધિન કામ કરી રહ્યા હતા.તેમને લોન તરીકે NCBમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જે ગૃહ મંત્રાલય અંતગર્ત આવે છે.

પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ 17 A હેઠળ, કોઇ પણ જાહેર સેવકની તપાસ કરતા પહેલા મંજૂરી લેવી જરૂરી હોય છે. સમીર વાનખેડેના કેસમાં CBIએ મંજૂરી લીધી હતી, પરંતુ એ મંજૂરી ગૃહ મંત્રાલય પાસેથી લેવામાં આવી હતી. આ વાતનો આધાર બનાવીને સમીર વાનખેડેના વકીલ દલીલ કરી રહ્યા છે કે તેઓ નાણા મંત્રાલય હેઠળ કામ કરે છે એટલે ગૃહ મંત્રાલય પાસેથી મંજૂરી ન લેવી જોઇએ.

CBIએ સમીર વાનખેડેની સામે ભ્રષ્ટાચાર અને લાંચનો કેસ નોંધાવેલો છે. વાનખેડે પર આરોપ છે કે તેમણે ‘મુંબઇ ક્રુઝ ડ્રગ્સ કેસ’માં આર્યન ખાનને કેસમાંથી બહાર કાઢવા માટે શાહરૂખ ખાન પાસેથી 25 કરોડ રૂપિયાની લાંચ માંગી હતી. સમીર વાનખેડે અને શાહરૂખ ખાન વચ્ચેની એક કથિત વ્હોટેસેપ ચેટ પણ સામે આવી હત. વાનખેડેનો દાવો છે કે શાહરૂખ ખાને પોતાના પુત્ર આર્યનનું ધ્યાન રાખવા માટે મેસેજ કર્યો હતો,જ્યારે આર્યન ખાનની અટકાયત કરવામાં આવી હતી.

સમીર વાનખેડે તેમના પર થયેલી  FIRને રદ કરવા માટે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા અને ધરપકડથી વચગાળાનું રક્ષણ પણ માંગ્યું. હાઈકોર્ટે વાનખેડેને કોઈપણ જબરદસ્તી કાર્યવાહીથી વચગાળાનું રક્ષણ આપ્યું હતું. બુધવારે, આ રક્ષણ 5 જુલાઈ સુધી લંબાવવામાં આવ્યું હતું જ્યારે હાઈકોર્ટ આ અરજી પર વધુ સુનાવણી કરશે.

વર્ષ 2021ની 2જી ઓકટોબરે મુંબઇના કાર્ડલિયા ક્રુઝ પર NCBએ દરોડા પાડ્યા હતા જેમાં શાહરૂખના પુત્ર આર્યન ખાન સહિત 19 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp