મૌલાના તૌકીર રઝાએ ઓક્યૂ ઝેર, બોલ્યો- ક્યાંક એમ ન થાય કે અમારો સમુદાય પણ..
ઇત્તેહાદ મિલ્લત કાઉન્સિલના અધ્યક્ષ મૌલાના તૌકીર રઝા અલી ખાને રવિવારે ઉત્તર પ્રદેશના મુરાદબાદમાં પત્રકારો સાથે વાતચીત કરી હાતી. તેમણે કહ્યું કે, હિન્દુ રાષ્ટ્રની માગ પર સખ્તી લગાવવી જરૂરી છે, નહિતર મુસ્લિમ રાષ્ટ્રની પણ માગ ઉઠશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશ સરકાર વિરુદ્ધ જોરદાર નિવેદનબાજી કરી. મુસ્લિમ ધર્મગુરુએ કહ્યું કે, જો હિન્દુ રાષ્ટ્રની વાત કરવી યોગ્ય છે, સરકાર એવી માગ કરનારા લોકોની ધરપકડ કરતી નથી તો પછી ખાલિસ્તાનની માગ કરનારાઓ પર શા માટે કેસ ચલાવવામાં આવે છે?
જે હિન્દુ રાષ્ટ્રની વાત કરે છે તેમના પર દેશદ્રોહનો કેસ ચલાવવો જોઈએ. નહિતર કાલે એમ ન થાય કે આ હિન્દુ રાષ્ટ્રવાળાઓના કારણે મુસ્લિમ સમુદાય ઊભો થઈ જાય અને મુસ્લિમ રાષ્ટ્રની વાત કરવા લાગે, પરંતુ અમે એમ નહીં થવા દઈએ. દેશના વધુ એક ભાગલા કોઈ કિંમત પર નહીં થવા દઈએ. તેની સાથે જ મૌલાના તૌકીર રઝાએ આગળ કહ્યું કે, અમે દેશની એકતા અને અખંડતા માટે ઊભા છીએ. હવે માત્ર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂં પાસે આશા છે. તેઓ તેમની વાત સંભાળશે કેમ કે મહિલાઓની અંદર હમદર્દીનું ઝનૂન હોય છે.
દ્રૌપદી મુર્મૂં મેમ પાસે મને એ આશા છે કે, તેઓ અમારી આ વાતો સંભાળશે અને હમદર્દી સાથે અમારી વાતો પર ધ્યાન આપશે. તો જે લોકો દેશને વહેચવા માગે છે અને હિન્દુ-મુસ્લિમ દંગા કરાવવા માગે છે, તેમની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ અને જે કાફિરોની હિમાયત કરી રહ્યા છે, એ તમામ લોકોની ફરિયાદ કરીને કેસ કાયમ કરવામાં આવે. તૌકીર રઝાએ કહ્યું કે, હિન્દુ દીકરીઓનો હક્ક મારીને બીજા ધર્મની છોકરીઓને અપનાવી લેવામાં આવી. એ હિન્દુ સમાજનું કેટલું મોટું નુકસાન છે. આ એ હિન્દુઓએ કર્યું છે કે મુસ્લિમો સાથે દુશ્મનીની વાત કરે છે અને હિન્દુઓના હિમાયતી બનવાની વાત કરે છે.
હકીકતમાં તેઓ ન હિન્દુઓના હિમાયતી છે અને ન તો મુસ્લિમોના હિમાયતી છે. તેઓ દેશના ગદ્દાર છે અને હિન્દુ સમાજના ગદ્દાર છે. તૌકીર રઝાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજના સમયના ધુતરાષ્ટ્ર કહી દીધા છે. તેમણે મોટો આરોપ લગાવતા કહ્યું કે, કેટલાક હિન્દુ સંગઠન મુસ્લિમ દુશ્મનીમાં અંધ થઈને હિન્દુ સમાજનું ગળું આપી રહ્યા છે. એક સર્વે મુજબ લગભગ 10 લાખ મુસ્લિમ છોકરીઓને બહેકાવીને લાલચ આપીને અપહરણ કરીને હિન્દુ બનાવી દેવામાં આવી છે. તેને ઘર વાપસીનું નામ આપવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp