શું છે ‘હિન્દુ રેટ ઓફ ગ્રોથ’, જેને રઘુરામ રાજને અર્થવ્યવસ્થા માટે જોખમી બતાવ્યો

PC: livemint.com

ભારતીય રિઝર્વ બેંક (RBI)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ‘હિન્દુ રેટ ઓફ ગ્રોથ’ને લઇને ચેતવણી જાહેર કરી છે. તેમણે પ્રાઇવેટ સેક્ટરમાં રોકાણની કમી, ઉચ્ચ વ્યાજદરો અને વૈશ્વિક વૃદ્ધિની મંદ પડતી રકમને જોતા કહ્યું કે, ભારત નિમ્ન વૃદ્ધિવાળો ‘હિન્દુ વૃદ્ધિ દર’ ખૂબ જ નજીક પહોંચી ગયો છે. ભારતીય અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર વર્ષ 1950થી લઇને વર્ષ 1980ના દશક સુધી 4 ટકાના નિમ્ન સ્તર પર રહ્યો હતો, જેને હિન્દુ રેટ ગ્રોથ પણ કહેવામાં આવે છે.

ધીમી વૃદ્ધિ માટે ‘હિન્દુ રેટ ઓફ ગ્રોથ’ નામ વર્ષ 1978માં ભારતીય અર્થશાસ્ત્રી રાજ કૃષ્ણએ આપ્યું હતું. રાજન મુજબ, નેશનલ સ્ટેટિસ્ટિક ઓફિસ (NSO)એ ગયા મહિને રાષ્ટ્રીય આવકનું જે અનુમાન જાહેર કર્યું છે તેનાથી ત્રિમાસિક વૃદ્ધિમાં ક્રમિક નરમીના સંકેત મળે છે, જે ચિંતાની વાત છે. NSO મુજબ, ચાલુ નાણાકીય વર્ષના ત્રીજી ત્રિમાસિકમાં સકલ ઘરેલુ ઉત્પાદન (GDP)નો વૃદ્ધિ દર ઘટાડીને 4.4 ટકા રહી ગયો, જે બીજા ત્રિમાસિક (જુલાઇ-સપ્ટેમ્બર)માં 6.3 ટકા અને પહેલા ત્રિમાસિક (એપ્રિલ-જૂન)માં 13.2 ટકા હતો. પહેલા નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં વૃદ્ધિ દર 5.2 ટકા રહ્યો હતો.

પૂર્વ ગવર્નરે કહ્યું કે, આશાવાદી નિશ્ચિત જ ગત GDP આંકડામાં કરવામાં આવેલા સુધારાની વાત કરીશું, પરંતુ ક્રમિક નરમીને લઇને ચિંતિત છું. પ્રાઇવેટ સેક્ટર રોકાણ કરવા માટે ઇચ્છુક નથી. RBI વ્યાજદર વધારતી જઇ રહી છે અને વૈશ્વિક વૃદ્ધિ આવનાર સમયમાં હજુ ધીમી પડવાની સંભાવના છે. એવામાં મને ખબર નથી કે વૃદ્ધિ કયા પ્રકારે સ્પીડ પકડશે. આગામી નાણાકીય વર્ષ (2023-24)માં ભારતનો વૃદ્ધિ દર બાબતે પૂછવામાં આવેલા એક સવાલ પર પૂર્વ RBI ગવર્નરે કહ્યું કે, 5 ટકાની વૃદ્ધિ પણ હાંસલ થઇ ગઇ તો આપણી ખુશનસીબી હશે. ઓક્ટોબર-ડિસેમ્બરના GDPના આંકડા બતાવે છે કે વર્ષના પહેલા ત્રિમાસિકમાં વૃદ્ધિ નબળી પડશે.

રઘુરામ રાજને કહ્યું કે, મારી આશંકાઓ કારણ વિનાની નથી. RBIએ તો ચાલુ નાણાકીય વર્ષના અંતિમ ત્રિમાસિકમાં હજુ ઓછી 4.2 ટકાના વૃદ્ધિ દરનું અનુમાન લગાવ્યું છે. આ સમયે ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકની એવરેજ વાર્ષિક વૃદ્ધિ 3 વર્ષ પહેલાંની તુલનામાં 3.7 ટકા છે. તે જૂની ‘હિન્દુ રેટ ઓફ ગ્રોથ’ની ખૂબ નજીક છે અને તે ડરાવનારી વાત છે. આપણે તેનાથી સારું કરવું પડશે. જો કે, તેમણે માન્યું કે, સરકાર ઢાંચાગત રોકાણના મોરચા પર કામ કરી રહી છે, પરંતુ ડિસઇન્વેસ્ટમેન્ટ પર ભાર આપવાની અસર દેખાવાની બાકી છે. તેમણે સેવા ક્ષેત્રના પ્રદર્શનને ચમકતો પક્ષ બતાવતા કહ્યું કે, તેમાં સરકારની ભૂમિકા કંઇ ખાસ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp