BBC ડોક્યૂમેન્ટ્રી વિવાદ સુપ્રીમમાં પહોંચ્યો, જાણો કાયદા મંત્રી શું બોલ્યા?

PC: dailyexcelsior.com

ગુજરાત દંગાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઇને બનાવવામાં આવેલી BBC ડોક્યૂમેન્ટ્રી પર પ્રતિબંધ લગાવવાનો મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોંચી ચૂક્યો છે. આ અંગે દેશના કાયદા મંત્રી કિરેન રિજિજુએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે ડોક્યૂમેન્ટ્રી પર પ્રતિબંધને પડકાર આપતી અરજીઓને સુપ્રીમ કોર્ટના કિંમતી સમયનો બરબાદ કરાર આપી દીધો. ગુજરાત દંગાઓ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ પર સવાલ ઉઠાવનારી BBC ડોક્યૂમેન્ટ્રી ક્લિપને શેર કરતા રોકવાળા સરકારી આદેશ વિરુદ્ધ દાખલ કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટ આગામી મહિને વિચાર કરશે.

કાયદા મંત્રી કિરેન રિજિજુએ ટ્વીટ કરી કે, ‘આ પ્રકારે તેઓ માનનીય સુપ્રીમ કોર્ટનો કિંમતો સમય બરબાદ કરે છે, જ્યાં હજારો સામાન્ય નાગરિક ન્યાય માટે રાહ જોઇ રહ્યા છે અને તારીખો માગી રહ્યા છે.’ ‘ઇન્ડિયા ધ મોદી ક્વેશ્ચન’ ટાઇટલવાળી ડોક્યૂમેન્ટ્રીને સરકાર દ્વારા પક્ષપાતી બતાવીને તેનું ખંડન કરવામાં આવ્યું છે. સાથે જ સોશિયલ મીડિયા પર તેની સાથે જોડાયેલી ક્લિપ શેર કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારના સલાહકાર કંચન ગુપ્તાએ ટ્વીટર પર કહ્યું કે, IT નિયમો હેઠળ સરકારને ઉપલબ્ધ ઇમરજન્સી શક્તિઓનો ઉપયોગ કરીને ક્લિપને શેર કરતા રોકવાના નિર્દેશ જાહેર કરવામાં આવ્યા હતા.

BBCનું કહેવું છે કે, ડોક્યૂમેન્ટ્રી પર ગંભીરતાથી શોધ કરવામાં આવી હતી અને તેમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની પ્રતિક્રિયાઓ સહિત ઘણા પ્રકારના મંતવ્યો સામેલ હતા. મુખ્ય ન્યાયાધીશ ડી.વાઇ. ચંદ્રચૂડે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ આગામી અઠવાડિયે અરજીઓ પર સુનાવણી કરશે. વકીલ એમ.એલ. શર્માએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીઓમાંથી એકમાં સરકારના પગલાંનો વિરોધ કર્યો છે. ડોક્યૂમેન્ટ્રીની સોશિયલ મીડીયા લિંકને હટાવવાના આદેશ પર વકીલ પ્રશાંત ભૂષણ, પત્રકાર એન. રામ અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાંસદ મહુઆ મોઇત્રા દ્વારા એક અલગ અરજી દાખલ કરવામાં આવી છે.

દેશના ઘણા વિદ્યાર્થી સંગઠનો અને વિપક્ષી પાર્ટીઓએ પ્રતિબંધનો વિરોધ કરતા ડોક્યૂમેન્ટ્રીનું સાર્વજનિક સ્ક્રિનિંગનું આયોજન કર્યું છે. ઘણી કોલેજોમાં વિદ્યાર્થીઓની કોલેજના અધિકારીઓ અને પોલીસ સાથે ઘર્ષણ થયા અને કેટલાકને થોડા સમય માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા. સુપ્રીમ કોર્ટની દેખરેખમાં થયેલી તપાસ બાદ વર્ષ 2012માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દોષમુક્ત કરી દેવામાં આવ્યા હતા અને તેમની મુક્તિ પર સવાલ ઉઠાવનારી એક અરજીને ગયા વર્ષે ફગાવી દેવામાં આવી હતી. ગયા અઠવાડિયે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પણ ડોક્યૂમેન્ટ્રીને પ્રોપગેન્ડા કરાર આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp