એવું તે શું થયું કે, સ્પીકરે કહ્યું- હું લોકસભા અધ્યક્ષની ખુરશી પર બેસવાનો નથી

PC: agniban.com

લોકસભા સ્પીકર ઓમ બિરલા સખત નારાજ થયા છે અને તેમણે ચિમકી આપી છે કે જ્યાં સુધી સંસદમાં શિસ્ત જાળવવામાં નહીં આવે ત્યાં સુધી પોતે લોકસભા અધ્યક્ષની ખુરશી પર બેસશે નહીં. 1લી ઓગસ્ટે સંસંદમાં એવું તે શું બન્યું કે, ઓમ બિરલા આટલા બધા નારાજ થઇ ગયા?લોકસભામા ચોમાસું સત્ર શરૂ થવાની સાથે હંગામો ચાલી રહ્યો છે, પરંતુ 1 ઓગસ્ટ, મંગળવારે સંસદમાં એવું કઇંક થયું જેણે કસ્પીકર ઓમ બિરલાને દુખી કરી દીધા.

લોકસભામાં મંગળવારે,1 ઓગસ્ટના દિવસે બનેલી ઘટનાથી સ્પીકર ઓમ બિરલા નારાજ છે. પોતાની નારાજગી વ્યક્ત કરવા માટે સ્પીકર બિરલા સંસદ ભવનમાં હોવા છતાં લોકસભા અધ્યક્ષની ખુરશી પર બેઠા ન હતા. લોકસભા અધ્યક્ષે પાર્ટી અને વિપક્ષના સભ્યો પ્રત્યે નારાજગી વ્યક્ત કરીને પોતાના નિર્ણય વિશે પણ જાણકારી આપી હતી.

સ્પીકર બિરલાએ કહ્યું કે જ્યાં સુધી ગૃહમાં શિસ્ત નહીં આવે ત્યાં સુધી તેઓ સ્પીકરની બેઠક પર જશે નહીં. સ્પીકર બિરલાએ કહ્યું કે તેમના માટે ગૃહની ગરિમા સર્વોચ્ચ છે. ગૃહની મર્યાદા જાળવવી એ દરેકની સામુહિક જવાબદારી છે. તેમણે કહ્યું કે ગૃહમાં કેટલાક સભ્યોનું વર્તન ગૃહની ઉચ્ચ પરંપરાઓ વિરુદ્ધ છે.

સ્પીકર બિરલાએ બંને પક્ષોને તેમના નિર્ણય વિશે જાણ કરી દીધી છે. 1 ઓગસ્ટના દિવસે લોકસભામાં વિપક્ષના સભ્યો માત્ર નારા લગાવીને વેલમાં જ નહોતા આવ્યા, પરંતુ સ્પીકરની સીટ તરફ પેમ્ફલેટ પણ ફેંક્યા હતા.

મંગળવારે વિપક્ષી સાંસદોએ જે રીતે હંગામો કર્યો તેનાથી સ્પીકર ઓમ બિરલા ખૂબ નારાજ છે. તેમણે કહ્યું કે, મંગળવારે દિલ્હી સર્વિસ બિલ દરમિયાન જે પ્રકારનો હંગામો થયો હતો, તેમાં એક પણ વાત સાંભળવા દેવામાં આવી ન હતી, આ પ્રકારનું ગૃહ ચાલી શકે નહીં. ઓમ બિરલા બુધવારે લોકસભામાં ગયા ન હતા.

જુદા જુદા રાજકીય પક્ષોને સખત ચેતવણી આપીને તેમણે કહ્યું કે, જ્યાં સુધી સંસદને સુચારી રીતે ચાલવામાં દેવામાં નહીં આવશે ત્યાં સુધી, હું ગૃહમાં જવાનો નથી.

મંગળવારે કેન્દ્રીય રાજ્ય મંત્રીએ લોકસભામાં દિલ્હી સર્વિસ બિલ રજૂ કર્યું. બિલ રજૂ થતાં જ વિપક્ષી સાંસદોએ હંગામો શરૂ કરી દીધો હતો, જેના પછી લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. આમ આદમી પાર્ટી દિલ્હી સર્વિસ બિલનો વિરોધ કરી રહી છે. આ સાથે કોંગ્રેસ સહિત વિપક્ષી ગઠબંધન INDIAના સભ્ય પક્ષોએ પણ તેનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp