KBC લૉટરી નામે તમારા પર મેસેજ કે ફોન આવે તો ઉત્સાહમાં નહીં આવી જતા નહિતર પસ્તાશો
છેલ્લા ઘણા વર્ષોથી સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા મોટા ભાગના લોકોની જિંદગીનો મહત્ત્વનો ભાગ બની ગયા છે. ધીરે ધીરે બેંકિંગથી લઈને સોશિયલ લાઈફ સુધી દરેક વસ્તુ ઓનલાઈન થતી જઈ રહી છે. એવામાં ઠગોએ પણ પોતાના કામ અને ઠગાઈની રીત ઓનલાઇન બનાવી દીધી છે.
થોડા-થોડા દિવસે કોઈનીને કોઈની સાથે ઓનલાઇન ઠગાઈના કિસ્સાઓ સામે આવતા રહે છે, એવામાં એક લોભામણો Whatsapp મેસેજ હાલ ફરી રહ્યો છે. કૌન બનેગા કરોડપતિના નામ પર ઠગાઇ કરનારી આ ગેંગ પોતાના કામને અંજામ આપવા માટે whatsappનો સહારો લઇ રહી છે. રિપોર્ટ મુજબ Whatsapp પર લૉટરીમાં ઈનામ જીતવાનો મેસેજ મોકલાવીને કરવામાં આવી રહી છે ઠગાઈ, લોકોને પોતાની જાળમાં ફસાવવા માટે પૂરો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કૌન બનેગા કરોડપતિની લૉટરીના નામ પર ઠગાઈનો એક ફોટો અને ઓડિયો ક્લિપ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
શું છે whatsapp મેસેજમાં ?
રિપોર્ટ મુજબ આ ક્લિપમાં ફ્રોડ કરનારી જ વ્યક્તિ યુઝરના નામ પર લૉટરી લાગવાની વાત કરે છે. ઓડિયો ક્લિપમાં કહેવામાં આવ્યું છે કે "તમારા નામ પર 25 લાખ રૂપિયાની લૉટરી લાગી છે". તમારો નંબર જીઓ, એરટેલ, વોડાફોન, આઈડિયા અને બી.એસ.એન.એલ.ના 5000 મોબાઈલ નંબરમાંથી સિલેક્ટ કરવામાં આવ્યો છે. આ લૉટરીને મેળવવા માટે તમારે લૉટરી મેનેજરને whatsapp કૉલ કરવો પડશે. જે તમને તમારી ઈનામ મેળવવાની પૂરી પ્રક્રિયા સમજાવશે તેમ જણાવવામાં આવ્યું છે.
ઓડિયો ક્લિપની સાથે એક ફોટો પણ શેર કરવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે તમારા નામ પર 25 લાખ રૂપિયાની લૉટરી લાગી છે. આ પૈસાને મેળવવા માટે તમારે કંપનીના નિયમોને ફોલો કરવા પડશે. ઓડિયો મેસેજમાં જણાવવામાં આવ્યું છે કે લૉટરી મેનેજરને તમે સામાન્ય કૉલ નહીં કરી શકો, તે માટે તમારે તેમને whatsapp કૉલ દ્વારા સંપર્ક કરવો પડશે.
જોકે, આ સમગ્ર પ્રક્રિયા જ એક પ્લાન કરેલું ફ્રોડ છે. કદાચ તમને આ પ્રકારનો કોઈ મેસેજ આવે છે તો અમારી સલાહ છે કે તમે તેને તરત જ ઇગ્નોર કરી દો અને આ નંબરને બ્લોક કરી દો. કેમ કે, whatsapp મેસેજ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હોય છે. આ માટે ફ્રોડ કરનારાઓ તેનો ઉપયોગ કરે છે. જેના લીધે પોલીસ તેમના સુધી પહોંચી ન શકે. આ મેસેજને ઓરિજનલ જેવો બનાવવા માટે ફ્રોડ કરનારા લોકોએ ઘણા પ્રકારના સ્ટેપ પણ લગાવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp