RPF કોન્સ્ટેબલે શા કારણે ટ્રેનમાં કર્યું હતું ફાયરિંગ? બહાર આવી હકીકત

ગઈકાલે જયપુરથી મુંબઈ જઈ રહેલી ટ્રેનમાં રેલવે સુરક્ષા દળના એક જવાન દ્વારા ફાયરિંગની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં એક RPF ASI અને 3 પેસેન્જર્સની ફાયરિંગ દ્વારા હત્યા કરવામાં આવી હતી. ફાયરિંગ કરનારા RPF ચેતન સિંહની ધરપકડ કરી લેવામાં આવી. આ ઘટના સામે આવ્યા પછી લોકોના મનમાં સવાલ છે કે આખરે આરોપીએ તેના સહકર્મી પર શા માટે ફાયરિંગ કર્યું અને યાત્રીઓ પર શા કારણે ગોળી ચલાવી?
આ ઘટનાને લઈ ગોળી ચલાવનારા આરોપીના સહકર્મીનું એક નિવેદન સામે આવ્યું છે. RPFના કોન્સ્ટેબલ ઘનશ્યામ આચાર્ય, આરોપી ચેતન સિંહ અને મૃતક ASI ટીકારામ મીણાની સાથે રવિવારે રાતે ડ્યૂટી પર તૈનાત હતા. ઘનશ્યામ આચાર્યે પોલીસને આ ઘટના વિશે જાણકારી આપી છે.
ઘનશ્યામ આચાર્ય અનુસાર, જયપુર-મુંબઈ ટ્રેનમાં પોતાના સીનિયર અને ત્રણ પેસેન્જરોની ગોળી મારી હત્યા કરનારા ચેતન સિંહે ઘટનાના અમુક કલાક પહેલા તેના સહકર્મીઓને જણાવ્યું હતું કે, તે અસ્વસ્થ મહેસૂસ કરી રહ્યો છે. તે મીણા, નરેન્દ્ર પરમાર અને ચેતન સિંહ સાથે એસ્કોર્ટ ડ્યૂટી પર હતા. તેઓ લગભગ 2.53 વાગ્યે સુરતથી મુંબઈ જનારી ટ્રેનમાં ચઢ્યા. ચેતન સિંહ અને શ્રીમીના એસી કોચમાં ડ્યૂટી પર હતા અને આચાર્ય-પરમાર સ્લીપર કોચમાં હતા.
આ દરમિયાન ચેતન સિંહ ટ્રેનમાંથી ઉતરવા માગતો હતો, પણ તેને પોતાની શિફ્ટ પૂરી કરવા કહેવામાં આવ્યું. જેને લીધે તેને ગુસ્સો આવી ગયો અને પછી વિવાદ શરૂ થઇ ગયો. આ દરમિયાન ચેતને કથિતપણે પોતાના સહકર્મીનું ગળું દબાવવાની કોશિશ કરી હતી. ત્યાર પછી ગુસ્સામાં આવીને તેણે ગોળી ચલાવી દીધી. ફાયરિંગ કર્યા પછી તે દહિસર સ્ટેશનની પાસે ટ્રેનમાંથી કૂદી ગયો. ત્યાર પછી આરોપીની તેની સર્વિસ ગન સાથે ધરપકડ કરી લેવામાં આવી.
પોલીસે જણાવ્યું કે, આરોપી માનસિક રીતે અસ્થિર છે. તેણે મુસ્લિમોને લઇ ઘણી ટિપ્પણીઓ પણ કરી હતી. જેનો ASIએ વિરોધ કર્યો હતો. આ વાતને લીધે આરોપીએ ગોળી ચલાવી દીધી. ત્યાર પછી ત્રણ યાત્રીઓની પણ હત્યા કરી નાખી. આ ઘટનાને લઈ ઘણા વીડિયો વાયરલ થયા છે. જેમાં આરોપી કોન્સ્ટેબલ મુસ્લિમો અને પાકિસ્તાનને લઇ ઘણાં અપશબ્દ બોલી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp