PM મોદીની અપીલની શું અસર? મુસ્લિમોએ BJPની સાથે સરકારમાં ભાગીદારીની માગ કરી હતી

PC: opindia.com

BJPની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં, PM નરેન્દ્ર મોદીએ પક્ષના નેતાઓ અને કાર્યકરોને દરેક નાગરિક સુધી પહોંચવા અને 2024ની લોકસભા ચૂંટણી પહેલા દેશમાં વધતી જતી પરિસ્થિતિ વિશે માહિતી આપવા જણાવ્યું હતું. આ દરમિયાન તેમનું ધ્યાન મુસ્લિમ સમુદાય પર હતું, ખાસ કરીને પસમાંદા મુસ્લિમો પર. તેમની આ અપીલની અસર મુસલમાનો પર પણ પડી રહી છે. લોકોએ આ માટે PMના વખાણ તો કર્યા છે, પરંતુ સાથ સાથે સલાહ પણ આપી છે.

એક અહેવાલ અનુસાર, બહુમતી મુસ્લિમોએ PM નરેન્દ્ર મોદીની અપીલની પ્રશંસા કરી છે. જો કે, ઘણાએ એમ પણ કહ્યું કે, તેમના આ નિવેદનોને અમલમાં મૂકવાની જરૂર છે. ત્યાર પછી જ તેમની સાચી પ્રશંસા કરી શકાશે.

વરિષ્ઠ વકીલ અને કલેક્ટર બાર એસોસિએશનના ભૂતપૂર્વ સચિવ અમીર અહમદ જાફરીનું એમ પણ કહેવું છે કે, શા માટે PM નરેન્દ્ર મોદી માત્ર પસમાંદા મુસ્લિમોની વાત કરે છે. તેમણે કહ્યું કે તમામ મુસ્લિમોને સાથે લઈને ચાલવું જોઈએ. તેમણે કહ્યું કે, 'નક્કર કાર્ય કરવું, મુસ્લિમોને સરકારી યોજનાઓનો લાભ આપવો અને BJP તેમજ સરકારમાં મુસ્લિમોને પ્રતિનિધિત્વ આપવું તે તેમની જવાબદારી છે. ખાલી ભાષણો કરવાથી કામ નહીં ચાલે.'

જ્યારે, ઇસ્લામિક પીસ એન્ડ ફાઉન્ડેશન ડેવલપમેન્ટના વડા હાજી મોહમ્મદ ઇકબાલે કહ્યું, 'અમે PM મોદીની સકારાત્મક પહેલને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ. જોકે, તેમણે જે કહ્યું છે, તેનો અમલ થશે કે નહીં તે તો સમય જ કહેશે. ફક્ત આવા નિવેદનોથી કામ નહીં ચાલે.'

હાઈકોર્ટના વરિષ્ઠ એડવોકેટ રૂબીના અંજુમે તેને રાજકીય નાટક ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, 'એકાએક એવું તે શું થઈ ગયું કે, માત્ર પસમાંદા મુસ્લિમોની જ વાત કરવામાં આવી રહી છે? મુસ્લિમોમાં અન્ય વર્ગો પણ છે, જેમની સ્થિતિ સારી નથી. બંધારણ મુજબ સમાન વ્યવહાર અને મૂળભૂત અધિકારો છે. આવા નિવેદનોથી કંઈ થવાનું નથી. PM મોદીના આ નિવેદન પર વિશ્વાસ થાય તે માટે તેને અમલમાં મૂકવું જરૂરી છે.'

ઈન્ડિયન મુસ્લિમ ડેવલપમેન્ટ કાઉન્સિલના પ્રમુખ સામી અઘાઈએ કહ્યું કે, PM મોદી અને BJP આગામી વિધાનસભા ચૂંટણી અને 2024ની લોકસભા ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, 'જો PM મોદીને મુસ્લિમ સમુદાયના ઉત્થાનની આટલી જ ચિંતા હોય, તો તેમણે સચ્ચર સમિતિને લોકસભામાં લાવીને તેની ચર્ચા કરવી જોઈએ અથવા સમાન સ્તરની યોજના બનાવીને તેનું પાલન કરવું જોઈએ. મુસ્લિમ સમુદાયને સંગઠન અને સરકારમાં સ્થાન આપવું જોઈએ.'

અહીં તમને જણાવી દઈએ કે, દેશમાં અત્યાર સુધી 400 મુસ્લિમ સાંસદ છે, જેમાંથી 60 પસમાંદા સમુદાયમાંથી હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp