ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું- જ્યાં સુધી ભારત હિન્દુ રાષ્ટ્ર નહીં બને ત્યાં સુધી..

PC: tv9hindi.com

મધ્ય પ્રદેશના બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી હમેંશા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા હોય છે, ચમત્કારની વાત હોય, હિંદુ રાષ્ટ્રની વાત હોય ધીરેન્દ્ર શાસ્ત્રી વિવાદમાં રહેતા હોય છે. હવે તેમણે કર્ણાટકના લોકો માટે એક નિવેદન આપ્યું છે જેને કારણે ભારે ચર્ચા ઉભી થઇ છે. પોતાને બાગેશ્વર સરકાર તરીકે ઓળખાવતા ધીરેન્દ્ર શાસ્ત્રી થોડા દિવસો પહેલા ગુજરાતની 10 દિવસની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે ઓડિશાના ટ્રેન અકસ્માત વિશે પોતાને ખબર હોવાની વાત કહી એ વાતનો પણ ભારે વિવાદ ઉભો થયો હતો.

બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પોતાના નિવેદનોને કારણે ઘણી વખત ચર્ચામાં રહે છે. હવે તેમણે કર્ણાટકને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હવે કર્ણાટકમાં પણ રામ અને હનુમાનના નામની ચર્ચા થશે. જ્યાં સુધી હિન્દુઓ એક નહીં થાય, જયા સુધી ભારત હિન્દુ રાષ્ટ્ર નહીં બને ત્યાં સુધી હું તમને બધાને જગાડતો રહીશ.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું, અમે કર્ણાટકના લોકોને ભૂત નહીં, પરંતુ ભગવાન પકડાવીશું. અમારા Wi-Fi માં તમામ સિગ્નલો છે. તમે જે સાંભળી શકો તે જ પૂછજો. દુનિયામાં એવું કોઈ નથી કે જેનું કોઇ કાંડ ન હોય. જેઓ કહે છે કે ભગવાન નથી તેમને થપ્પડ મારવા માટે આ સિદ્ધિઓ છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, સનાતન શું છે તેના પર હું પુસ્તક લખી રહ્યો છે.

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, જે ધર્માતરણ કરાવી રહ્યા છે, તેમને હવે છોડવામાં નહીં આવશે. સનાતનને છોડીને હનુમાનની શક્તિઓનીનો સામનો કરવાની કોઇનામાં તાકાત નથી. તેમને ઉઘાડા પાડી દઇશું. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે અમારો એક જ સ્વાર્થ છે ભારત રામમય થઇ જાય.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે અમારી પાર્ટી બજરંગ બલીની પાર્ટી છે. જે સાક્ષીની સાથે થયું તે ફરી બીજા કોઇ સાથે ન થાય તેના માટે અમે સંઘર્ષ કરી રહ્યા છીએ. અમે ધર્મના વિરોધી નથી, અમે કટ્ટર સનતાની છીએ. તેમણે કહ્યું કે ઇનકા જલના રહેગા અને હમારા જલવા રહેગા.

કર્ણાટક વિધાનસભાની તાજેતરની ચૂંટણીમાં કોંગ્રેસે ચૂંટણી પ્રચારમાં બજરંગ દળ પર પ્રતિબંધની વાત કરી હતી ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આખા કર્ણાટકમાં  બજરંગ બલીના પાઠ કરાવ્યા હતા. જો કે આમ છતા ભાજપ કર્ણાટકમાં ચૂંટણી હારી ગયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp