Video: ચાલતા મોપેડ પર કિસ કરતા હતા છોકરો-છોકરી, પોલીસે ભણાવ્યો પાઠ

PC: aajtak.in

લખનૌના હજરતગંજ વિસ્તારમાં આપત્તિજનક સ્થિતિમાં મોપેડ પર ફરી રહેલા યુવકની લખનૌ પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસે આ મામલામાં પબ્લિક પ્લેસ પર અશ્લીલતા ફેલાવવા તેમજ અન્ય કલમો હેઠળ કેસ દાખલ કરી લીધો છે. આ ક્રમમાં બુધવારે હજરતગંજ પોલીસે આ કાર્યવાહી કરી છે.

મામલો રાજધાની લખનૌના હજરતગંજ વિસ્તારનો છે. મંગળવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો, જેમા રસ્તા પર એક છોકરો મોપેડ ચલાવી રહ્યો છે. તેની આગળ એક યુવતી બેઠી છે. યુવતીએ યુવકને પકડી રાખ્યો છે અને વારંવોર તે છોકરાને કિસ કરી રહી છે. આ ઘટનાનો વીડિયો કોઈ રાહદારે બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો. જોતજોતામાં આ વીડિયો વાયરલ થવા માંડ્યો. વીડિયો ધ્યાન પર આવ્યા બાદ પોલીસે આ મામલામાં કેસ દાખલ કરી લીધો છે અને આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે.

બુધવારે હજરતગંજ પોલીસે CCTVની મદદથી મોપેડનો નંબર શોધી કાઢીને યુવકની ધરપકડ કરી લીધી છે. સાથે જ તેનું મોપેડ પણ સીઝ કરી લીધુ છે. આરોપી યુવકનું નામ વિક્કી જણાવવામાં આવી રહ્યું છે. તે લખનૌના ચિનહટનો રહેવાસી છે. મળતી માહિતી અનુસાર, યુવકની સાથે મોપેડ પર સવાર યુવતી સગીર છે.

વીડિયો વાયરલ થતા જ સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા આવવાની શરૂ થઈ ગઈ છે. એક યુઝરે ટ્વિટ કરીને લખ્યું, તેહઝીબના શહેર લખનૌમાં બેશર્મી... હજરતગંજમાં જીવને જોખમમાં મુકીને ખુલ્લેઆમ મોપેડ પર બેશર્મી કરતા યુવક-યુવતીનો વીડિયો થયો વાયરલ... લખનૌના ટ્રાફિક પોલીસને આ સ્ટંટબાજ કપલ ના દેખાયુ? તેમજ, અન્ય એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું કે, નિયમ અનુસાર તો આ મોહતરમા અને સજ્જન બંનેએ જ માથા પર હેલમેટ પહેરેલું હોવુ જોઈએ. પરંતુ, કદાચ ત્યાં ઈશ્કનું ઝૂનુન સવાર છે. આશા છે કે, તેમનું ચલણ સુનિશ્ચિત હશે. આ રસ્તા પર દુર્ઘટનાને પ્રોત્સાહન આપવા જેવુ છે.

રસ્તા પર ચાલતા મોપેડ પર ખુલ્લેઆમ આ પ્રકારની હરકત તે બંને માટે તો ખતરનાક છે જ પરંતુ, સાથે જ તે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન પણ છે. આ બંને વાતો ઉપરાંત, આ મામલામાં સામાજિક પહેલું પણ છે. ખુલ્લેઆમ આ પ્રકારની હરકત અશોભનીય છે સાથે જ તેનો બાળકો પર ખોટો પ્રભાવ પડી શકે છે. એટલું જ નહીં, તેમને આવુ કરતા જોઈ અન્ય યુવક-યુવતીઓ પણ આવુ કરવા માંડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp