
કરનાલની કલ્પના ચાવલા સરકારી મેડિકલ કોલેજ (KCGMC)માં અભ્યાસ કરતી પેરામેડિકલ વિદ્યાર્થીઓએ ઓપરેશન થિયેટરના માસ્ટર ટ્રેનર પવન કુમાર પર જાતીય સતામણીનો ગંભીર આરોપ લગાવ્યો છે. કોલેજમાં નિરીક્ષણ માટે આવેલી હરિયાણા વિધાનસભા સમિતિના સભ્યોની ટીમ સામે તેમણે આ મુદ્દો ઉઠાવીને હોબાળો મચાવ્યો હતો. આ પહેલા વિદ્યાર્થીનીઓએ CMને 7 પાનાની ફરિયાદ મોકલી છે. KCGMC દ્વારા રચાયેલ આંતરિક ફરિયાદ સમિતિ (ICC) પહેલેથી જ આ મામલાની તપાસ કરી રહી છે.
વાસ્તવમાં, 11 સભ્યોની સમિતિ શનિવારે કલ્પના ચાવલા મેડિકલ કોલેજમાં નિરીક્ષણ માટે પહોંચી હતી. આ દરમિયાન કમિટીના ચેરપર્સન અને બરખાલના ધારાસભ્ય સીમા ત્રિખા, અસંધના ધારાસભ્ય શમશેર સિંહ, કલાવલીના ધારાસભ્ય શીશપાલ સિંહ અને બરોડાના ધારાસભ્ય ઈન્દુ રાજ નરવાલ તથા અન્યો કોલેજના એનાટોમી વિભાગમાં પહોંચ્યા, જ્યાં પીડિત વિદ્યાર્થિનીઓ પોતાનો ગુસ્સો જાહેર કર્યો હતો અને દોષિતો સામે જલ્દીથી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
પીડિતાએ કમિટી સમક્ષ સાત પાનાની ફરિયાદ નોંધાવી અને જણાવ્યું કે, આરોપી OT માસ્ટર ટ્રેનર પવન કુમાર તેને લાંબા સમયથી માનસિક અને જાતીય રીતે હેરાન કરી રહ્યો હતો.
BSC OTની વિદ્યાર્થિનીઓએ ફરિયાદમાં જણાવ્યું છે કે, 'આરોપી અમને ગંદા મેસેજ મોકલતો હતો અને જવાબ ન આપવા બદલ અમને હેરાન કરતો હતો. તે છોકરીઓને ડીપ નેક વાળા કપડા પહેરવાનું કહેતો હતો, જેથી તેમની સુંદરતા અને શરીર દેખાય.
ફરિયાદ અનુસાર, આરોપી ટ્રેનર પવન કુમાર વિદ્યાર્થિનીઓને કામ વગર કલાકો સુધી ઓપરેશન થિયેટરમાં બેસાડી રાખતો હતો.
CMO, ICC અને વિધાનસભા સમિતિને આપવામાં આવેલી ફરિયાદોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, આરોપીઓએ કથિત રીતે તેને PGI ચંદીગઢમાં નોકરીનું વચન આપ્યું હતું અને જો તે સંમત થાય તો તેને ક્લાસ રિપ્રેઝન્ટેટિવ (CR) બનાવીને લાલચ આપવાનો પ્રયાસ પણ કર્યો હતો.
છાત્રાઓએ વિધાનસભા સમિતિને જણાવ્યું કે, જ્યારે તેઓ તેમના મેસેજનો જવાબ ન આપતા ત્યારે આરોપીઓ તેમને વિવિધ રીતે હેરાન કરતા હતા. આટલું જ નહીં, આરોપી ટ્રેનર વિદ્યાર્થિનીઓને 22 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી 6 દિવસની વૃંદાવન ટૂર પર સાથે જવા માટે પણ આગ્રહ કરી રહ્યો હતો, જેને તેણે ના પાડી.'
પીડિતોના જણાવ્યા અનુસાર, 'ટ્રેનર અમને એમ કહીને ઈમોશનલી બ્લેકમેઈલ કરતો હતો કે, કોલેજમાં અમારો એક માત્ર શુભચિંતક તે જ છે અને અમારા માતા-પિતા પણ અમારું સારું જ ઈચ્છે છે.'
આ મામલો સામે આવતાની સાથે જ પેનલની સલાહ પર કાર્યવાહી કરતા KCGMC અધિકારીઓએ આરોપી OT ટ્રેનર પવન કુમારને એક મહિનાની રજા પર મોકલી દીધા છે. આ સાથે તેને કોલેજ કેમ્પસમાં પ્રવેશવા અને ફરિયાદીઓનો સંપર્ક કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ફરિયાદના જવાબમાં એસેમ્બલી કમિટીના ચેરપર્સન સીમા ત્રિખાએ પેરામેડિકલ વિદ્યાર્થીઓને ખાતરી આપી હતી કે, જો તપાસમાં દોષી સાબિત થશે તો આરોપી OT માસ્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
દરમિયાન, સીમા ત્રિખાએ કૉલેજની આંતરિક ફરિયાદ સમિતિ (ICC)ને આરોપોની તપાસ કરવા અને 15 દિવસમાં અહેવાલ સુપરત કરવાનો નિર્દેશ આપ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp