ડિસ્કાઉન્ટની લાલચમાં ઓનલાઈન દવા ખરીદવાને કારણે સ્વાસ્થ્યને થઈ રહ્યું છે નુકસાન!

PC: credihealth.com

ખાવાના અને કપડાંની જેમ શું તમે ડિસ્કાઉન્ટના ચક્કરમાં દવાઓ પણ ઓનલાઈન ખરીદો છો? જો હાં, તો આ ખબર તમારા કામની છે. ડિસ્કાઉન્ટની લાલચમાં ડાયરેક્ટ ઓનલાઈન દવાઓ ના લો. ખોટી દવાઓથી સારવાર બગડી શકે છે, પૈસા પણ બદબાદ થશે. ગુજરાત હાઈકોર્ટે દવાઓ અને શિડ્યૂલ્ડ દવાઓના ઓનલાઈન વેચાણ વિરુદ્ધ એક અરજી પર નોટિસ જાહેર કરી છે. આ મામલામાં કેન્દ્ર અને રાજ્યના સંબંધિત અધિકારી, અરજીકર્તા (જેણે ઓનલાઈન દવાઓના વેચાણ વિરુદ્ધ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે) કરી તમામ દલીલો સામે લડવા એફિડેવિટ દાખલ કરી.

ઓનલાઈન દાવઓ ખરીદનારા ગ્રાહકો થઈ જજો સાવધાન, કારણ કે...

 • ઈ-ફાર્મસી કંપનીઓ, ગ્રાહક અને કર્મચારીની વચ્ચે કોલ પર વાતચીત કરીને પ્રિસ્ક્રિપ્શન તૈયાર કરી દે છે.
 • ડૉક્ટરની સલાહ અને મેડિકલ રિપોર્ટ જોયા વિના પણ ગ્રાહકો માટે દવાઓનું પ્રિસ્ક્રિપ્શન તૈયાર થઈ જાય છે.
 • ઈ-ફાર્મસીની પાસે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ, 1940ની કલમ-18 અંતર્ગત મળનારા જરૂરી લાયસન્સ પણ નથી.
 • કેટલીક એવી દવાઓ છે, જેને ઈ-ફાર્મસી કોઈપણ પ્રકારના પ્રિસ્ક્રિપ્શન વિના જ વેચી દે છે. આવી દવાઓને 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પણ સરળતાથી ખરીદી શકે છે.
 • ઈ-ફાર્મસી શિડ્યૂલ્ડ દવાઓને પણ કોઈપણ પ્રકારની પરવાનગી વિના ખુલ્લેઆમ વેચી રહી છે.

ઉપર લખેલા બધા દાવા અરજીકર્તાએ ગુજરાત હાઈકોર્ટમાં કર્યા છે. અરજીકર્તાના વકીલે અપીલ કરી છે કે આ પ્રકારના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવે. નહીં તો લોકોના જીવન પર તેની ખરાબ અસર પડી શકે છે.

માત્ર એક અરજીકર્તાએ જ નહીં, પરંતુ થોડાં સમય પહેલા કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ પણ ઈ-ફાર્મસી પર લગામ લગાવવાની માગ કરી હતી. ઓનલાઈન દવાઓ વેચનારી વેબસાઈટ પર CAITએ આરોપ લગાવ્યો હતો કે તે ખોટી રીતે નકલી અને ભેળસેળવાળી દવાઓ વેચી રહ્યા છે. તેના પર શિકંજો કરવો જોઈએ. CAIT અનુસાર,

 • ઈ-ફાર્મસીના નામ પર આ ઓનલાઈન કંપનીઓ એ દવાઓ પણ વેચી રહી છે, જેની પરવાનગી નથી.
 • ભારતમાં ઘણી બધી વિદેશી અને દેશી કોર્પોરેટ કંપનીઓ ઓનલાઈન ફાર્મસીમાંથી દવાઓ વેચવા દરમિયાન નિયમ-કાયદા તોડી રહી છે.

મેક્સ વૈશાલીએ મેડિસિન ડિપાર્ટમેન્ટના ડૉ. પંકજાનંદ ચૌધરી અનુસાર, ઓનલાઈન દવાઓ મંગાવવામાં કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ તે ઓથેન્ટિક હોવી જરૂરી છે. જે વેબસાઈટ પરથી તમે દવાઓ મંગાવી રહ્યા છો, તે રજિસ્ટર્ડ છે તો ઓનલાઈન દવાઓ મંગાવવામાં કોઈ પ્રોબ્લેમ નથી.

 • જે લોકો ડિસ્કાઉન્ટની લાલચમાં ઓનલાઈન દવાઓ મંગાવે છે, તેઓ સસ્તી દવા ક્યાંથી લઈ શકે છે?
 • આજકાલ વધુ વેચાણ માટે મેડિકલ સ્ટોરવાળા 15થી 20% સુધી ડિસ્કઉન્ટ આપે છે, તો એવી દુકાનો પસંદ કરો જે વધુ ડિસ્કાઉન્ટ આપે.
 • સરકારી હોસ્પિટલમાંથી સસ્તી દવાઓ લઈ શકાય છે.
 • મેડિકલ સ્ટોર પર પણ બે પ્રકારની દવાઓ હોય છે, એક બ્રાન્ડેડ અને એક સામાન્ય (Generic) દવાઓ, તમે જેનેરિક દવાઓ લઈ શકો છો.
 • સરકારે સસ્તી દવા માટે દરેક જિલ્લામાં જન ઔષધિ કેન્દ્ર ખોલ્યા છે, જ્યાંથી તમે સસ્તી દવા લઈ શકો છો.
 • કેન્દ્ર સરકારની અમૃત ફાર્મસી પરથી પણ સસ્તી અને સારી ક્વોલિટીની દવાઓ લઈ શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp