કાયદા મંત્રાલય છીનવાઇ ગયા બાદ બોલ્યા કિરેન રિજિજૂ- કોઈ ભૂલ નથી થઈ

PC: zeenews.india.com

કાયદા મંત્રાલય છીનવાઇ ગયાના એક દિવસ બાદ કિરેન રિજિજૂએ શુક્રવારે ભૂ-વિજ્ઞાન મંત્રાલયની જવાબદારી સંભાળી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, કેબિનેટમાં ફેરબદલ ચાલતો રહે છે. એવું નથી કે તેમને કોઈ ભૂલના કારણે હટાવવામાં આવ્યા. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચાર છે કે, કોને શું જવાબદારી આપવાની છે. અરુણાચલ પશ્ચિમ લોકસભા સીટથી સાંસદ કિરેન રિજિજૂને વર્ષ 2021માં કેબિનેટ વિસ્તાર દરમિયાન કાયદા મંત્રી બનાવવામાં આવ્યા હતા.

તેમની પાસેથી ગુરુવારે કાયદા મંત્રાલય પરત લઈ લેવામાં આવ્યું હતું. હવે તેમને ભૂ-વિજ્ઞાન મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે તેમની જગ્યાએ અર્જૂન રામ મેઘવાલને કાયદા મંત્રી બનાવવામાં આવ્યા છે. એ સિવાય એસ.પી. સિંહ બઘેલનો વિભાગ પણ બદલી દેવામાં આવ્યો છે. હવે તેઓ કાયદા અને ન્યાય મંત્રાલયની જગ્યાએ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી હશે. કિરેન રિજિજૂએ શુક્રવારે પોતાના મંત્રાલયમાં પદભાર સંભાળ્યો.

આ દરમિયાન તેમણે કહ્યું કે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવું છું કે તેમણે મને અવસર આપ્યો. તેના માટે હું આભારી છું. આ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, તેમની પાસેથી કાયદા મંત્રાલય છીનવી લેવામાં આવ્યું છે. તેના પર તેમણે કહ્યું કે આજે રાજનૈતિક વાત નહીં કરું, પરંતુ મારાથી કોઈ ભૂલ થઈ નથી. ફેરબદલ ચાલતો રહે છે. વિપક્ષનું કામ જ મારી વિરુદ્ધ બોલવું. તેમને બોલવા દો, આ બધી રૂટિન પ્રોસેસ છે. આ અગાઉ ગુરુવારે કિરેન રિજિજૂએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, ‘માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રીના રૂપમાં સેવા કરવાનું સૌભાગ્ય રહ્યું.

હું CJI ડી.વાઇ. ચંદ્રચૂડ, સુપ્રીમ કોર્ટના બધા જજો, હાઇ કોર્ટના ચીફ જસ્ટિસ અને બધા લૉ અધિકારીઓને આપણાં નાગરિકો માટે કાયદાકીય સેવાઓ પ્રદાન કરવામાં ભારે સમર્થન માટે ધન્યવાદ આપું છું. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૃષ્ટિકોણને પૂરો કરવા માટે તત્પર છું. એક ભાજપ કાર્યકર્તાના રૂપમાં મેં જે ઉત્સાહ અને જોશ સાથે કામ કર્યું હતું, એવી રીતે ભૂ-વિજ્ઞાન મંત્રાલયની જવાબદારી સંભાળીશ. કિરેન રિજિજૂનો જન્મ 19 નવેમ્બર 1971ના રોજ અરુણાચલ પ્રદેશના વેસ્ટ કામેંગ જિલ્લામાં થયો હતો. તેમની પાસે દિલ્હી યુનિવર્સિટીથી કાયદાની ડિગ્રી છે. તેમણે વર્ષ 2004માં પહેલી વખત લોકસભાની ચૂંટણી લડી હતી અને જીત હાંસલ કરી, પરંતુ વર્ષ 2009માં લોકસભાની ચૂંટણી હારી ગયા.

વર્ષ 2014ની ચૂંટણીમાં કિરેન રિજિજુએ ફરી જીત હાંસલ કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રી મંડળમાં ગૃહ રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા. ત્યારબાદ તેઓ મોદી સરકારના બીજા કાર્યકાળ એટલે કે વર્ષ 2019માં સ્પોર્ટ્સ મિનિસ્ટર (સ્વતંત્ર પ્રભાર) બનાવવામાં આવ્યા હતા. જુલાઇ 2021માં જ્યારે કેબિનેટ વિસ્તાર દરમિયાન તેમને કાયદા મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમને રવિશંકર પ્રસાદની જગ્યાએ આ જવાબદારી આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp