પશ્ચિમ બંગાળ: મતદાન ચાલતું હતું અને યુવક બેલેટ બોક્સ લઇને ભાગ્યો

PC: ndia.postsen.com

પશ્ચિમ બંગાળ કે કદાચ દેશની કોઇ પણ ચૂંટણીમાં તમે આવો નજારો ન જોયો હોય કે મતદાન ચાલું હોય અને કોઇ બેલેટ બોક્સ પેપર લઇને જ ભાગી જાય. પશ્ચિમ બંગાળની પંચાયતની ચૂંટણીમાં આવું બન્યું છે. મતદાન ચાલું હતું અને એક યુવક બેલેટ બોક્સ લઇને ભાગી છુટ્યો હતો જેનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. ખુલ્લેઆમ લોકતંત્રની ચોરીના આ વીડિયોની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે.

પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી માટે શનિવારે 8 જુલાઇએ મતદાન ચાલી રહ્યું છે, પરંતુ કૂચ બિહારમાંથી જે વીડિયો સામે આવ્યો છે તે ચોંકાવનારો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ બેલેટ બોક્સ લઈને ભાગી રહ્યો છે. ખુલ્લેઆમ મત ચોરીનો આ વીડિયો પોલીસ-પ્રશાસન અને સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલો ઉભા કરે છે. મામલો કૂચબિહારના માથાભંગા બ્લોક 1નો છે.

.

કુચબિહાર જિલ્લાના દિનહાટાના બારાનાચિનામાં એક મતદાન કેન્દ્ર પર કથિત રીતે બોગસ મતદાનથી નારાજ મતદારોએ મતપેટીને જ આગ લગાવી દીધી હતી એવી પણ ઘટના સામે આવી છે.

પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી પર કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, પશ્ચિમ બંગાળમાં સમગ્ર સિસ્ટમ ગેરબંધારણીય કાર્યોમાં વ્યસ્ત છે. ત્યાંની સરકાર ન તો રાજ્યપાલના આદેશનું સન્માન કરે છે કે ન તો હાઈકોર્ટના આદેશનું. જ્યારે સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્ર પોતે જ પક્ષપાત કરે છે અને રાજકીય રીતે કામ કરે છે, ત્યારે તેને બંધારણીય વ્યવસ્થા ન કહેવાય. લોકશાહીમાં હિંસા માટે કોઈ સ્થાન નથી, પરંતુ ત્યાંની સરકાર પોતાનો જન આધાર ગુમાવી બેઠી છે અને આ ડરમાં તેઓ હિંસક વલણ અપનાવી રહી છે.

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષ નેતા સુવેંદુ અધિકારીએ નંદીગ્રામમાં કહ્યું કે તૃણમુલ કોંગ્રેસ (TMC)ના ગુંડાઓ અને પોલીસની મિલીભગત છે એટલે આટલી હત્યાઓ થઇ રહી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જિ હિંસા માટે જવાબદાર છે.

ચૂંટણી અને હિંસા એ પશ્ચિમ બંગાળ માટે સિક્કાની બે બાજુ જેવા છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી ટાણે હિંસા ન થાય તો જ નવાઇ લાગે. પરંતુ આખે આખી મતપેટી ચોરી જવાની ઘટના ચિંતા ઉપજાવનારી છે. લોકતાંત્રિક દેશમાં પછી ચૂંટણી પર વિશ્વાસ કોણ રાખશે?

મત પેટી ચોરી જનાર યુવકનું પછી શું થયું તેની જાણકારી હજુ સુધી સામે આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp