મુસ્લિમોનો ડર દૂર કરવા તમે શું કરશો? USમાં રાહુલને પૂછાયો સવાલ, આ આવ્યો જવાબ

ભાજપના નેતૃત્વવાળી સરકાર પર નિશાનો સાધતા, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે સેન ફ્રાન્સિસ્કોમાં કહ્યું, આજે ભારતમાં મુસ્લિમોની સાથે જે થઈ રહ્યું છે, તે 1980ના દાયકામાં દલિતો સાથે થયુ હતું અને તેની વિરુદ્ધ આપણે પ્રેમથી લડવું પડશે. સંયુક્ત રાજ્ય અમેરિકામાં સેન ફ્રાન્સિસ્કોમાં મોહબ્બતની દુકાન કાર્યક્રમમાં બોલતા, બે એરિયા મુસ્લિમ કમ્યુનિટીવાળી સરકારના કેટલાક કાર્યોનો પ્રભાવ અલ્પસંખ્યકો અને દલિત અને આદિવાસી સમુદાયના લોકો દ્વારા અનુભવ કરવામાં આવી રહ્યો છે.

તેમણે કહ્યું, મુસ્લિમો દ્વારા આ તેને સૌથી પ્રત્યક્ષરૂપથી અનુભવ કરવામાં આવી રહ્યો છે કારણ કે, આ તેમની સાથે સૌથી વધુ પ્રત્યક્ષરૂપથી થઈ રહ્યું છે. પરંતુ, વાસ્તવમાં, આ તમામ સમુદાયો સાથે થઈ રહ્યું છે. જે રીતે તમે (મુસ્લિમ) પોતાના પર હુમલા અનુભવ કરી રહ્યા છો, હું ગેરેંટી આપી શકું છું કે શીખ, ઈસાઈ, દલિત અને આદિવાસી પણ એવુ જ અનુભવી રહ્યા છે. તમે નફરતને નફરતથી ના કાપી શકો, પરંતુ તેને પ્રેમ અને સ્નેહથી કાપી શકાય છે. જો તમે 1980ના દાયકામાં યુપી ગયો હો, તો તમને ખબર હશે કે ત્યારે આ દલિતોની સાથે થઈ રહ્યું હતું. આપણે તેને પડકાર આપવો પડશે, તેની સામે લડવું પડશે અને તેને નફરતને બદલે પ્રેમ અને સ્નેહથી કરો અને આપણે એવુ કરીશું.

રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીના ભારત અને દુનિયાભરમાં લોકતાંત્રિક મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવા અને પ્રવાસી ભારતીયો સાથે વાતચીત કરવા માટે સંયુક્ત રાજ્ય અમેરિકાની છ દિવસની યાત્રા પર છે. સેન ફ્રાન્સિસ્કોના કાર્યક્રમ દરમિયાન, રાહુલ ગાંધીએ આર્થિક અસમાનતા વિશે પણ વાત કરી અને કહ્યું કે, જ્યાં કેટલાક લોકોનું આર્થિક વહન મુશ્કેલ થઈ રહ્યું હતું ત્યાં પાંચ લોકોની પાસે લાખો કરોડો રૂપિયા છે. કોંગ્રેસ નેતાએ કોંગ્રેસના નેતૃત્વવાળી યૂપીએ સરકાર દરમિયાન કરવામાં આવેલી જાતિગત જનગણના, મનરેગા અને કોંગ્રેસ દ્વારા પ્રસ્તાવિત ન્યાય વિશે પણ વાત કરી.

તેમણે કહ્યું, જ્યારે અમે સત્તામાં હતા, અમે જાતિગત જનગણના કરાવી હતી. વિચાર સમાજનો એક્સ-રે લેવાનો હતો. કારણ કે, સચોટ જનસાંખ્યકીયને સમજ્યા વિના, સરકારી યોજનાઓને પ્રભાવીરીતે લાગૂ કરવુ ખૂબ જ મુશ્કેલ છે. અમે બીજેપીને જાતિગત જનગણનાના આંકડા જાહેર કરવા કહી રહ્યા છીએ અને તેઓ એવુ નથી કરી રહ્યા. જ્યારે અમે સત્તામાં આવીશું તો અમે એવુ કરીશું. રાહુલ ગાંધીએ કહ્યું, અમે ભારતને એક યોગ્ય જગ્યા બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે ઊંડાઈપૂર્વક સમજીએ છીએ કે દલિતો, આદિવાસીઓ, ગરીબો અને અલ્પસંખ્યકોની સાથે વ્યવહારના મામલામાં ભારત આજે એક યોગ્ય જગ્યા નથી અને ઘણું બધુ છે જે કરી શકાય છે. ન્યાય યોજના અમે પ્રસ્તાવિત કરી, મનરેગા, શિક્ષણ અને સ્વાસ્થ્ય દેખરેખ ખર્ચમાં વૃદ્ધિ, આ બધુ જ કરી શકાય છે.

કેન્દ્રની ભાજપા સરકાર પર હુમલો કરતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, તેઓ મૂલ્ય વૃદ્ધિ, બેરોજગારી અને અસમાનતાના મુદ્દાઓ પર ચર્ચા નથી કરવા માંગતા અને ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરે છે. તેમણે કહ્યું, દેશના તમામ વર્ગોએ એ અનુભવ કરવો જોઈએ કે, વાતચીતની પ્રક્રિયામાં નિષ્પક્ષતા છે. પરંતુ, આ બધુ ધ્યાન ભટકાવનારું છે. અસલી મુદ્દા મૂલ્ય વૃદ્ધિ, બેરોજગારી અને અસમાનતા છે. ભાજપા વાસ્તવમાં તેના પર ચર્ચા નથી કરી શકતી, આથી તે રાજદંડ શોધીને લાવી રહ્યા છે, દંડવત કરી રહ્યા છે. તેમણે કાર્યક્રમમાં હાજર લોકોને પૂછ્યું, શું તમે ખુશ નથી કે હું સૂઈ નથી રહ્યો?

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.