કેરળ નામ બદલીને ‘કેરલમ’ નામ રાખવાના પ્રસ્તાવની આખી સ્ટોરી શું છે?

PC: truevisionnews.com

કેરળ વિધાનસભામાં એક પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં કેરળનું નામ બદલીને ‘કેરલમ’ કરવાની વાત કરવામાં આવી છે. બુધવારના રોજ કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયે આ પ્રસ્તાવ વિધાનસભામાં રજૂ કર્યો. તેમણે કહ્યું કે, મલયાલમમાં રાજ્યનું નામ ‘કેરલમ’ છે.

પ્રસ્તાવ વાંચતી વખતે મુખ્યમંત્રી વિજયને કહ્યું કે, 1લી નવેમ્બર 1956ના રોજ ભાષાના આધાર પર રાજ્યોનું ગઠન થયું હતું. કેરળનો સ્થાપના દિવસ પણ 1લી નવેમ્બર છે. સ્વતંત્રતા આંદોલનના સમયથી જ મલયાલમ ભાષીઓ માટે સંયુક્ત કેરળ બનાવવાની માગ થઇ રહી હતી. પણ સંવિધાનની પહેલી સૂચીમાં રાજ્યનું નામ કેરળ લખવામાં આવ્યું.

તેમણે આગળ કહ્યું કે, આ વિધાનસભા સર્વસમ્મતિથી કેન્દ્ર સરકાર પાસેથી સંવિધાનના અનુચ્છેદ 3 હેઠળ તેને ‘કેરલમ’ના રૂપમાં સંશોધિત કરવા માટે તત્કાલ પગલા લેવાનો અનુરોધ કરે છે. એ પણ અનુરોધ કરવામાં આવે છે કે, સંવિધાનની આઠમી અનુસૂચીમાં ઉલ્લેખિત દરેક ભાષાઓમાં ‘કેરલમ’ નામ લખવામાં આવે.

કેરળ નામ કઇ રીતે પડ્યું, તેના પર વાત કરીએ તો, તેને લઇને કોઇ એકમત નથી. જોકે, એવું માનવામાં આવે છે કે, કેરળનું નામ કેરા પરથી પડ્યું છે, જેનો અર્થ નારિયેળનું ઝાડ થાય છે. પૌરાણિક કથાઓ અનુસાર, પરશુરામે પોતાનું પરશુ સમુદ્રમાં ફેંક્યું હતું. તેના કારણે તેના આકારની ભૂમિ સમુદ્રની બહાર નીકળી અને કેરળ અસ્તિત્વમાં આવ્યું. કેરળ શબ્દનો અર્થ સમુદ્રમાંથી નીકળેલી જમીન એવો થાય છે.

1920ના દાયકામાં મલયાલમ ભાષા બોલનારાઓએ એક આંદલોન છેડ્યું. તેમનું આંદોલન આઝાદીની લડાઇથી પ્રેરિત હતું. તેમનું માનવું હતું કે, ભાષા બોલનારા, સમાન સાસ્કૃતિક પરંપરાઓ વાળા, એક જ ઇતિહીસ, એક જ રીતિ રિવાજને માનનારા માટે એક અલગ રાજ્ય હોવું જોઇએ. તેમણે મલયાલમ ભાષીઓ માટે અલગ કેરળ રાજ્ય બનાવવાની માગ કરી. તેમની માગ હતી કે, કોચી, ત્રાવણકોર અને માલાબારને મેળવીને એક રાજ્ય બનાવવામાં આવે.

આઝાદી બેદ દેશના અલગ અલગ હિસ્સાઓમાં ભાષાના આધાર પર રાજ્યોના ભાગલાની માગ ઉઠવા લાગી. તેના માટે પહેલા શ્યામ ધર કૃષ્ણ આયોગ બન્યું. આ આયોગે ભાષાના આધાર પર રાજ્યોના ગઠનને દેશહિત વિરોધી ગમાવ્યું. આ દરમિયાન 1લી જુલાઇ 1949ના રોજ ત્રાવણકોર અને કોચીનનો વિલય થયો. તેનાથી ત્રાવણકોર કોચીન રાજ્ય બન્યું.

પણ સતત ઉઠી રહેલી માગ બાદ જેવીપી આયોગ બન્યું. એટલે કે, જવાહર લાલ નેહરૂ, વલ્લભ ભાઇ પટેલ અને પટ્ટાભિ સીતારામૈયા. આ આયોગે ભાષાના આધાર પર રાજ્યોના ગઠનને પ્રસ્તાવ આપ્યો. ત્યાર બાદ માલાબાર રીજીયન પણ ત્રાવણકોર કોચીન રાજ્યમાં મળી આવ્યું અને એ રીતે 1લી નવેમ્બર 1956ના રોજ કેરળ બન્યું.

હાલ કેરળ વિધાનસભાએ આ પ્રસ્તાવ પાસ કર્યો. હવે આ પ્રસ્તાવ કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસે જશે. ગૃહ મંત્રાલય આના પર અન્ય મંત્રાલય અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ પાસે પ્રસ્તાવ માગશે. જો નામ બદલવાના આ પ્રસ્તાવને મંજૂરી મળશે તો તેના માટે સંસદમાં બિલ લાવવામાં આવશે. જો સંસદના બનને સદનોમાં આ બિલ પાસ થશે તો તેને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ જ રાજ્યનું નામ બદલીને ‘કેરલમ’ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp