
સંત કહે છે કે ભગવાન શ્રદ્ધાના ભૂખ્યા છે. તમારી પાસે જે કંઈ રૂખુ-સુકુ હોય, તમે ચોખ્ખા મનથી સતત દેવતાઓને અર્પિત કરો છો તો તેને સ્વીકાર કરે છે. રામનવમીના પાવન પર્વ થોડા દિવસો અગાઉ જ ગયો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો લોકોને ભાવુક કરી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે, ભગવાન શ્રીરામની શોભાયાત્રા નીકળી રહી છે. લોકો ધામધૂમથી નાચતા-ગાતા ભગવાન રામના ગુણગાન ગાઇ રહ્યા છે. રસ્તાની બાજુમાં શાકભાજીની દુકાન લગાવનારી દાદીની પણ ઈચ્છા હોય છે કે તે ભગવાન શ્રીરામની શોભાયાત્રા પર પુષ્પાવર્ષા કરે.
તે ભગવાન રામનો જયકારો લગાવે છે, પરંતુ તેની પાસે ફૂલ નહોતા. જ્યાં સુધી તે ક્યાંકથી માંગીને કે ફૂલ ખરીદીને ફૂલનો જુગાડ કરતી, શોભાયાત્રા આગળ વધી જાય તેમ હોય છે. એવામાં દાદીએ જે કંઈ કર્યું, તે તમારું હૃદય હચમચાવી મુકાશે, તમને ભાવવિભોર કરી દેશે. એક ભક્ત અને ભગવાનનો અસલી સંબંધ આ વીડિયોમાં સમજ આવે છે. દાદી તાત્કાલિક જમીન પર સજેલી શાકભાજીઓની ટોપલીમાંથી ધાણાના પાંદડા લઈ આવી અને ભગવાન રામની શોભાયાત્રા પર વરસાવવા લાગી.
आज माता सीता की रसोईं हरी धनिया पत्तों के सुगंध से भर गयी होगी।
— हम लोग We The People (@ajaychauhan41) April 1, 2023
भगवान राम की शोभायात्रा निकल रही थी, उस सब्जी बेचने वाली वृद्धा माँ के पास निछावर करने के लिए फूल नही थे तो भाव में धनिया के पत्ते उठाकर यात्रा पर बरसाने लगीं। यह दृश्य देखकर मन गद्गद, आह्लादित और भावातिरेक हो उठा। pic.twitter.com/PjPXK01UAZ
જેણે પણ આ દૃશ્ય જોયું, ભાવવિભોર થઈ ગયું. એવી આસ્થા અને એવા ભક્તને પ્રણામ કરવા લાગ્યા. સોશિયલ મીડિયા પર હજારો લોકો આ વીડિયોને જોઈ ચૂક્યા છે. લોકોએ લખ્યું કે, ‘આજે માતા સીતાની રસોઈ લીલા ધાણાના પાંદડાઓની સુગંધથી ભરાઈ ગઈ હશે. ભગવાન રામની શોભાયાત્રા નીકળી રહી હતી. એ દરમિયાન શાકભાજી વેચનારી વૃદ્ધ દાદી પાસે ફૂલો નાંખવા માટે નહોતા, તો ભાવમાં ધાણાના પાંદડા ઉઠાવીને યાત્રા પર વરસાવવા લાગી. આ દૃશ્ય જોઈને મન ગદગદ અને ખીલી ઉઠ્યું.
પિયુષ ગુપ્તા નામના યુઝરે લખ્યું કે, તેમનું ધાણું માતા શબરીના બોર જેવા માલ્યાવન છે. ભગવાન જરૂર આ માતાની ખબર લેશે. ઘણા લોકોએ કહ્યું કે, આ ભક્તિ ભાવની સર્વશ્રેષ્ઠ સ્થિતિ છે.એક યુઝરે લખ્યું કે, શબરીએ માત્ર પ્રભુ શ્રીરામને બોર આપ્યા હતા, આજે શબરીએ માતા સીતાને પણ ધની બનાવી દીધા. ધૂમકેતુ નામના યુઝરે લખ્યું કે, માતાના આ ભાવે મનને પ્રેમ અને શ્રદ્ધાથી ભરી દીધુ. બિટ્ટુ નામના યુઝરે લખ્યું કે હંમેશાં ગરીબ જ મોટા દિલવાળા હોય છે. આ વીડિયો મધ્ય પ્રદેશના વિદિશાનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, મહિલાનું નામ રામકલી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp