ટોપીવાળાઓ પાસેથી પણ રામ નામ બોલાવીશું: ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી, શક્તિનો કર્યો..
પોતાના નિવેદનો અને ચમત્કારિક શક્તિઓને કારણે વિવાદમાં આવેલા બાગેશ્વર ધામના મહારાજ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું છે કે, ધર્માંતરણ વિરુદ્ધ ઉઠાવેલા અવાજને કારણે ખ્રિસ્તી મિશનરીઓ તેમની વિરુદ્ધ ષડયંત્ર કરી રહ્યા છે. એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં બાગેશ્વર મહારાજે કહ્યું છે કે, તેઓ આ પ્રકારના ષડયંત્રોથી ડરતા નથી. પોતાની લાક્ષણિકતા અદાથી હસતાં હસતાં, તેમણે કહ્યું કે, તેઓ ટોપી વાળાઓ પાસેથી પણ પણ રામ નામ બોલાવીને રહેશે.
પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે, જ્યારથી તેણે દમોહમાં 160 પરિવારોને હિન્દૂ ધર્મમાં પરત મોકલ્યા છે અને આદિવાસી વિસ્તારોમાં દરબાર યોજવાનું શરૂ કર્યું છે, ત્યારથી તેમની વિરુદ્ધ હુમલાઓ સતત વધી ગયા છે. તેમનો આરોપ છે કે, ખ્રિસ્તી મિશનરીઓ ધર્મ પરિવર્તન માટે કરોડો રૂપિયા ખર્ચે છે. હવે તેઓ તેમની પાછળ પડી ગયા છે. તેણે દાવો કર્યો કે, તે આવા પડકારોથી ડરતો નથી. આ તો માત્ર શરૂઆત છે. તેઓ જાણે છે કે, તેમને આવા અનેક પડકારોનો સામનો કરવો પડશે.
તેમણે ઈન્ટરવ્યુમાં પોતાની ચમત્કારિક શક્તિઓનો પણ ખુલાસો કર્યો હતો. બાગેશ્વર સરકારે કહ્યું કે, ધ્યાનની પદ્ધતિ અનાદિ કાળથી ચાલી આવતી પરંપરા છે. તેમને આ વર્ચ્યુઅલ પાવર તેમના દાદા પાસેથી વારસામાં મળ્યો છે. જ્યારે કોઈ તેના દરબારમાં આવે છે, ત્યારે તેને પહેલેથી જ એ ખ્યાલ આવી જાય છે કે તેને આ સમસ્યા હોઈ શકે છે. તેઓ રામનું નામ લે છે અને તેને કાપલી પર લખી નાખે છે અને તે શાશ્વત શક્તિની તાકાત છે કે તે સાચું નીકળે છે.
પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે, સનાતન ધર્મમાં ઘણી શક્તિ છે. દુનિયાના પાદરીઓ અને મૌલવીઓ પણ તેની સામે ટકી શકતા નથી. તેઓ બાગેશ્વર ધામની આ શક્તિનો સામનો કરી શકતા નથી.
બાગેશ્વર મહારાજે આસ્થા અને અંધશ્રદ્ધાને લઈને ચાલી રહેલા વિવાદ પર આકરી ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, આ દેશમાં ચાદર ચઢાવવી અને મીણબત્તી પ્રગટાવવી એ એક શ્રદ્ધા છે, પરંતુ માનતાનું નાળિયેર ચઢાવવું એ અંધશ્રદ્ધા છે. ખબર નહીં લોકોને આવો દંભ ક્યાંથી લાવે છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ દાવો કર્યો હતો કે, ખાસ કરીને હિન્દુ બાબાઓ વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને તેમને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ તેઓ તેનાથી ડરતા નથી. તેઓ તો ટોપી પહેરનારાઓ પાસેથી પણ રામનું નામ બોલાવીને જ રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp