રાજસ્થાનમાં PMના કાર્યક્રમથી હટાવવામાં આવ્યું ગેહલોતનું ભાષણ? PMOએ આપ્યો જવાબ

PC: tribuneindia.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સીકર આવવા અગાઉ જ રાજસ્થાનમાં રાજકારણ ગરમાયું છે. ટ્વીટર પર મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) વચ્ચે આરોપ-પ્રત્યારોપ થયા. મુખ્યમંત્રી અશોક ગેહલોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં 3 મિનિટના ભાષણનો અવસર છીનવી લેવાની ફરિયાદ કરી હતી. તેમણે ટ્વીટર પર જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરતા પોતાની 5 માગણીઓ પણ રાખી. જો કે, થોડા સમય બાદ જ PMOએ જણાવ્યું કે તમારી ઓફિસ તરફથી કહેવામાં આવ્યું કે તમે ઉપલબ્ધ નહીં રહી શકો.

PMOએ મુખ્યમંત્રી અશોક ગેહલોતની ફરિયાદનો જવાબ આપતા કહ્યું કે, ‘પ્રોટોકોલ હેઠળ તમને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને ભાષણનો સ્લોટ થયો હતો, પરંતુ તમારી ઓફિસ તરફથી કહેવામાં આવ્યું કે, તમે નહીં આવી શકો.’ PMOએ એમ પણ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અગાઉના કાર્યક્રમોમાં પણ તમને હંમેશાં બોલાવવામાં આવતા રહ્યા છે અને તમે આવો પણ છે. હાલમાં જ થયેલી ઇજાના કારણે જો આવવામાં પરેશાની ન હોય તો તમે આવી શકો છો.

પ્રધાનમંત્રી કાર્યલયે કહ્યું કે, આજના કાર્યક્રમમાં પણ તમારું સ્વાગત છે. તમારું નામ વિકાસ કાર્યોની પટ્ટિકામાં પણ છે. હાલમાં જ થયેલી ઇજાના કારણે જો તમને આવવામાં પરેશાની ન હોય તો તમારી ઉપસ્થિતિ મહત્ત્વની હશે. આ અગાઉ મુખ્યમંત્રી અશોક ગેહલોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વીટર પર ફરિયાદ કરી હતી કે, PMOએ તેમની પાસે ભાષણનો અવસર છીનવી લીધો છે. તેમણે ટ્વીટ કરી કે, ‘આજે તમે રાજસ્થાન આવી રહ્યા છો. તમારા કાર્યાલય PMOએ મારું પૂર્વ નિર્ધારિત 3 મિનિટનું સંબોધન કાર્યક્રમથી હટાવી દીધું છે એટલે હું તમારા ભાષણનું માધ્યયમથી સ્વાગત નહીં કરી શકું.

અંતઃ હું આ ટ્વીટના માધ્યમથી તમારું રાજસ્થાન ખરા દિલથી સ્વાગત કરું છું. અશોક ગેહલોતે પણ પણ કહ્યું કે, જે 12 મેડિકલ કોલેજોના લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં તો આવવાના છે તેમાં રાજસ્થાન સરકારનું પણ યોગદાન છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વીટના માધ્યમથી વડાપ્રધાન સામે પોતાની પાંચ માગણીઓ રાખી.

  1. રાજસ્થાન ખાસ કરીને શેખાવતીના યુવાઓની માગ પર અગ્નિવીર સ્કીમને પરત લઈને સેનામાં પર્મનેન્ટ ભરતી પૂર્વવત ચાલુ રાખવામાં આવે.
  2. રાજ્ય સરકારે પોતાના અંતર્ગત આવનારી બધી કો-ઓપરેટિવ બેન્કોથી 21 લાખ ખેડૂતોના 15,000 કરોડ રૂપિયાની લોન માફ કરી છે. અમે કેન્દ્ર સરકારને રાષ્ટ્રીયકૃત બેન્કોની લોન માફ કરવા માટે વન ટાઇમ સેટલમેન્ટનો પ્રસ્તાવ મોકલ્યો છે, જેમાં ખેડૂતોનો મહત્ત્વનો હિસ્સો અમે આપીશું. આ માગણી પૂરી કરવામાં આવે.
  3. રાજસ્થાન વિધાનસભાએ જાતિગત વસ્તી ગણતરી માટે સંકલ્પ પાસ કરી મોકલ્યો છે. કેન્દ્ર સરકાર તેના પર વિલંબ કર્યા વિના નિર્ણય લે.
  4. NMCની ગાઈડલાઇનના કારણે અમારા 3 જિલ્લામાં ખોલવામાં આવી રહેલી કોલેજોમાં કેન્દ્ર સરકાર પાસે કોઈ આર્થિક સહાય મળી રહી નથી. તે પૂરી રીતે સ્ટેટ ફંડિંગથી બની રહી છે. આ આદિવાસી બહુધા 3 જિલ્લાની મેડિકલ કોલેજોમાં પણ કેન્દ્ર સરકાર 60 ટકા ફંડિંગ આપે.
  5. પૂર્વી રાજસ્થાન નહેર પરિયોજના (ERCP)ને રાષ્ટ્રીય મહત્ત્વની પરિયોજનાનો દરજ્જો આપવા આવે.

તેમણે કહ્યું કે, મારું તમને નિવેદન છે કે, તમે આ માગણીઓ પર આજે સકારાત્મક વલણ અપનાવીને પ્રદેશવાદીઓને આશ્વસ્ત કરો. PMOના જવાબ બાદ ફરી ગેહલોતે ટ્વીટ કરી કે, માનનીય પ્રધાનમંત્રીજી, તમારા કાર્યાલયે મારી ટ્વીટને ધ્યાનમાં લીધી, પરંતુ સંભવતઃ તેમને પણ તથ્યોથી અવગત કરાવવામાં આવ્યા નથી. ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયથી મોકલવામાં આવેલા પ્રસ્તાવિત મિનિટ ટૂ મિનિટ કાર્યક્રમમાં મારું સંબોધન રાખવામાં આવ્યું હતું. કાલે રાત્રે મને પુનઃ અવગત કરાવવામાં આવ્યો કે મારું સંબોધન નથી.

મારા કાર્યાલયે ભારત સરકારને અવગત કરાવ્યું હતું કે, ડૉક્ટર્સની સલાહ મુજબ પગમાં થયેલી ઇજાના કારણે હું વીડિયો કોન્ફરન્સિંગથી કાર્યક્રમમાં સામેલ રહીશ. એવામાં મારો મંત્રીગણ કાર્યક્રમ સ્થળ પર પહોંચશે.અત્યારે પણ હું રાજસ્થાનના હિતના આ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી નોન ઇન્ટરેક્ટિવ મોડ પર સામેલ રહીશ. તમારા સંજ્ઞાન માટે પૂર્વમાં પ્રાપ્ત મિનિટ ટૂ મિનિટ અને મારા કાર્યકાયથી મોકલેલા પત્રને શેર કરી રહ્યો છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp