ટ્રાફિકથી બચવા ડ્રાઈવરે ફૂટઓવર બ્રીજ પર રીક્ષા ચઢાવી દીધી, જુઓ Video

PC: ndtv.in

દિલ્હીમાં એક રીક્ષાચાલકે ટ્રાફિક જામથી બચવા માટે ભીડવાળા ફૂટઓવર બ્રીજ પર રીક્ષા ચઢાવી દીધી. આ ઘટના દિલ્હીના હમદર્દ નગર રેડ લાઇટ સંગમ વિહાર ટ્રાફિક સર્કલ પર બની. ઉલ્લેખનીય છે કે રીક્ષાચાલક ફૂટઓવર બ્રીજની નીચેના રસ્તા પર જામમાં ફસાયેલો હતો. ટ્રાફિકથી બચવાની કોશિશમાં તેણે રીક્ષા ફૂટપાથ પર ચઢાવી દીધી અને પછી ફૂટઓવર બ્રીજના દાદર પર રીક્ષા ચલાવવાનું શરૂ કરી દીધું. ડ્રાઈવરની ઓળખ 25 વર્ષના મુન્નાના રૂપમાં થઇ છે.

વીડિયોમાં તમે જોઇ શકો છો કે જ્યારે ડ્રાઈવર રીક્ષાને પુલ પર ચલાવે છે ત્યારે રીક્ષામાં કોઇ સવારી હતી નહીં. જોકે ડ્રાઈવરને દાદર પર રીક્ષા ચઢાવવામાં મદદ કર્યા પછી એક અન્ય વ્યક્તિને રીક્ષામાં બેસતો જોઇ શકાય છે.

તેની વચ્ચે ફૂટઓવર બ્રીજ પર ચાલી રહેલા લોકો આ જોઇને ચોંકી જાય છે. ત્યાર પછી ત્યાં ચાલતા લોકોએ રીક્ષાચાલકને આગળ જવા માટે જગ્યા કરી આપી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી દિલ્હી પોલીસે રીક્ષા જપ્ત કરી લીધી અને 25 વર્ષીય રીક્ષાચાલકની ધરપકડ કરી લીધી. જે સંગમ વિહારનો નિવાસી છે. જે વ્યક્તિએ રીક્ષાચાલકની મદદ કરી અને રીક્ષામાં બેસી ગયો તેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. તેની ઓળખ સંગમ વિહાર નિવાસી અમિતના રૂપમાં થઇ છે. આ ઘટના 3 સપ્ટેમ્બરની છે.

ધરપકડ કરવામાં આવેલ રીક્ષાચાલકનું કહેવું છે કે તેની માતાની તબિયત ખરાબ થઇ ગઇ હતી અને તેને તરત હોસ્પિટલ લઇ જવાની હતી. માટે તેણે આ પગલું ભર્યું.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો હમદર્દ નગરનો છે. જેમાં મુન્ના નામનો રીક્ષાચાલક ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતો જોવા મળ્યો. સામાન્ય પગપાળા જનારા લોકો માટે ફૂટઓવર બ્રીજ બનાવવામાં આવ્યો છે. તેના પર તેણે રીક્ષા ચલાવી દીધી અને રીક્ષાને લઇ જવામાં જે અન્ય વ્યક્તિએ મદદ કરી હતી, તેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.

ખેર, દિલ્હીના આ વિસ્તારો જેવા કે મેહરોલી, બદરપુર રોડ પર મેટ્રો કામના લીધે રોજ જામની સમસ્યા રહે છે. જોકે રવિવારના દિવસે પણ જામ જેવી સમસ્યાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. એમ પણ દેશની રાજધાની દિલ્હીમાં ટ્રાફિક સમસ્યા એક સામાન્ય વાત છે. દિલ્હીમાં જ્યારે પણ તમે કશે ચાલ્યા જાઓ તો તમને ટ્રાફિક જેવી સમસ્યાનો સામનો કરવો જ પડે છે. પણ સંગમ વિહારમાં રીક્ષાચાલકે જામથી બચવા જે ઉપાય કર્યો તે યોગ્ય નહોતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp