એક વોટ્સએપ ડીપીએ ખોલ્યું 50 લાખ રૂપિયાની ચોરીનું રહસ્ય, નોકરાણી જ...

PC: twitter.com

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં એક ફોટાના કારણે 50 લાખ રૂપિયાની કિંમતના કિંમતી ઘરેણાં અને 5 લાખ રૂપિયાની ચોરીનો ખુલાસો થઈ ગયો. પોલીસે ચોરી કરનારી મહિલા આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે જોયુ કે, 8 હજાર રૂપિયા મહિનાની નોકરી કરનારી મહિલાના ઘરમાં એસીથી લઇને બધી જ સુવિધાઓ છે. મામલામાં કેસ દાખલ કરી લેવામાં આવ્યો અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટીટી નગર પોલીસના જણાવ્યા અનુસાર, નિશાત કોલોનીમાં રહેતા ડૉક્ટર ભૂપેન્દ્ર શ્રીવાસ્તવે ઘરમાંથી કિંમતી ઘરેણાં ચોરી થવાનો રિપોર્ટ દાખલ કરાવ્યો હતો. ડૉ. ભૂપેન્દ્રની શાહજહાનાબાદ વિસ્તારમાં પ્રાઇવેટ હોસ્પિટલ છે.

પોતાના રિપોર્ટમાં તેમણે લખાવ્યું હતું કે, છેલ્લાં કેટલાક સમયમાં તેમના ઘરમાંથી ધીમે-ધીમે કરીને કિંમતની ઘરેણાં અને રૂપિયા ચોરી થઈ રહ્યા હતા. કામવાળી પર ચોરીની શંકા થવા પર અમે તેને 20 દિવસ પહેલા કામ પરથી કાઢી મુકી હતી. ડૉક્ટરની પત્ની પાસે કામવાળીનો વોટ્સએપ નંબર છે. કામવાળીએ ડીપીમાં મુકેલા ફોટા પર જ્યારે પત્નીની નજર પડી તો તેણે જોયુ કે કામવાળીએ જે બુટ્ટી પહેરી હતી તેવી જ બુટ્ટી તેની પાસે પણ હતી. જ્યારે ડૉક્ટરની પત્નીને શંકા ગઈ તો તેણે લોકર ખોલીને જોયુ, તો તેમાંથી બુટ્ટી ગાયબ હતી. અમને શંકા થઈ કે, ઘરમાંથી ઘરેણાંની ચોરી કામવાળીએ જ કરી છે.

ડૉક્ટરની ફરિયાદ બાદ પોલીસે કામવાળીને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરી તો તેણે ડૉક્ટરના ઘરમાં ચોરી કરવાની વાતનો સ્વીકાર કર્યો. આરોપી મહિલાની પાસેથી પોલીસને 50 લાખ રૂપિયાના કિંમતી ઘરેણાં, જેમા બંગડી, ટોપ્સ, નેકલેસ, સેટ અને સોનાની બંગડીઓ સામેલ છે. સાથે જ સાડા પાંચ લાખ રૂપિયા રોકડાં મળી આવ્યા છે. પોલીસની પૂછપરછમાં આરોપી મહિલાએ જણાવ્યું કે, તે ઘરમાં એ સમયે ચોરી કરતી હતી જ્યારે ડૉક્ટર ભૂપેન્દ્ર પોતાના પરિવારની સાથે ઘરમાંથી બહાર હોય. તેણે કોઈ ફંક્શનમાં જવાનું હોય તો તે ડૉક્ટરની પત્નીના ઘરેણાં પહેરીને જતી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, ડૉક્ટરના ઘરમાં કામ કરવાના અવેજમાં આરોપી મહિલાને 8 હજાર રૂપિયા પગાર તરીકે મળતા હતા. તેમજ, તેનો પતિ પણ સામાન્ય નોકરી કરતો હતો. એવામાં ઘરની આવક 15-20 હજાર રૂપિયાની આસપાસ હોવી જોઈએ. પરંતુ, તેના બે માળના મકાનમાં બધી જ ફેસિલિટી હતી. ઘરમાં એસી લગાવેલું છે અને CCTV કેમેરા પણ લગાવવામાં આવેલા છે. અહીં કામવાળી પોતાના પતિ અને બે બાળકો સાથે રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp