26th January selfie contest

મહિલા પર પેશાબ કરનારની ધરપકડ, નોકરી પણ ગઈ, તેના વકીલે જુઓ શું કહ્યું

PC: businesstoday.in

એર ઇન્ડિયાની ફ્લાઇટમાં નશામાં ધુત્ત જે શંકર મિશ્રાએ મહિલા પર પેશાબ કર્યું હતું તેની બેંગ્લોરથી ધરપકડ થઇ હતી. તેની પોલીસ કસ્ટડીમાં પૂછપરછ શરૂ થઇ ચૂકી છે. આરોપી શંકર મિશ્રા સાથે દિલ્હી પોલીસના અધિકારી ઉપસ્થિત છે. અહીં એર ઇન્ડિયાના કર્મચારી પણ પહોંચી ગયા છે. થોડી વારમાં DCP પણ પહોંચી ચૂક્યા છે. DCP (IGI) રવિ કુમાર સિંહે કહ્યું કે, આરોપી શંકર મિશ્રાની બેંગ્લોરથી ધરપકડ કરવામાં આવી છે કેમ કે તે ભાગી રહ્યો હતો, અમે આજે તેને દિલ્હી લઇને આવ્યા છીએ. તપાસમાં જે પણ લોકો મદદ કરી શકે છે તેમને બોલાવ્યા છે. અમે IPCની કલમ 294, 354, 509, 510 અને એરક્રાફ્ટ રૂલ 23 હેઠળ કેસ દાખલ કર્યો છે.

આ અગાઉ એર ઇન્ડિયાના વિમાનમાં નવેમ્બરમાં એક મહિલા સહયાત્રી પર કથિત રીતે પેશાબ કરનાર શંકર મિશ્રાની નોકરી જતી રહી હતી. અમેરિકન કંપની વેલ્સ ફાર્ગોએ શંકર મિશ્રાને ટર્મિનેટ કરી દીધો છે. કંપનીએ એક નિવેદન જાહેર કરી કહ્યું છે કે, વેલ્સ ફાર્ગો કર્મચારીઓના વ્યવસાયી અને વ્યક્તિગત વ્યવહારને હાઇએસ્ટ સ્ટાન્ડર્ડ પર રાખે છે. કંપનીએ શંકર મિશ્રા પર લાગેલા આરોપો ખૂબ પરેશાન કરનારા બતાવ્યા છે. તો શંકર મિશ્રાના વકીલે તેનો બચાવ કરતા બેશરમીવાળો તર્ક આપ્યો છે.

શંકર મિશ્રાના વકીલ ઇશાની શર્માએ કહ્યું કે, આરોપી અને મહિલાના વૉટ્સએપ મેસેજ જોઇએ તો એ સ્પષ્ટ દેખાય છે કે આરોપીએ કપડાં બેગ સાફ કરાવ્યા છે. મહિલાએ માફ પણ કરી દીધી હતો. તો એર ઇન્ડિયાની ન્યૂયોર્ક-દિલ્હીની ફ્લાઇટમાં થયેલી પેશાબની ઘટના પર કંપનીએ એક નિવેદન જાહેર કરતા કહ્યું કે, વેલ્સ ફાર્ગો કર્મચારીઓના વ્યવસાયી અને વ્યક્તિગત વ્યવહારને હાઇએસ્ટ સ્ટાન્ડર્ડ પર રાખે છે અને અમને એ આરોપ ખૂબ પરેશાન કરનારા લાગ્યા. વ્યક્તિને વેલ્સ ફાર્ગોએ ટર્મિનેટ કરી દીધો છે. અમે આ અંગે તપાસમાં સહયોગ કરી રહ્યા છીએ.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 26 નવેમ્બરના રોજ ન્યૂયોર્કથી દિલ્હીની ફ્લાઇટમાં બિઝનેસ ક્લાસમાં દારૂના નશામાં એક વ્યક્તિએ પોતાની સહયાત્રી મહિલા પર કથિત રૂપે પેશાબ કરી દીધું હતું. મહિલા વરિષ્ઠ નાગરિક છે અને તેની ઉંમર 70 વર્ષ કરતા વધુ છે. અધિકારીઓએ કહ્યું કે, પીડિતા દ્વારા એર ઇન્ડિયાને આપવામાં આવેલી ફરિયાદના આધાર પર દિલ્હી પોલીસે બુધવારે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. પોલીસે જ્યારે આરોપી વ્યક્તિ બાબતે જાણકારી મેળવી તો ખબર પડી કે શંકર મિશ્રા અમેરિકાની વેલ્સ ફાર્ગોના ભારત ચેપ્ટરના વાઇસ પ્રેસિડેન્ટ છે.

પોલીસ જણાવ્યું હતું કે, શંકર મિશ્રા મુંબઇનો રહેવાસી છે. અમે પોતાની ટીમને તેના જાણીતા આવાસો પર મુંબઇ મોકલી હતી, પરંતુ તે ફરાર છે. અમારી ટીમ તેની તપાસ કરી રહી છે. પીડિતા દ્વારા એર ઇન્ડિયાને કરવામાં આવેલી ફરિયાદના આધાર પર દિલ્હી પોલીસ બુધવારે આ અંગે એક ફરિયાદ નોંધી છે. તે મુજબ મહિલા સહયાત્રી પર કથિત રૂપે પેશાબ કરનારા વ્યક્તિએ પીડિતા પાસે માફી માગી હતી અને ફરિયાદ ન કરવાનો આગ્રહ કરતા કહ્યું હતું કે, તે નથી ઇચ્છતો કે તેની હરકતના કારણે તેની પત્ની અને બાળકો પરેશાન થાય. પીડિતાએ કહ્યું કે, તેની ઇચ્છા ન હોવા છતા પણ તેને આરોપી સાથે વાત કરીને મામલાને થાળે પાડવા કહેવામાં આવ્યું.

FIR મુજબ, 26 નવેમ્બરના રોજ AI-102 વિમાનમાં ભોજન માટે ગયા બાદ જ્યારે લાઇટ બંધ કરવામાં આવી તો બિઝનેસ ક્લાસમાં 8A સીટ પર બેઠો નશામાં ધુત્ત એક પુરુષ મુસાફર વૃદ્ધ મહિલાની સીટ પાસે ગયો અને તેના પર પેશાબ કરી દીધું. મહિલાએ તેને ત્યાંથી જવા કહેવા સુધી તે વ્યક્તિ ઊભો રહ્યો અને પછી લથડતો સીટ પર ફર્યો. શંકર મિશ્રાના વકીલ ઇશાની શર્માએ કહ્યું કે, બંને વચ્ચે વૉટ્સએપ ચેટથી સ્પષ્ટ ખબર પડે છે કે શંકર મિશ્રાએ 28 નવેમ્બરના રોજ તેના કપડાં અને બેગ સાફ કર્યા અને 30 નવેમ્બરના રોજ પીડિતાને ત્યાં પહોંચાડી દીધા.

મહિલાએ કોઇ પ્રકારની ફરિયાદ દાખલ કરાવવાનો કોઇ ઇરાદો ન દેખાડ્યો. મહિલાએ પોતાના સંદેશામાં સ્પષ્ટ રૂપે કરેલા કૃત્યની નિંદા કરી. સાથે જ ફરિયાદ નોંધવવાને લઇને પોતાનો ઇરાદો ન દેખાડ્યો. શંકર તરફથી આપવામાં આવેલા વળતરને મહિલાએ સ્વીકાર પણ કર્યો હતો. મહિલાએ કોઇ પણ મેસેજમાં એમ ન કહ્યું કે, તે નહીં ચાલે કે પછી તેની જરૂરિયાત નથી. વકીલે તેને દૂર્ભાગ્યપૂર્ણ આફ્ટર થોટ કરાર આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp