BJP નેતા ઈશ્વરપ્પાનું વિવાદિત નિવેદન, કહ્યું- અમને નથી જોઈતા મુસ્લિમોના વોટ

PC: economictimes.indiatimes.com

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 10 મેના રોજ વોટિંગ થવાનું છે. આ પહેલા પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ મંત્રી કે એસ ઈશ્વરપ્પાએ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, તેમને વિધાનસભા ચૂંટણીમાં મુસ્લિમ વોટોની જરૂર નથી. તેમના આ નિવેદનને લઇને કર્ણાટક ચૂંટણી પહેલા એક નવી રાજકીય બવાલ શરૂ થઈ ગઈ છે.

ઈશ્વરપ્પાએ કહ્યું કે, વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને શિવમોગા શહેરના 60 હજાર મુસ્લિમોના વોટોની જરૂર નથી. ગત 24 એપ્રિલે કર્ણાટકમાં શિવમોગાની પાસે વિનોબા નગરમાં ઈશ્વરપ્પાએ એક જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, આપણે તમામ જાતિના લોકો સાથે વાતચીત કરીને એ જાણકારી મેળવવી જોઈએ કે BJP ની સરકારના દોરમાં તેમને કયા-કયા લાભો મળ્યા છે. શહેરમાં આશરે 60 હજાર મુસ્લિમોની વસતી છે, અમને તેમના વોટોની જરૂર નથી.

તેમણે પોતાના સંબોધન દરમિયાન કહ્યું હતું કે, જરૂર, એવા ઘણા મુસલમાનો પણ છે, જેમને BJP સરકાર તરફથી વ્યક્તિગત રીતે લાભ થયો છે, જરૂરિયાતના સમયે મદદ મળી છે અને તેઓ અમને વોટ આપશે. રાષ્ટ્રવાદી મુસ્લિમ ભારતીય જનતા પાર્ટીને જ વોટ આપશે. ઈશ્વરપ્પાના જનસભા સમક્ષ ભાષણમાં એવુ પણ કહ્યું હતું કે, તેમની સરકારમાં કોઈપણ હિંદુને કોઈ પ્રોબ્લેમ નથી થયો, તેઓ સુરક્ષિત રહ્યા છે. તેમના પર કોઈએ પણ હુમલો કરવાની હિંમત નથી કરી.

ઈશ્વરપ્પાએ કહ્યું હતું કે, BJPની સરકારમાં હિંદુ સુરક્ષિત હતા. હિંદુઓ પર હુમલો કરવાની કોઈની હિંમત ના થઈ. લોકોનું માનવુ છે કે, જો BJP ને સરકારમાં જીત ના મળી તો હિંદુ એટલા સુરક્ષિત નહીં રહી શકશે, જેટલા BJP શાસનમાં રહી રહ્યા છે. ચૂંટણી આયોગના જણાવ્યા અનુસાર, કર્ણાટકમાં 10 મે ના રોજ વિધાસભા ચૂંટણી યોજાશે. ચૂંટણીનું સમાપન એક જ ચરણમાં થશે. ત્યારબાદ 13 મેના રોજ મતની ગણતરી કરવામાં આવશે.

કર્ણાટક ચૂંટણીમાં મુસ્લિમ વોટરોને લઇને જ્યારે કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાને સવાલ કરવામાં આવ્યો, તો તેમણે કહ્યું, કર્ણાટકમાં પણ એવુ લાગે છે કે, મુસ્લિમોએ નિર્ણય કરી લીધો છે કે કોંગ્રેસ સત્તામાં પાછી આવશે અને તેમને કોંગ્રેસ તથા તેમના નેતૃત્વ પર વિશ્વાસ છે. કોંગ્રેસ એકમાત્ર એવી પાર્ટી છે જે રાજ્યમાં અલ્પસંખ્યકોના હિતોની રક્ષા કરે છે. અમે મુસ્લિમ સમુદાય અને ખ્રિસ્તી સમુદાયમાંથી પણ 90 ટકા કરતા વધુની અપેક્ષા કરી રહ્યા છીએ. નિશ્ચિતરૂપે જ તેઓ કોંગ્રેસને જ વોટ આપશે. મને આ જ આશા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp