રખડતા કૂતરા અંગે જજ અકળાયા, વકીલને કહ્યું- કૂતરાને કોણ સમજાવશે?

PC: abplive.com

રખડતા કૂતરાઓ અંગે ચાલી રહેલી સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ ગૌતમ પટેલે એક પ્રશ્ન પૂછ્યો હતો, જેનાથી વકીલની બોલતી બંધ થઇ ગઈ હતી. વાસ્તવમાં વકીલની દલીલ એવી હતી કે, જો એક નિશ્ચિત મર્યાદા રાખીને રખડતા કૂતરાઓને ખાવાનું આપવામાં આવે તો અકસ્માત નહીં થાય. જસ્ટિસ ગૌતમ પટેલનો પ્રશ્ન હતો કે, તમે અમને સમજાવો અને અમે તમને સમજાવી શકીએ. પરંતુ કોઈ કૂતરા અને સિંહ સાથે કેવી રીતે વાત કરી શકે. અમે તેમને કઈ ભાષામાં સમજાવીએ?

બોમ્બે હાઈકોર્ટ નવી મુંબઈમાં સીવુડ્સ સોસાયટીના છ રહેવાસીઓની અરજી પર સુનાવણી કરી રહી હતી. આ લોકોએ જણાવ્યું કે, સોસાયટીના મેનેજમેન્ટ દ્વારા તેમને રખડતા કૂતરાઓને ખવડાવવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. હાઈકોર્ટે આ મુદ્દે નક્કર નિર્ણય લેવો જોઈએ તેવી તેમની અરજી હતી. તેણે નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને કૂતરાઓને ખવડાવવા માટે કેટલીક જગ્યાઓ નક્કી કરવા કહેવું જોઈએ જેથી કરીને બિનજરૂરી મુશ્કેલી ટાળી શકાય. બીજી તરફ કેટલાક શ્વાન પ્રેમીઓએ જણાવ્યું હતું કે આ રિટ અર્થહીન છે. કૂતરા ચોક્કસપણે રખડતા હોય છે પરંતુ તેમને પણ કાળજીની જરૂર હોય છે.

જસ્ટિસ ગૌતમ પટેલે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કહ્યું કે, બોમ્બે હાઈકોર્ટમાં પણ આ સમસ્યા હતી. પરંતુ અમે તેને હોશિયારીથી ઉકેલી. હવે અહીં કૂતરાઓનો આતંક નથી. તેણે હસીને કહ્યું કે, જો તમે કૂતરાઓને થોડો પ્રેમ અને ખાવાનું આપો તો તેઓ સૂઈ જાય છે. તમે લોકોએ તેમને થોડુંક ખાવાનું આપવું જોઈએ. તેમની સંભાળ રાખો. તેમણે કહ્યું કે, કૂતરાઓ એ નથી સમજતા કે તેમને સીવુડ્સ સોસાયટીમાં જવાની મનાઈ છે. કોર્ટે કહ્યું કે, જો કૂતરાઓને ખાવાનું અને પ્રેમ ન મળે તો તેઓ ગુસ્સે થઈ જાય છે અને ત્યારે જ તેઓ કોઈને નિશાન બનાવવા લાગે છે.

હાઈકોર્ટે કહ્યું કે, એકવાર કૂતરાઓને ખવડાવવા માટેની જગ્યાઓ નક્કી થઈ જાય, પછી એવા લોકોની જરૂર પડશે જેઓ તેમના ખાવાની અને દવાની વ્યવસ્થા કરશે. કોર્ટે એવા લોકોની યાદી બનાવવા કહ્યું કે, જેઓ કૂતરાઓની સંભાળ રાખવા ઇચ્છુક હોય. જેની સુનાવણી 20 માર્ચે હાથ ધરાશે. જો કે, સોસાયટીના મેનેજમેન્ટે તેની મર્યાદામાં આવતા શ્વાનને ખવડાવવા માટે ત્રણ જગ્યાઓ પસંદ કરી છે. પરંતુ જસ્ટિસ પટેલે બે નામંજૂર કર્યા હતા. તેમણે કહ્યું કે બે એકરનો પ્લોટ તેમને ખવડાવવા માટે આદર્શ રહેશે. નકારવામાં આવેલી બે સાઇટ્સમાંથી, એક રોડની આજુબાજુની હતી. કોર્ટે કહ્યું કે ત્યાં કૂતરાઓને ખવડાવવાથી અકસ્માત થઈ શકે છે. જ્યારે બીજો પ્લોટ શાળાની સામે હતો.

સીવુડ્સ સોસાયટી વતી એડવોકેટ આદિત્ય પ્રતાપે પોતાની દલીલો રજૂ કરી હતી. જ્યારે આભા સિંહ શ્વાન પ્રેમીઓ વતી હાજર રહ્યા હતા. આ મામલે કોર્ટ દ્વારા એડવોકેટ જલ અંધયાર્જુનને એમિકસ ક્યુરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેણે કોર્ટ સમક્ષ બંને પક્ષો વચ્ચેના સમાધાનનો મુસદ્દો રજૂ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp